મંગળાઆરતી, સદગુરુદેવનું ષોડષોપચાર પૂજન, મનોકામના સંપૂર્તિ યજ્ઞ, ચરણ પાદુકા દર્શન, બ્લડ ડોનેશન કેમ્પ, મહાપ્રસાદ સહિતનાં આયોજનો

સદગુરુ આશ્રમ રોડ પર આવેલા અને સદગુરુદેવનાં અખંડ સાનિઘ્યમાં માનવ સેવાની પ્રવૃતિઓથી ધમધમતા ચિત્રકુટ-પુષ્કરસમા તિર્થધામ સદગુરુ સદન પૂજય રણછોડદાસજી મહારાજ આશ્રમમાં તા.૧૬/૭/૨૦૧૯, મંગળવારનાં શુભ દિને ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સદગુરુદેવ પહેલીવાર કોટડાસાંગાણી, યારા, રાજકોટ સહિત કાઠિયાવાડ-સૌરાષ્ટ્રની ભૂમિ પર પધાર્યા હતા તેના સુવર્ણજયંતી અવસરને ટાંકણે જ થઈ રહ્યું છે એટલે એ વધુ રળિયામણું અને મહિમાવંતુ બનવાનું છે.

સદગુરુ આશ્રમ અને સદગુરુદેવ પૂ.રણછોડદાસજીબાપુ આંખની હોસ્પિટલે નેત્રયજ્ઞોની એકધારી હારમાળા દ્વારા ૫૨,૨૫૫ દર્દીઓને નિ:શુલ્ક નેત્રજયોત અને દ્રષ્ટિ આપીને ગુજરાત સરકારનું રાજયની પ્રથમ નંબરની સેવા સંસ્થા તરીકે પારિતોષિક મેળવ્યું છે તે આજનાં અવસરે આ સેવા સંકુલ રાજકોટની સદગુરુભકત જનતાને સમર્પિત કરેલ છે એમ ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાણી, ટ્રસ્ટી રાજુભાઈ પોબા‚, નિષ્ણાંત આંખનાં ડોકટરો તથા તેમની ટીમે આભાર દર્શાવ્યું છે. ગુરૂપૂર્ણિમા મહોત્સવને શુભ અવસરે ગુરુદેવનાં ષોડષોપચાર પૂજન-અર્ચનની વિધિ જાણીતા ધારાશાસ્ત્રી અને સદગુરુપ્રિય યશવંતભાઈ જસાણી અને તેમનાં પુત્ર ધારાશાસ્ત્રી પ્રતિકભાઈ જસાણીનાં હસ્તે કરાવાશે.

ગુરૂપૂર્ણિમાનાં દિવસે ગ્રહણ હોવા છતાં ધાર્મિક રીતે કોઈપણ પ્રકારે ગુરૂપૂર્ણિમાનાં ઉત્સવમાં બાધક નથી એમ પૂ.રણછોડદાસજી મહારાજે પોતે જ જણાવ્યું છે. તેમણે ગુરૂપૂર્ણિમા કયોં ? એ બાબતની શ્રીરામ અને શ્રીકૃષ્ણ વચ્ચે કશો ભેદ નહીં હોવાનું સમજાવીને તમામ ધર્મોને સ્પર્શે એ પ્રકારનું માર્ગદર્શન પણ આપ્યું હતું. અમુક અન્ય મંદિરો પણ આને લક્ષમાં લઈને ગુરૂપૂર્ણિમાની ઉજવણીને ચાલુ રાખી છે. ગુરુદેવે આ બાબતમાં શાસ્ત્રોનાં મંતવ્યો પણ ટાંકયા છે. મેં પરમાત્મા હી ગુરૂ ઔર દેવતા હૂં. મૈ હી મંત્રાર્થ હૂં. પરમાત્મા ગુરૂ ઔર મંત્રમેં ભેદબુદ્ધિ રખનેવાલા શાસ્ત્ર કે મર્મ કે અજ્ઞાન મનુષ્ય નરકમેં જાતા હૈ.

આગામી મંગળવારનાં રોજ વહેલી સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે તથા સાયકાલીન મહાઆરતી ૭:૩૦ કલાકે કરવામાં આવશે. સવારનાં ૯ થી ૧૧ વાગ્યા સુધી પરમ પૂજય સદગુરુદેવ ભગવાનનું પુજન ષોડષોપચાર પુજન, રામરક્ષા સ્ત્રોત, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગત રામ સ્તવરાજ પાઠ શ્લોક, પાઠ તથા એક એક શ્લોક સાથે પુષ્પાંજલી પ.પૂ.સદગુરુદેવ ભગવાને અર્પણ થશે. સદગુરુદેવ ભગવાનનાં દર્શન ઝાંખી માટે સવારે ૫:૩૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી તથા બપોરે ૩:૦૦ થી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી નિજ મંદિર ખુલ્લુ રહેશે. ચરણપાદુકાનાં દર્શન સવારે ૧૧ થી ૧:૩૦ તથા બપોરે ૩:૦૦ થી રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સદગુરુ મહાપ્રસાદનો સમય સવારનાં ૧૦:૩૦ થી બપોરે ૨:૩૦ સુધીનો રહેશે. રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ગ્રાઉન્ડ નં.૨, નાગબાઈ પાનવાળી શેરી, જુનો કુવાડવા રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ ઉપરાંત મનોકામના સંપૂર્તિ યજ્ઞ સવારે ૧૦:૦૦ થી રાત્રીનાં ૧૨:૦૦ વાગ્યા સુધી સદગુરુ બ્લડ ડોનેશન કેમ્પ સવારે ૯:૦૦ કલાકથી તેમજ કાલે નેત્રયજ્ઞ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.