નવરાત્રીના આગમનમાં માતાજીની અરાધના કરતા લોકો અલગ અલગ રસથાળ તેમજ ડ્રિંન્ક બનાવતા હોય છે ખાસ ગૃહિણીઓ નવરાત્રી માટે આ તહેવાર માટે ખુબ જ ઉત્સાહી જોવા મળતી હોય છે. તો તમારા માટે એક નવી વાનગી હાજર છે. જેને અલગ જ રીતે ડિલિશીયસ બનાવવામાં આવી છે.
સામગ્રી :
– ૧ કપ દૂધ, ૧ ટી સ્પુન બાજરીનો લોટ, ૦૧૧ ટી સ્પુન ઘઉંનો લોટ
– ૧ ટી સ્પુન ઘી, ૨ ટી સ્પનુ ખાંડ
– ૧ નારંગી, લીલી દ્રાક્ષ, ૧ નાનુ સફરજન
– ૨ નંગ કાજુ, ૫ નંગ કિસમિસ, ચપટી ઇયાલચીનો ભૂકો
રીત :
ઘી ગરમ મુકીને બંને લોટ શેકવા દૂધ ઉમેરી હલાવ્યા કરવું.
જરા જાડું થાય એટલે ખાંડ નાખવી, ખાંડનું પાણી બળે એટલે ઉતારી લેવું.
ઇલાયચીનો ભૂકો, કાજુના કટકા તથા કિસમિસ નાખી રાખને ઠંડી મુકવી
સફરજનને છોલીને છીણવું, નારંગીને ફોલી નાના કટકા, દ્રાક્ષના એકના બે કટકા કરવા.
ઠંડી રાખમાં ફ્રુટ ઉમરેવા. ફ્રટી રાબ સર્વ કરવી. આ અવસ્થામાં દૂધ જરુરી છે. પ્રોટીન તેમજ વિટામિન સી સમૃદ્વ વાનગી, ઘાત્રી માતા માટે યોગ્ય વાનગી છે.