લાઈવ ઓરકેસ્ટ્રા સાથે અર્વાચિન  દાંડિયારાસની  અનેરી રાસ-ઝરમર

દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જ્યાં ફક્ત બાળકો ઓરકેસ્ટ્રાનાં તાલમા , જગમગાટ રોશની તેમજ વિઝયુઅલ સ્ક્રીન ઇફેક્ટ અને માતાજીની આરાધના સાથે સમી ઉઠે છે . ત્રણ વર્ષ બાદ બાલભવન રાજકોટનાં માનદ મંત્રી  મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી  ડો . અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) નાં માર્ગદર્શન હેઠળ બાલભવનનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ તથા બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે ફરિ એવા જ આયોજન માટેની તૈયારી કરવામાં આવી રહી છે.

નવરાત્રી મહોત્સવ તા . 26-09-2022 થી તા . 05-10-2022 બાલભવનનાં વિશાળ જોકર ગ્રાઉન્ડમાં ઓરકેસ્ટ્રાનાં તાલે રાસ – ગરબા નૃત્યનાં પડઘમ સાથે દરરોજ રાત્રે 8: 30 થી 11:30 દરમ્યાન ઉજવાશે.

જેમાં 5 થી 16 વર્ષનાં દરેક બાળકો ભાગ લઇ શકે છે . (ગૃપ – એ) 5 થી 10 વર્ષ અને (ગૃપ – બી) 12 થી 16 વર્ષે પ્રમાણે બાળ ખેલૈયાઓ ફોર્મ ભરી શકે છે . સીઝન પાસ ધરાવનાર દરેક બાળકને પ્રિન્સ / પ્રિન્સેસ જાહેર કરી ઇનામ પૂરસ્કાર આપી સન્માનીત કરવામાં આવે છે . તા . 05-09-2022 થી ફોર્મ ભરવાનાં શરૂ થશે . ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20-09-2022 રહેશે.

બાલભવન રાજકોટ આયોજિત નવરાત્રી મહોત્સવની વિશેષતા એ છે કે બાળકો માટે આચન દાંડિયારાસનું આ એકમાત્ર આયોજન હોય છે ને ફક્ત 5 થી 16 વર્ષનાં બાળકો એમાં પણ (ગૃપ – એ) 5 થી 10 વર્ષ અને (ગૃપ – બી) 11 થી 16  વર્ષ બે ગૃપમાં રમવાનું હોય લાઇવ ઓરકેસ્ટ્રા અદ્ભૂત સાઉન્ડ સિસ્ટમ તથા વિવિધ લાઇટીંગ સાથે બાળકો નિડરતાથી રમી શકે છે.

સીઝન પાસ ધરાવતા બાળકનાં વાલીઓ માટે જોવા માટેનાં બે ફી પાસ અને બેઠક વ્યવસ્થા અને એક ( છેલ્લા ) દિવસનો રમવાનો ફી પાસ પણ આપવામાં આવે છે. ઉપરાંત આરતી શણગાર  દાંડિયા શણગાર .  ગરબા શણગાર જેવી   સ્પર્ધાઓ પણ યોજાય છે .  યોજવામાં આવશે.  કાર્યાલયેથી ફોર્મ મેળવી લઇ ભરી આપવાનાં રહેશે , મર્યાદિત સંખ્યા લેવાની હોય માટે વહેલા તે પહેલાનાં ધોરણે ફોર્મ – એન્ટ્રી સ્વીકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.