રાજકોટમાં મેડીકલ પ્રેકટીસ કરતા તમામ શાખાના બ્રાહ્મણ ડોકટરો વચ્ચે એકતા આવે તે માટે બ્રહ્મ ડોકટર એસોસીએશન રાજકોટની રચના કરવામાં આવી છે. આ એસોસીએશનના સંગઠ્ઠનને મજબુત કરવા તથા તાજેતરમાં પૂર્ણ થયેલી નવરાત્રિને વિદાય આપવા માટે રાસ રમઝટ ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની નાગર બોડીંગના મેદાનમાં ગઇકાલે રાત્રે આ રાસોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યુઁ હતું.
આ રાસ રમઝટ કાર્યક્રમમાં બ્રહ્મ ન્યુરો સર્જન ટીમના ડો. પ્રકાશભાઇ મોઢા, ડો. હેમાંગભાઇ વસાવડા, ડો. કીરીટભાઇ શુકલ, ડો. રાજેન્દ્ર ભાઇ ત્રિવેદી, ડો. નીમીષભાઇ ત્રિવેદી, ડો. કાર્તિકભાઇ મોઢા, ડો. પુનીત ત્રિવેદી અને ડો. હાર્દ વસાવડાનો મુખ્ય સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમમાં બ્રાહ્મણ ડોકટરો તથા તેમના પરિવારજનો સુમધુર સંગીતના તાલે ગરબાના વિવિધ સ્ટેપો રજુ કરીને ઉત્સાહભેર નવરાત્રીને વિદાય આપી હતી. આ પ્રસંગે રાજકોટ બ્રહ્મ સમાજના રાજકીય, સામાજીક આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.
બ્રહ્મ ડોકટર એસોસીએશન રાજકોટના આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ ડો. બકુલભાઇ વ્યાસ, મંત્રી ડો. તત્સ જોષી, ડો. એન.ડી.શીલુ, ડો. જયેશભાઇ રાજયગુરુ, ડો. ભાવેશભાઇ જોશી, ડો. ત્રિવેદી, ડો. પ્રશાંત, ડો. શિંહોરા, ડો. ભાર્ગવ, ડો. પુલકીત સહીતના બ્રહ્મસમાજના ડોકટરોએ જહેમત ઉઠરાવી હતી. આ રાસ રમઝટ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીના વિજેતા બનેલા ખેલૈયાઓને ૪ર જેટલા ઇનામો આગેવાનોના હસ્તે આપવામાં આવ્યા હતા.