Abtak Media Google News

રૂ. 846 કરોડના ખર્ચે રાજકોટનું ભકિતનગર, સુરેન્દ્રનગર, સાવરકુંડલા સહીતના સ્ટેશનનું કરાશે નવિનિકરણ

ભારતીય રેલવે આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશભરના રેલવે  સ્ટેશનોને વિશ્ર્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઇ રહ્યું છે. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભરના 1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુન: વિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 1ર0 સ્ટેશન પશ્ર્ચિમ રેલવેના અધિકાર ક્ષેત્રમાં આવે છે. શહેરની બન્ને બાજુના વિસ્તારોના યોગ્ય એકીકરણ સાથે આ સ્ટેશનોને સીટી સેન્ટર્સ તરીકે વિકસાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 6 ઓગષ્ટે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના  હેઠળ ભારતીય રેલવેના 508 રેલવે સ્ટેશનોના પુન: વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. જેમાં ગુજરાત રાજયના ર1 રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશનનું રૂ. 846 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આ ર1 રેલવે સ્ટેશનોમાં અમદાવાદ વિભાગમાં વિરમગામ, અસારવા, કલોલ, પાલનપુર, નવા ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધ્રાંગધ્રા, ભરુચ, રમિયાગામ , કરજણ, વિશ્ર્વામિત્રી, ડભોઇ જયારે વડોદરા ડિવીઝનમાં ડરોલ અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે. ભાવનગર વિભાગના સાવરકુંડલા, બોટાદ, કેશોદનો સમાવેશ કરાયો છે.

જયારે રાજકોટ વિભાગના રાજકોટ ભકિતનગર અને સુરેન્દ્રનગરનું નવીનીકરણ કરવામાં આવશે. જેમાં સ્ટેશનોને સિટી સેન્ટર્સ તરીકે વિકસાવવા, સ્ટેશન બીલ્ડીંગનો પુન: વિકાસ કરાશે. પેસેન્જર સુવિધાઓ વધારાશે. સ્ટેશન પર લેન્ડસ્કેપીંગ, સ્થાનીક કલા અને સંસ્કૃતિની ઝાંખી કરાવાશે.રાજકોટના ભકિતનગર રેલવે સ્ટેશનને આશરે રૂ. 26.81 કરોડના ખર્ચે અને સુરેન્દ્રનગર સ્ટેશનને આશરે રૂ. 35.13 કરોડના ખર્ચે રી-ડેવલપ કરવામાં આવશે.

જેથી મુસાફરોને વધુ સારી યાત્રી સુવિધાઓ મળી રહેશે. સ્ટેશનના વેઇટીંગ રુમમાં સુધારો કરાશે. સિગ્નેજ અને લાઇટીંગમાં વધુ સુધારો કરાશે. સ્ટેશન પર મોડયુલર શૌચાલય બનાવવા સહીતના કાર્યો હાથ ધરવામાં આવશે. પશ્ર્ચિમ રેલવેના ર1 રેલવે સ્ટેશનના નવીનીકરણથી મુસાફરોની સુવિધામાં વધારો થશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.