• કોર્પોરેશન અને પોલીસના સહયોગ થકી સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ડ્રગ્સ સેવન વિરૂઘ્ધ જાગૃતિના આશયથી
  • વિવિધ ખેલ કુદ સ્પર્ધામાં જવલંત સફળતા મેળવી રાષ્ટ્રીય ફલક ઉપર રાજકોટને નામના અપાવનાર રમતવીરોને કરાશે સન્માનીત

રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના સંર્ંયુકત ઉપક્રમે રાજકોટમાં બીજી વાર યુવાધનને સ્વાસ્થ્ય અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ પ્રત્યે જાગૃત કરવા, તેમજ સમાજીક અને પયાસવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્સાહીત કરવાના ઉમદા ઉદ્દેશ સાથે તા. 28 ર્ડિેસેમ્બર, 2024 શનિવારના રોજ રાજકોટમાં નાઇટ હાફ મેરેથોન 2.0 નું ભવ્ય આયોજન રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસના સહયોગથી થવા જઈ રહ્ું છે.

દશેરાના શુભ દિવસર્થી શરૂ થયેલ રજીસ્ટરેશનને અપ્રતિમ પ્રતિસાદ સાપડી રહ્ો છે. હાલમાં 1000 થી પણ વધુ રજીસ્ટરેશન થઈ ચૂક્યા છે અને વધુને વધુ લોકો આ નાઈટ હાફ મેરેથોનમાં જોડાઈ રહ્ા છે. સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા તારીખ 17 નવેમ્બર સુધી 10% ડિસ્કાઉન્ટનો પણ લાભ આપવામાં આવી રહ્ો છે, તો વધુમાં વધુ લોકો આ નાઈટ હાફ મેરેથોનમાં જોડાય તેવી આયોજકોની અપીલ છે. રજીસ્ટરેશન માટે ૂૂૂફિષસજ્ઞિિીંક્ષક્ષયતિ. ભજ્ઞળ વેબસાઈટ તથા સર્ંપર્ક નંબર 87687 69797 ઉપર સવારે 10 થી સાંજે 06 સમય દરમિયાન સંપર્ક કરી શકાશે. રજીસ્ટરેશનની અંતિમ તારીખ 10 ર્ડિેસેમ્બર રહેશે. રાજકોટના યુવાઓને દેશ અને દુનિયામાં પ્રચલિત આ એથલેટીક રમત ર્સાથે જોડવાના આશયથી રાજકોટમાં બીજી વાર આ મેરેથોન દોડનું આયોજન થઈ રહ્ું છે.  તેમજ મોટા શહેરોમાં યોજાતી નામંકીત મેરેથોનમાં આખા દેશમાંથી દોડવીરો જોડાતા હોય છે. રાજકોટ નાઇટ હાફ મેરેથોનમાં નોંધાયેલ રેકોર્ડસ દેશમાં યોજાતી તમામ નામાંકીત મેરેથોનમાં માન્ય ગણાશે. આ મેરેથોન રાજકોટના રેસકોર્સ ખાતેથી રાત્રે દસ કલાકે શરુ થઈ વિવિધ વિસ્તારોમાં ફરી સ્ટાર્ટ પોઇન્ટ પર પૂર્ણ થશે.

રાજકોટ ખાતે વર્ષ 2016 થી કાર્યરત રાજકોટ રનર્સ એર્સોસીએશન તમામ માટે શારીરિક સ્વાસ્થ્યના સૂત્ર ર્સાથે જોડાયેલુ ગુજરાત અને દેશમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત 18 થી 75 વર્ષની વયજુથના એલીટ લોકોનું 275 થી વધુ સર્ભ્યો ધરાવતુ ગ્રુપ છે. જેમણે ગત ર્વે માર્ચ 2023 માં ર્સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ડ્રગ્સના ર્સેવન વિરુઘ્ધ જાગરુકતા લાવવાના શુભ આશય ર્સાથે રાજકોટ નાઇટ હાફ મેરેથોન ઇવેન્ટ યોજી યુવાઓમાં સ્વાસ્થ્યની જાગરુકતા ફેલાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જ્યારે વર્ષ 1987 થી કાર્યરત 150 થી વધુ સર્ભ્યો ધરાવતું રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટર એ એક આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા છે, જેનો હેતુ માનવતાવાદી સેવાઓ પ્રદાન કરવા, તમામ વ્યવસાયોમાં ઉચ્ચ નૈતિક ધોરણોને પ્રોત્સાહિત કરીને સમગ્ર વિશ્વમાં સદભાવના અને શાંતિ સ્થાપી વ્યવસાય અને વ્યાવસાયિક નેતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો છે.

આ નાઈટ હાફ મેરેથોન સ્પર્ધા પહેલા એટલે કે તા. 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજકોટ ખાતે બીબ એક્સ્પોનું આયોજન થવા જઈ રહ્ું છે. રાજકોટ બહારથી આવતા સ્પર્ધકો અને મુલાકાતીઓ માટે તા. 28 ના રોજ સ્પેશ્યલી બીબ પ્રદર્શન સાજ  સુધી ચાલુ રાખવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન રાજકોટનું પ્રતિનિધિત્વ કરી વિવિધ ખેલ-કુદ સ્પર્ધામાં જવલંત સર્ફળતા મેળવી રાષ્ટ્રીય ફલક ઉપર રાજકોટને નામના અપાવનાર રમતવીરોને સર્ન્માનિત કરવામાં આવશે.

આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ અસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિહ વાઢેર, ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, સહ-મંત્રી  રવિ ગણાત્રા, શૈલેષભાઈ ગોટી, સનતભાઈ માખેચા, પ્રોજેક્ટ ચેરમેન પુનિતભાઈ કોટક, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ જયદિપભાઈ વાઢેર, સેક્રેટરી આશિષભાઈ જોર્શી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ દિપેનભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ મેહુલભાઈ નથવાણી સર્હીતના તમામ હોદેેદારોના માર્ગદર્શનમાં રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સર્ભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. દર ટકા ડિસ્કાઉન્ટનો લાભ લેવા ત્વરિત રજીસ્ટરેશન કરાવવા રમતવીરો અને મેરેથોનના ચાહકોને આયોજકો દ્વારા ઇજન કરવામાં આવે છે.

રાજકોટ રનર્સ એસોર્શીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન  પુનિતભાઈ કોટક, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડન્ટ જયદિપભાઈ વાઢેર, ર્સેક્રેટરી આશિષભાઈ જોર્શી,  જયદેવભાઇ સહિતના હોદેદારો જણાવેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.