જામનગરમાં એરપોર્ટ માર્ગે નવ નિર્મિત આર.ટી.ઓ કચેરીનું મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

dsf

જામનગરમાં નવી આર.ટી.ઓ. કચેરીમાં આ તકે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, જિલ્લા કલેક્ટર રવિશંકર, રેસીડેન્ટ બેડી કલેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયા, આર.ટી.ઓ કચેરીના અધિકારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વેળાએ મુખ્યમંત્રીએ જામનગરવાસીઓને નવી આરટીઓ કચેરીનો લાભ મળવા બદલ અભિનંદ પાઠવ્યા હતા.

matter 1 2

સાથે રાજ્યમંત્રી, મેયર અને જિલ્લા કલેક્ટર સહિતનાએ પણ સંબોધન કરી આરટીઓ કચેરીની સેવાની માહિતી પ્રદાન કરી હતી. ઉલ્લેખનીય છે કે હવે નવી આરટીઓ કચેરી મળવાથી શહેરીજનોને ઘણી સરળતા મળવાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.