1548 ફોર્મ રિજેકટ થવામાં મુખ્ય કારણ રેસીડેન્ટલ આધારોનું જોવા મળ્યું
રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળ દર વર્ષે સરકારશ્રી દ્વારા ધો.1માં ખાનગી શાળામાં જરૂરિયાતમંદ વાલીના સંતાનોને પ્રવેશ આપે છે. દર વર્ષે તેમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશંતની સંખ્યા કરતા 4 ઘણા ફોર્મ ભરાય છે. ચાલુ વર્ષે રાજકોટ શહેરમાંથી 11866 ફોર્મ ધો.1માં પ્રવેશ મેળવવા ભરાયા હતા જે પૈકી 1548 ફોર્મ વિવિધ ખામીને કારણે રીજેકટ થતાં 9729 ફોર્મ માન્ય રહ્યા સમયગાળો ફોર્મ સુધારવા ઘટતાં વાલીઓની માંગણી સંદર્ભે શિક્ષણ વિભાગે રીજેકટ થયેલા વાલીના સંતાનોના ફોર્મમાં જરૂરી સુધારા વધારા માટે તા.17 થી 19 જુલાઈ ત્રણ દિવસની તક આપવામાં આવી છે.
દર વર્ષે ધો.1ના પ્રવેશની સંખ્યા સાથે 25 ટકા બાળકો ધો.1માં શાળાઓ ભરાતી હોય છે. ગત વર્ષે 4200 જેટલા બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ અપાયો હતો જે આ વખતે ઘટીને 3500 થયેલ છે. કોરોનાને કારણે ધો.1ના વર્ગ દીઠ સંખ્યા ઘટવાને કારણે ધો.1ની આર.ટી.આઈ. પ્રવેશ આપવાની સંખ્યામાં ઘટાડો થયો છે.
આગામી સમયમાં ધો.1ના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સરકાર જાહેર કરશે. ઓનલાઈન રીજેકટ થયેલા ફોર્મ સુધારવામાં વેબપોર્ટલમાં અરજી નંબર અને જન્મ તારીખ નાંખતા તેમાં સુધારો કરવાનો વાલીઓ ત્રણ દિવસ તક આપવામાં આવી છે. રેસીડેન્ટ આધારોમાં મોટાભાગની ક્ષતિ જોવા મળેલ છે.રાજકોટ શહેરમાં 11866 આવેલા ફોર્મમાંથી 3500 બાળકોને જ પ્રવેશ અપાશે તેમ જાણવા મળે છે.
ધો.1ના કુલ પ્રવેશ બાળકોનાં 25 ટકા બાળકોને પ્રવેશ અપાય છે: શાસનાધિકારી કિરીટસિંહ પરમાર
કોરોનાને કારણે ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં વાલીઓ પ્રવેશ લેતા ઈન્ડેકસ ઝીરોને કારણે ધો.1ના વર્ગની કુલ પ્રવેશ સંખ્યા ઘટતા આ વર્ષે ગત વર્ષકરતાં ધો.1માં ઓછા બાળકોને પ્રવેશ મળશે. રાજકોટ શહેરમાં 1548 ફોર્મ વિવિધ ખામીને કારણે રીજેકટ થયા છે. જે તા.17 થી19 ત્રણ દિવસ સુધારી શકશે.