૬૦૦ થી વધારે ખ્યાતનામ ડોકટરો જ્ઞાનની આપ-લે કરશે: પ્રથમ દિવસે સેલીબ્રીટીઝ ડોકટર મુકી લાકડાવાલાએ પત્રકાર પરિષદસંબોધી

જુનાગઢના આંગણે જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ખાતે ગઇકાલથીગુજ સર્જ કોન્ફરન્સ શરુ થવા પામી છે. ગઇકાલથી શરુ થયેલ કોન્ફરન્સ  ત્રિદિવસીય એટલે કે તા.૧૬ સુધી ચાલુ રહેશે. આ કોન્ફરન્સમાં ૬૦૦ થી વધુ જનરલ સર્જનો ભાગ લઇ રહ્યા હોવાનું આયોજક કમીટીનાચેર યર્સન ડો. ડી.પી. ચીખલીયાએ જણાવ્યુ હતું  કોન્ફરન્સના પ્રથમ દિવસે બેરીયાટીક સર્જરીના માસ્ટક ગણાતા અને સુેલીબ્રીટી

ડોકટર તરીકે મુઝફર લાકડાવાલાએ ગઇકાલે સર્જરી કરી હતી સાથે સાથે એક પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જેમાં બેરીયાટીક સર્જરી તેમજ ડાયાબીટીસના મુદ્દે ચર્ચાઓ થઇ હતી. ૧૦,૦૦૦ થી વધુ સર્જરી તેમજ ૫૦,૦૦૦ જેટલી લેપ્રોસ્કોપી કરનારઅને વર્લ્ડના ટોપ ડોકટરોમાં સ્થાન મેળવનાર ડોકટર વર્તુળમાં મૂફી લાકડાવાલા તરીકે ઓળખાયછે. તેમણે જુનાગઢ જીએમઇઆરએસ મેડીકલ કોલેજ તેમજ હોસ્પિટલને વ્યવસ્થાને એશીયાની સારી હોસ્પીટલ સાથે સરખાવી હતી. સાથે સાથે આયોજક કમીટીના ડી.પી. ચીખલીયા તેમજ જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ડીનના સતત માર્ગદર્શન અને જહેમતથી જુનાગઢમાં ચાલનાર આ ત્રિદિવસીય કોન્ફરન્સનો અનેકને લાભ મળશે તેવું જણાવાયું હતું.  આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢના મજેવડી દરવાજા ખાતે આવેલ જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે ગુજ સર્જ કોન્ફરન્સ યોજાઇ રહીછે. ૧૪, ૧૫ અને ૧૬ ડીસેમ્બર એમ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ૬૦૦ થી વધુ તબીબો  આવ્યા હોવાનું ડો. ડી.પી. ચીખલીયાએ જણાવ્યું હતું કોન્ફરન્સના પ્રથમ દિવસે વર્લ્ડ ફેમસ બેરીયાટીક સર્જન મુઝફલ લાકડાવાલા એ બેરીયાટીક સર્જરી વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે ૧૩ વર્ષના ૧૩૦ કિલોના તરણની અને રપ વર્ષથીસંપૂર્ણ બેડમાં રહેલા પ૦૦ કિલો વજનની મહીલાની બેરીયાટીક સર્જરી કરી છે.

૧૦,૦૦૦ બેરીયાટીક સર્જરી સહીત કુલ ૫૦,૦૦૦ સર્જરી કરી છે પરંતુ જો પરહેજ રાખવામાં ન આવે તો બેરીયાટીક સર્જરી પછી પણ વજન વધી શકે ડાયાબીટીસના કારણે ૭૦ મીલીયન લોકો વિવિધ બિમારીનો શિકારબન્યા છે. જાડાપણાના ૮૦ ટકા કેસ ડાયાબીટીસના કારણે થાય છે.સ્કુલ, કોલેજમાં રમત ગમતનું મેદાન હોવું જોઇએ જેથી  વ્યાયામ થતા બીમારી નાનપણગી અટકીજાય સુગરના કારણે અનેક બિમારી થાય છે. માટે જે રીતે સીગારેટના બોકસ પર લખાય છે કે સીગારેટ કિલ તેમજ સુગર કીલ લખાવુ  જોઇએ મોંધી સારવારનું કારણ જીએસટીજેવા સંશોધન માટે પુરતુ ફંડ ન આપતી હોવાની પણ વ્યથા ઠાલવી હતી ટીવી એકમાં દર્શાવાતા ન્યુટ્રીશીયનમાં સુગરનું પ્રમાણ વધુ હોવા બીમારી વધે છે. આ તકેુ અત્ય તબીબોને આધુનીક સર્જરી અંગે માહીતી મળી રહે તે માટે સર્જરીનું લાઇવ કરવામાં આવ્યું હતુ જેમાં તબીબોના મનમાં ઉઠતા સવાલોનું નિરાકરણ પણ બતાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.