રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે ડી.એન.પટેલ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પો.સ.ઇ. કૃણાલ પટેલ તથા તેમની ટીમને મળેલ વધુ એક સફળતા જેમાં આર.આર.સેલના સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે, જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સુધાધુન ગામની સીમમાં આવેલ કેતનભાઇ લખમણભાઇ ચોવટીયા ની કબ્જા-ભોગવટાની વાડીની ઓરડીમાં ઇંગ્લીશ દારુ ઉતારી વેચાણ કરે છે.
જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોચી રેઇડ કરતા વાડીની ઓરડીમાં તપાસ કરતા વાડીની ઓરડીમાં છુપાવી-સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાંડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૪૭૦૪, કિ.રૂ.૨૦,૦૨,૮૦૦/-તથા મોબાઇલ ફોન-ર કિ.રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૨૦,૦૫,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી
આરોપી (૧) કેતન લખમણભાઇ ચોવટીયા રે.સુધાધુનગામ, ધ્રોલ, જામનગર તથા (ર) યુસુફ ઉર્ફે ભુરો હાસમભાઇ હિંગોરા રે.જંગલેશ્વર રાજકોટ વાળાઓને ધોરણસર અટક કરેલ તેમજ હાજર નહી મળી આવેલ (૩) મહેબુબ હુશૈન પઠાણ રે.રાજકોટ તથા (૪) ગાંડુભાઇ રે.રાજકોટ તેમજ સદર માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ ધ્રોલ પો.સ્ટે. ગુનો રજી. કરાવી આગળની તપાસ આર.આર.સેલ રાજકોટ ચલાવી રહેલ છે.