ધ્રાગધ્રા તાલુકામા ચાલતી દારુની બદી પર પોલીસ ક્યારેય નિયંત્રણ નથી રાખી શકી ઉલટાની સ્થાનિક પોલીસ આ તમામ બુટલેગરો સાથે સાંઠ-ગાંઠ રાખી ખીસ્સા ભરવાનુ કામ કરી રહી છે તેવામા ધ્રાગધ્રા તાલુકાના કોંઢ ગામે છેલ્લા કેટલાક સમયથી ચાલતા મોટા પ્રમાણમા દારુનુ હોલસેલ વેપાર પર ગઇકાલે સાંજે રાજકોટ રુલર પોલીસ ત્રાટકી વિદેશીદારુના મોટા પ્રમાણમા જથ્થો ઝડપી પાડતા સ્થાનિક તાલુકા પોલીસનુ નાક કાપ્યુ છે.
જ્યારે હાલમાજ ધ્રાગધ્રાના પથૃગઢ ગામે વિદેશીદારુના કટીંગ સમયે આર.આર.સેલના દરોડામા કેટલાક સ્થાનિક પોલીસ તથા જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ તથા પોલીસકમીઁઓની બદલી તથા સસ્પેન્ડના ઓડઁર નિકળ્યા હતા. ત્યારે ફરી રાજકોટ રુલર પોલીસે સક્રિયતા દશાઁવી ધ્રાગધ્રા તાલુકાના કોંઢ ગામે ઘણાસમયથી ચાલતા વિદેશીદારુના હોલસેલ વેપારની બાતમી રાજકોટ આર.આર.સેલને મળતા તુરંત આર.આર.સેલનો સ્ટાફ ધ્રાગધ્રાના કોંઢ ગામે રવાના થયો હતો જ્યારે આર.આર.સેલની બાતમીવાળા સ્થળે પહોચી કોંઢ ગામની સીમમા આવેલી વાડીની ઓરડીમા તપાસ કરતા બંધ ઓરડીની અંદરથી વિદેશીદારુનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જે આર.આર.સેલ દ્વારા કબ્જે કરી ગણતરી કરતા વિદેશીદારુની બોટલ નંગ ૬૯૨ કિમત રુપિયા ૨૬૨૮૦૦ તથા બિયર ટીન નંગ ૪૨૨ કિમત રુપિયા ૪૨૨૦૦ એમ કુલ મળી ૩૦૫૦૦૦નો મુદ્દામાલ ઝડપી લઇ દારુનો વેપલો કરતા બુટલેગર રાજભા હનુભા ઝાલા રહે:- કોંઢની તપાસ કરતા જાણવા મળેલ કે પોતે જ આ દારુનો હોલસેલ વેપાર કરે છે તથા આર.આર.સેલના દરોડા બાદ તેઓ બારોબારથી જ જાણ થતા નાશી ગયેલ હોય જ્યારે પોલીસે આ બુટલેગર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી કોંઢ ગામે ચાલતા દારુના હોલસેલ વેપલામા ધ્રાગધ્રા તાલુકાના કેટલા સ્થાનિક પોલીસકમીઁઓ સંડોવાયેલ છે જેવી તમામ વિગતો પણ બહાર આવશે તેવી શક્યતા દશાઁવી છે.
ત્યારે હાલ તો ગણ્યા ગાઠ્યા દિવસોમા ધ્રાગધ્રા તાલુકા પોલીસની હદમા બે સ્થળોએ દરોડા કરી આર.આર.સેલ દ્વારા તાલુકા પોલીસનુ નાક કાપી નાખ્યુ છે. હવે જોવાનુ રહે છે કે પથૃગઢ ગામના દરોડાની માફક ધ્રાગધ્રાના કોંઢ ગામે દારુનો મોટો જથ્થો ઝડપાયા બાદ અહિના બીટજમાદાર પર રેલો આવે છે ? કે પછી બધુ ભીનુ સંકેલાય છે ?