૧૩ મતદારોએ કર્યુ મતદાન: પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા થઇ: મતદાન વેળાએ અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ
રાજકોટ-લોધિકા સંઘની ૩ બેઠકોની આજે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રીયા યોજાઇ હતી. કુલ ૧૩ મતદારોએ ૩ બેઠકો માટે મતદાન કર્યુ હતુ.
સહકારી ક્ષેત્રની ખ્યાતનામ એવી રાજકોટ લોધીકા સહકારી સંઘની ૩ બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ ચુંટણી યોજવામાં આવી હતી.
ચુંટણી વ્યવસ્થામાં ૧૫ જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામા આવી હતી. આ વેળાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. વધુમાં વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને કોરોનાના લક્ષણો હોય તેવા મતદારોને મતદાન કરતા અટકાવવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો હતો. અગાઉ અરવીંદ રૈયાણી વુથ અને નિતિન ઢાંકેચા જુથ ૧૫ બેઠકોમાંથી ૧૨ બેઠકો બીન હરીફ જાહેર થઇ હતી. બાકીની ત્રણ બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં શાંતિપૂર્ણ રીતે ૧૩ મતદારોએ ૩ બેઠકો માટે મતદાન કર્યુ હતુ.
મતદાર વિભાગ ઉમેદવારો
ગ્રુપ-૩ પ્રવિણ સખિયા અને ભુપેન્દ્રસિંહ જાડેજા
ગ્રુપ-૮ લક્ષ્મણ સિંઘવ અને કરશન ડાંગર
ગ્રુપ-૧૫ નરેન્દ્ર ભુવા અને રધુવીરસિંહ જાડેજા