- રૂ.પની ફેસ વેલ્યુના શેર દીઠ રૂ.270 થી 288 નો પ્રાઇઝ લેન્ડ નકકી કરાયો
આર કે સ્વામી લિમિટેડ (કંપની અથવા ઇશ્યૂઅર) ઇક્વિટી શેર દીઠ રૂ. 270થી રૂ. 288ના પ્રાઇઝ બેન્ડ પર (શેર પ્રિમિયમ સહિત) (ઓફર પ્રાઇઝ) (ઓફર) કેશ માટે પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના સુધીના ઇક્વિટી શેર્સ (ઇક્વિટી શેર્સ)નો આઈપીઓ (આઈપીઓ) સોમવાર, 4 માર્ચ ના રોજ ખોલવા જઈ રહી છે. બિડ્સ લઘુતમ 50 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 50 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (પ્રાઇઝ બેન્ડ). એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ શુક્રવાર, 1 માર્ચ, 2024 છે. બિડ-ઓફર સોમવાર, 4 માર્ચ ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને બુધવાર, 6 માર્ચ, 2024ના રોજ બંધ થશે (બિડ-ઓફર ગાળો).
ઓફરમાં રૂ. 1,730 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને 87,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (ઓફર્ડ શેર) (ઓફર ફોર સેલ અને ફ્રેશ ઇશ્યૂ સાથે, ઓફર)નો સમાવેશ થાય છે જેમાં શ્રીનિવાસન કે સ્વામી દ્વરા 17,88,093 સુધીના ઇક્વિટી શેર્સ, નરસિંહન કૃષ્ણાસ્વામી દ્વારા 17,88,093 સુધીના ઇક્વિટી શેર્સ, ઇવાન્સ્ટોન પાયોનિયર ફંડ એલ.પી. દ્વારા 44,45,714 સુધીના ઇક્વિટી શેર્સ અને પ્રેમ માર્કેટિંગ વેન્ચર્સ એલએલપી દ્વારા 6,78,100 સુધીના ઇક્વિટી શેર્સ (સંયુક્તપણે, વેચાણકર્તા શેરધારકો)નો સમાવેશ થાય છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી આવકનો ઉપયોગ કરવાની યોજના છે: રૂ. 540.00 મિલિયનની કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા, રૂ. 109.85 મિલિયનનો ડિજિટલ વીડિયો ક્ધટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયો (ડીવીસીપી સ્ટુડિયો) ઊભો કરવા માટે કંપની દ્વારા કરાયેલા મૂડી ખર્ચને ફંડ આપવા, કંપની અને મટિરિયલ સબસિડરીઝ હંસા રિસર્ચ ગ્રુપ પ્રાઇવેટ લિમિટેડ (હંસા રિસર્ચ) અને હંસા ક્ધઝ્યુમર ઇક્વિટી પ્રાઇવેટ લિમિટેડ (હંસા કસ્ટમર ઇક્વિટી) ના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રૂ. 333.42 મિલિયનનું રોકાણ કરવા તથા રૂ. 217.36 મિલિયનના ખર્ચે કંપનીના કમ્પ્યૂટર સહાયિત ટેલિફોનિક ઇન્ટરવ્યૂ સેન્ટર્સ (સીએટીઆઈ) તથા નવા કસ્ટમર એક્સપિરિયન્સ સેન્ટર્સ (સીઈસી) ઊભા કરવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે.