દેશમાંથી ૪૦૦ જેટલા છાત્રોએ લીધો ભાગ! વ્યાખ્યાન, પોસ્ટર પ્રદર્શન ઈનોવેટેડ મોડેલ એકિઝબીશન જેવી સ્પર્ધાઓ યાજાઈ
સ્કુલ ઓફફિઝીયોથેરાપી, આર કે યુનિવર્સીટી ખાતે ૧૧માં રાષ્ટ્રીય મહા અધિવેશન ફિઝીયોફેસ્ટ ૨૦૨૦નું ભવ્ય આયોજનકરવામાં આવ્યું હતું.
આ વર્ષે મુવમેન્ટ ફોર લાઈફ થીમઉપર યોજાયેલ આ મહાઅધિવેશનમા ભારતનીઅનેક ખ્યાતનામફિઝીયોથેરાપી કોલેજોના ૪૦૦ થીવધુ વિદ્યાર્થીઓ જોડાયા અને અનેકસ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ જેમકે સંશોધન પત્રોનું વ્યાખ્યાન,પોસ્ટર પ્રદર્શન, ઇનોવેટીવ મોડેલ એક્ઝીબીશન, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી સ્પર્ધાઓમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કોન્ફરન્સના મુખ્ય મહેમાનસ્વર્ણિમ ગુજરાતસ્પોર્ટ્સ યુનિવર્સીટીના વાઈસચાન્સેલર, ડો. અર્જુનસિહ રાણા દ્વારાસતત દસ વર્ષથીચાલી રહેલા આજ્ઞાનયજ્ઞને બિરદાવવામાં આવ્યું હતું. પંજાબી યુનિવર્સીટીના ફિઝીયોથેરાપી વિભાગના પ્રોફેસરઅને સ્પોર્ટ્સ મેડીસીન વિભાગનાઅધ્યક્ષ ડો.એ.જી.કે. સિન્હાએ વિદ્યાર્થીઓનેકસરત દ્વારા મગજનાજ્ઞાનતંતુને નિષ્ક્રિય જ્ઞાનતંતુના કાર્ય માટેતાલીમ આપી શરીરને કાર્યશીલ બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપેલ.
ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સીલના કાઉન્સીલર ડો.યજ્ઞા શુક્લા દ્વારા શારીરિક સક્રિયતાથી અનેક શારીરિક અને માનસીક રોગોની સારવારઅંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઉપરાંત ઈંજઇગ માન્ય ફીઝીયોફોરમનુ પણ વિમોચન કરવામાં આવ્યું હતું . કોન્ફરન્સના પહેલા તથા પછીના દિવસે વિવિધ સર્ટીફાઇડ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં તપાસ અને સારવાર અંગેના નવા સંસોધન ઉપર ભાર મુકવામાંઆવ્યો હતો.