૧૩૦ ટીમો માંથી આર.કે. યુનિ.ના પાંચ વિદ્યાર્થીઓની ટીમે મેળવી સફળતા
ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા યોજાયેલી બાયોથોનમાં કુદરતી સંશાધનોનું સંરક્ષણ વિષય હેઠળ આર.કે. યુનિ. ના એમ.એસ.સી. માઇક્રોબાયોલોજીના પાંચ વિઘાર્થીઓની ટીમ ડો. વિજય કુમારના માર્ગદર્શન હેઠળ બેસ્ટ પરફોમીંગ ટીમનો એવોર્ડ મેળવ્યો છે અને સાથો સાથ ૧ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ મેળવ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં જયા વીજળીની માંગ વધી રહી છે અને વીજળી માટેના સાધનો મર્યાદિત છે.
આપણા કુદરતી સંસાધનો ઘટી રહ્યા છે તેને નિવારવા માટે આ ટીમ વિજળી ઉત્પાદન માટે ગંદા પાણીનો ઉપયોગ કરવાના વિચાર સાથે આવી જેમાં તેઓએ બાયોલોજિકલ પાવર બેન્કની રચના કરી છે. જે ગટરના પાણી પર ચાલે છે. અને સુક્ષ્મજીવોની મદદથી વીજળી ઉત્પન્ન કરે છે. તેના પરનું કાર્ય હજી ચાલી રહ્યું છે. અને આ ડીઝાઇન પેટન્ટની પ્રક્રિયામાં છે. આર.કે. યુનિ. ની આ ટીમમાં દેવેન્દ્ર રાઠોડ, કલ્પેશ સિંધવ, વિપુલ ડાંગર, અભિજિત મકવાણા અને ઠાકર્ષી માવેશિયા એમ પાંચ સભ્યો હતા.સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૩૦ ટીમોએ પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર ૨૫ ટીમો પસંદ કરવામાં આવી હતી. અને દરેક ટીમને તે સમયે રૂ પ૦ હજારની નાણાકીય સહાય પુરી પાડવામાં આવી હતી. આર.કે. ની ટીમે આર.કે. યુનિ.માં ઇનકયુબેશન સેન્ટરે એમના આ પ્રોજેકટ પર કાર્ય કર્યુ હતું.
છેલ્લી રપ ટીમોનું બે મહિને મૂલ્યાઁકન કરવામાં આવ્યું હતું. અને દરેક થીમમાં એક વિજેતા જાહેર કરવામાં આવી હતી. આર.કે. યુનિ.ના વિઘાર્થીઓના સખત કાર્ય અને આર.કે. ફિઝીકલ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ તેમજ આર.કે. યુીનવસીટીના એન્જીનીયરીગ ડીપાર્ટમેન્ટના સતત સમર્થનથી આ શકય બન્યું હતું.