ઇનોવેશન અને સ્ટાર્ટ અપને હંમેશા પ્રોત્સાહીત કરતી રાજકોટની આર.કે. યુનિવર્સિટીને શિક્ષણ મંત્રાલય દ્વારા ઇનોવેશન સંબંધીત સૂયકાંકોને ઘ્યાનમાં રાખીને દેશની ટોપ પ૦ ખાનગી યુનિવર્સિટી માં સ્થાન આપવામાં આવેલું છે. અહી ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રાલય દ્વારા ઇનોવેશન રેન્કિંગમાં વૈશ્ર્વિક સ્તરે ઉપયોગમાં લેવાતા સૂયકાંકોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો જેથી ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને સ્તરે વધુ સારી રીતે કાર્યરત કરી શકાય, વિવિધ કેટેગરી હેઠળની કુલ ૬૭૪ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા એઆરઆઇઆઇએ ૨૦૨૦ રેન્કિંગમાં ભાગ લેવામાં આવ્યો હતો.
મુખ્યત્વે નીચે દર્શાવેલ ૬ પરિબળોને ઘ્યાનમાં રાખીને આર.કે. યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરના એઆરઆઇઆઇએ ૨૦૨૦ રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. આઇપીઆર, ઇનોવેશન, સ્ટાર્ટ-અપ અને એન્ટરપ્રેનરશીપ પર કરવામાં આવેલ આયોજનો અને પ્રવૃતિઓ, ઇનોવેશન અને એન્ટરપ્રેનરશીપને સમર્થન આપવા માટે પ્રી ઇન્કયુબેશન અને ઇન્કયુબેશન માટે માળખાગત સુવિધાઓ, ઇનોવુેશન અને એન્ટરપ્રેનરશીપને પ્રોત્સાહન અને ટેકો આપવા માટેનું વાર્ષિક બજેટ, ઇનોવેશન, આઇ.પી.આર. અને એન્ટરપ્રેનરશીપ વિકાસ પરના અભ્યાસક્રમો, ઇંટલેકચ્યુઅલ પ્રોપટી ટેકનોલોજી આપ-લે અને વ્યસાયિકરણ, સફળ ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ્સ અને ફંડિગ ઇનોવેશન અને સ્ટાર્ટ અપ્સની સંખ્યા
રેન્કિંગમાં સ્થાન મેળવીને આર.કે. યુનિવસિટીએ ફરી એકવાર રાજકોટ અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે નોંધાવ્યું છે. આર.કે. યુનિ. દ્વારા વિઘાર્થીઓ અને ઉઘોગસાહસિકોને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટેની શ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડવામાં પ્રયાસો આ જ રીતે ભવિષ્યમ)ં પણ થતા રહેશે તેવું આર.કે. યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.