800થી વધુ ઉત્સાહિત વિદ્યાર્થીઓએ લીધો ભાગ

આર કે યુનિવર્સિટીમા બેઝ વિસ્ટા 2023 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ છેલ્લા 8 વર્ષથી થાય છે.બીઝ વિસ્ટામા અલગ અલગ ઇવેન્ટ રાખવામા આવી હતી. જેમાં ફોટો ક્લિક, બીઝ ક્વિઝ, ટ્રેસર હન્ટ, મોવિઝ મંત્રા, રંગોલી સ્પર્ધા રાખવામા આવી હતી. આ સ્પર્ધામાં રાજકોટની અલગ અલગ કોલેજના 500 થી વધૂ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર  ભાગ લીધો હતો.

સ્પર્ધામાં પ્રથમ ત્રણ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સહિત કર્યા તેમજ ઉપસ્થિત લોકોએ છાત્રાઓની કળાને તાળીઓના ગડગડાટથી વધાવી હતી. બીઝ વિસ્ટા કાર્યક્રમને સફળ બનાવવા આર કે યુનિવર્સિટીના હેડ, ફેકલ્ટીસ અને સ્ટાફ મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Screenshot 3 24

સૌરાષ્ટ્રની પ્રથમ પ્રાઇવેટ યુનિવર્સિટી આરકે યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે 21 જાન્યુઆરી ના દિવસે રાજ્યસ્તરનો યંગ સાયન્સ કોનક્લેવ-2023 યોજાયો હતો. રાજ્યના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દિશા સૂચન એવી આ ઇવેન્ટમાં રાજ્યની 30 કરતાં વધારે કોલેજના 800 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પોસ્ટર મોડેલ અને ક્વીઝ જેવી વિવિધ શ્રેણીઓમાં ભાગ લઈને પોતાની અંદર છુપાયેલી પ્રતિભાવોને બહાર કાઢી 100 કરતા વધારે પોસ્ટર અને 40 કરતાં વધારે મોડલો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની આગળના અભ્યાસ માટે કયા ક્ષેત્રમાં આગળ વધવું તેનું દિશા સૂચન મેળવ્યું.

Screenshot 2 32 અદ્વિતીય કહી શકાય તેવું પોસ્ટર અને મોડલમાંથી 9 સૌથી શ્રેષ્ઠ મોડલ અને પોસ્ટરને રોકડ પુરસ્કાર નું  વિતરણ કરવામાં આવ્યું હતું. આ કોનક્લેવ ની સંપૂર્ણ તૈયારી કરાવનાર એવા સ્કૂલ ઓફ સાયન્સ ના ડાયરેક્ટર ડો. જયદીપ ચક્રવર્તી અને ક્ધવેનર ડો. જયેશ ધાલાણી  તથા ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. ખુશાલ કાપડિયા અને ડો. જીજ્ઞેષ કામદાર દ્વારા સર્વે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કલાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.

Screenshot 4 18વિદ્યાર્થીઓએ વિવિધ શ્રેણીઓમાં ભાગ લઈને પોતાની અંદર છુપાયેલી પ્રતિભાવો ખીલવી : ડેનિશ પટેલ

આર કે યુનિવર્સિટી એક્ઝિક્યુટિવ વાઇઝ પ્રેસિડન્ટ ડેનિશ પટેલે અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યુ કે બીઝ વિસ્ટાનું આયોજન આર કે યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાના સુવર્ણકાળમાં ભણતરની સાથે આવડત પણ કેળવી શકે જેમકે ટીમ વર્ક,જનરલ નોલેજ અને મિત્રની સાથે  કોમ્પિટિશનની ભાવના કેળવી શકે.

સ્કૂલ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ખુબ સરસ આયોજન કર્યુ હતું. એક યાદગાર દિવસ બનાવ્યો. અત્યારે ઇન્ડિયામાં કેરિયર મેકિંગ અને સાહસિકતા માટે સુવર્ણકાળ છે. આર કે યુનિવર્સિટીમા વિધાર્થીઓને હંમેશા પ્રોત્સાહિત કરવામા આવે છે.

Screenshot 5 26સ્કીલ , ટેલેન્ટ બહાર લાવવા ઉત્સાહિત વિદ્યાર્થીને કરાઈ છે પ્રોત્સાહિત: ડો. આરતી જોશી

આર કે યુનિવર્સિટી ડિરેક્ટર સ્કૂલ ઓફ મેનેજમેન્ટના  ડો. આરતી જોશીએ અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યુ કે બીઝ વિસ્ટા ઇવેન્ટ આઠ વર્ષથી કરીએ છીએ અને દર વખતે આ ઇવેન્ટ અંડર ગ્રેજ્યુએટ કોલેજ જે આખા રાજકોટને સૌરાષ્ટ્રની કોલેજ ના ઉત્સાહિત વિધાર્થીઓ ભાગ લે છે .વિદ્યાર્થીની  જે અંદરની સ્કીલ , ટેલેન્ટ બહાર લાવવા હેતુ છે. આ ઇવેન્ટ  વિધાર્થીઓને એક પ્લેફોર્મ પૂરું પાડે છે. જેમાં વિદ્યાર્થી પોતાની કળા દર્શાવી શકે . બીઝવિસ્ટા મા  પાંચ અલગ અલગ ઇવેન્ટ્સ છે ખાસ પહેલી બીઝ ક્વીઝ જેમાં  જનરલ નોલેજ ,બિઝનેસ, મુવીસ, પોલિટિક્સ એન્ટરટેનમેન્ટની પ્રશ્નોત્તરી કરવામાં આવી. સેક્ધડ છે ફોટો ક્લિક એટલે વિદ્યાર્થી પાસે જે ફોટોગ્રાફી સ્કીલ્સ છે એને પણ અહીંયા એ બહુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે છે જેમાં સૌથી વધારે સ્ટુડન્ટ  ભાગ લીધો છે. અંદાજે 150 થી વધારે વિધાર્થીઓ પાર્ટિસિપેટ થયા છે.  ચોથી ઇવેન્ટ છે. મુવીઝ મંત્ર છે.  . પાંચમી ઇવેન્ટ રંગોળી છે.એમાં પણ 16 ટીમ્સ છે.જેની થીમ સેવ ધ અર્થ છે.

Screenshot 7 20યંગ સાયન્સ કોન્કલેવમાં 800 થી વધુ વિધાર્થીઓએ લીધો ભાગ: ડો. જયેશ ધાલાણી

હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કેમેસ્ટ્રી એન્ડ સ્કૂલ ઓફ ઇકો સાયન્સ આર કે યુનિવર્સિટીના ડો.જયેશ ધાલાણીએ જણાવ્યુ કે યંગ સાયન્સ કોનકલેવનું આયોજન કરવામાં આવ્યું હતુ.  જેમાં ગુજરાતમાંથી 30 થી વધુ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અલગ અલગ કોલેજો માંથી વિદ્યાર્થીઓ વર્કિંગ મોડેલ લઇ આવેલા છે. જેમાં એક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, સ્માર્ટ સ્ટીક, સ્માર્ટ ઇરીગેશન સિસ્ટમ છે અને બીજાં અનેક પ્રોજેક્ટ સાયન્સ કોલેજના વિધાર્થીઓએ રજૂ કર્યા હતા.સાથે સાથે 90 ઉપર પોસ્ટર્સ રજુ કરેલા હતા. અનેક કોલેજના સ્ટુડન્ટ્સ છે. ફન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને ક્વિઝ કોમ્પીટીશન પણ રાખવામા આવી હતી.મોડેલ કોમ્પીટીશન છે પોસ્ટર કોમ્પિટિશન છે તેમાં દરેક સાયન્સના સ્ટુડન્ટ ઓન્લી બેચલર ઓફ સાયન્સના સ્ટુડન્ટ છે જેમણે પાર્ટિસિપમેન્ટ કરેલ છે. સાયન્સના વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઇન્ટર ડિસિપ્લિનરી રિસર્ચ પાછળ પ્રેરાય એ એક પ્રયાસ કરેલ છે. ગવર્મેન્ટ ફંડિંગ વિશે અમે એમને જાણકારી આપી છે.

Screenshot 6 23વિધાર્થીઓ સાયન્સ તરફ વધુ પ્રેરાય તે માટે આવી ઇવેન્ટનું કરાય છે આયોજન: જયદીપ ચક્રવતી

ડિરેકટર સ્કુલ ઓફ સાયન્સ આર કે યુનિવર્સિટીના જયદીપ ચક્રવતીએ જણાવ્યું કે  યંગ સાયન્સ કોંકલેવ અયોજન કરવામાં આવ્યું હતું.આ કોંક્લેવ સાયન્સના વિધાર્થીઓ માટે સાયન્સનો ઉત્સવ છે. અલગ અલગ કોલેજના સાયન્સના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. વિધાર્થી કોઈ એક ટોપિક પર રિસર્ચને લગતા મોડલ અને પોસ્ટર રજૂ કર્યા હતા. સાયન્સ ક્વીઝ યોજવામા આવી હતી. સાયન્સ હરણફાળની ગતિએ જઈ રહ્યું છે. ત્યારે ભારત પણ સાયન્સ ડેવલપમા આગળ વધી રહ્યું છે.સરકાર દ્વારા પણ સાયન્સના વિધાર્થીઓ વધુ ન વધુ રીસર્ચ કરે પ્રગતિ કરે તે માટેનિ સહાય કરે છે. વિધાર્થીઓ સાયન્સ તરફ વધુ પ્રેરાય તે માટે આવી ઇવેન્ટનું આયોજન કરી સાયન્સના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.