૨૯ ફેબુ થી ૧ માર્ચ સુધી બે દિવસીય પ્રાકૃતિક જીવન શૈલી શિબિર યોજાશે: નિરોગી રહેવા માટે ખ્યાતનામ નેચરોપેથી વકતા પ્રાકૃતિક આહાર વિહાર મનોવ્યથા વિશે સમજણ આપશે

આગામી ર૯ ફેબ્રુઆરી અને ૧ માર્ચના બે દિવસ રાજકોટના આજી ડેમ નજીક આર.કે.યુનિવર્સિટી ભાવનગર રોડ પર કુદરતી જીવનશૈલીનું રાષ્ટ્રીય જ્ઞાન સત્ર યોજવા જઇ રહ્યું છે.

આ જ્ઞાનસત્રમાં પંચ મહાભુતના માઘ્યમથી જીવનભર નીરોગી રહેવા માટેનું જ્ઞાન ભારતના ખ્યાતાનામ નેચરોપેથ વકતાઓ બે દિવસ આપશે અને પ્રાકૃતિક આહાર, વિહાર, મનોવ્યાપાર વિશે સમજણ આપશે. જેની માહીતી આપવા માટે શીબીરના પ્રતિનિધિએ અબતકની મુલાકાત લીધી હતી.

આ જ્ઞાન સત્રમાં નાના મોટા દરેક વ્યકિત અને સ્ટુડન્ટસ પણ સામેલ થઇ શકે છે.

રાજકોટમાં પાંચ વર્ષ બાદ ફરી આ આયોજન થઇ રહ્યું છે. તેમાં દેશભરથી લોકો સામેલ થનાર છે. જેઓ આ જ્ઞાનસત્રમાં જોડાશે તેઓને પેનલ ડીસ્કશનમાં સામેલ થવાની તક ઉપરાંત, નેચરલ ફુડ કુકીંૅગના વર્કશોપમાં પણ ભાગ લેવાની તક મળશે. ઉ૫રાંત પુસ્તકો ભરેલી કીટ બેટ અને સર્ટીફીકેટ પણ અપાશે.

પ્રાકૃતિક જીવનશૈલી શીબીરમાં આ આયોજનમાં સામેલ થવા ઇચ્છુક નાગરીકો, સ્ટુડન્ટો તા. ર૦ ફેબ્રુઆરી પહેલા પોતાનું રજીસ્ટ્રેશન સંસ્થાના કાર્યાલય નેચર કેર  સેન્ટર, લેન્ડ માર્ક બિલ્ડીંગ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ કોર્નર, રાજકોટ ફોન નં. ૦૨૮૧-૨૪૬૭૨૨૭, ૯૮૨૫૯ ૦૦૦૧૨ ઉપર સંયોજક હિમાંશુભાઇ લીબાસીયા અને દિનેશભાઇ મુંદડાનો સંપર્ક કરી શકશો.

આ શીબીરમાં નિમંત્રીત વકતા તરીકે ડો. હિતેષ જાની, વર્ધીભાઇ ઠકકર, રમણીક ગડા, શૈલેન્દ્ર ચતુર્વેદી, કરિશ્મા નારવાણી, કૌષાબેન મંકોડી, જીતુ પંચાલ, કમલેશ સોલંકી, આલાપ અંતાણી, કશ્યપ ત્રિવેદી, ડો. કમલ પરીખ ઉ૫સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.