રૂપાણી સરકારના મંત્રી મંડળમાં ટૂંક સમયમાં કરાશે મોટા પાયે ફેરફાર: વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કેબીનેટમાં સમાવાશે: પ્રદિપસિંહ જાડેજાને અપાશે પ્રમોશન
જન્માષ્ટમી પર્વ બાદ રૂપાણી સરકારના મંત્રી મંડળમાં મોટા પાયે ફેરફાર કરાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. કેબીનેટ મંત્રી આર.સી.ફળદુને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવે જ્યારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવાય તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાને પ્રમોશન આપી કેબીનેટ મંત્રી બનાવવામાં આવશે. જ્યારે વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો પણ કેબીનેટમાં સમાવેશ કરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, રૂપાણી સરકારના મંત્રી મંડળમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. હાલ રાજ્ય સરકારના મંત્રી મંડળમાં ૧૧ કેબીનેટ કક્ષાના મંત્રીઓ અને ૧૨ રાજ્ય કક્ષાના મંત્રી છે. પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ આર.સી.ફળદુ કૃષિ વિભાગના કેબીનેટ મંત્રી છે. આ સીવાય જામનગર જિલ્લામાંથી હકુભા જાડેજા પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. નવા મંત્રી મંડળમાં આર.સી.ફળદુને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શકયતા જણાય રહી છે. તેઓના સને જામનગર જિલ્લામાંથી રાઘવજીભાઈ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે.
રાજ્ય સરકારના સીનીયર કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મંત્રી મંડળમાંથી મુક્ત કરી સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે તેવું મનાય રહ્યું છે. તેઓને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો કેબીનેટમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત તાજેતરમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરનાર અલ્પેશ ઠાકોરને પણ મંત્રી પદ અપાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. કોળી સમાજને પણ મંત્રી મંડળમાં વધુ વજન આપવામાં આવશે. છેલ્લા લાંબા સમયી બિમાર પરસોતમ સોલંકીને મંત્રી મંડળમાંથી મુક્ત કરી તેના સને કોળી સમાજના અન્ય કોઈ ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.
સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થયા બાદ રૂપાણી સરકારના મંત્રી મંડળમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. જો ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સરકારમાંથી મુકત કરી સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તો તેની શકયતા પણ હાલ નકારી શકાય તેમ નથી