235થી વધુ મુકબધીર ખેલાડીઓ વિવિધ રમતો રમાડવામાં આવી
રાજ્ય સરકારના રમત ગમત વિભાગ દ્વારા દર વર્ષે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાર દિવસ સુધી આ રમત ગમત સ્પર્ધા ચાલનાર છે જેમાં આજે 235થી વધુ મુકબધીર ખેલાડીઓ તેમજ ડેફ થઈ ગયેલા ખેલાડીઓએ વિવિદ્ય રમતો રમી હતી અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
દિવ્યાંગો માટેના સ્પેશ્યલ મહાકુંભના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના 250થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઓર્થોપેડિક દિવ્યાંગો એટલે કે જેમના હાથ પગમાં તકલીફ હોય તેવા ખેલાડીઓને વિવિધ રમત જેવી ક દોડ,લાંબી કુદ, ગોળાફેંક, ચક્રફેંક સહિતની રમતમાં કૌવત બતાવ્યું હતું.
જ્યારે આજરોજ મુકબધીર ખેલાડીઓએ દોડ, લાબીકુદ, જમ્પ, ગોળાફેંક અને ચક્રફેંક સહિતની રમતો રમીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે રિટાયર્ડ ફેડ ખેલાડીઓએ ચેસ સહીતની રમતો રમી હતી. આવતીકાલે મેન્ટલી રીટાયર્ડ ખેલાડીઓ વિવિધ રમતો રમશે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ આવનાર ખેલાડીઓ આગામી સમયમાં રાજ્યકક્ષાએ રમવા માટે જશે.