૨૨મી મેએ કચ્છી ધરા પર નર્મદાના નીર કેનાલ મારફતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અવતરીત શે: વાગડમાં હવે ફૂંકાશેે સમૃધ્ધીનો વાયરો: કચ્છ જિલ્લાના ૧૮૨ ગામોની કુલ ૧,૧૨,૭૭૮ હેકટર જમીનને પીયતનો લાભ મળશે
શિયાળે સોરઠ ભલો.. ઉનાળે ગુજરાત….ચોમાસે વાગડ ભલો…એ કાયમી પાણીની અછત ભોગવતા વાગડને લગતી લોકોકતી હવે ભુતકાળ બની જશે. વાગડ ધરાની પાણીની પ્યાસ બુઝાવવા મા નર્મદાના નીર હવે કેનાલ મારફતે અવતરણ પામતાં વાગડનું આ પાણીની કાયમી અછતનું કારમું મહેણું હવે ભાંગશે અને મા નર્મદાના જળરાશીી આ પંકમાં સમૃધ્ધીના દ્વાર ખુલશે.
કચ્છના વાગડ પંકમાં લોધેશ્વર પાસે આવેલ પમ્પીંગ સ્ટેશની કચ્છ જિલ્લાના તમામ જળાશયો, ડેમો અને તળાવોમાં કેનાલો વડે નર્મદાના નીર પહોંચાડી પાણીી છલોછલ કરી દેવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટનો શુભારંભ કેનાલમાં નર્મદાના નીર વહેવડાવી તા. ૨૨મી મે ના રોજ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના હસ્તે નાર છે.
કચ્છના તમામ વિસ્તાર સુધી પાણી પહોંચતી કરતી કુલ રૂા. ૧૪૨૭ કરોડની યોજના અંતર્ગત તૈયાર યેલ કચ્છ શાખા નહેરની લંબાઇ નર્મદા યોજનાની મુખ્ય નહેરી કુલ ૩૮૫.૮૧ કિ.મી. ની છે. કચ્છ શાખા નહેર એ બનાસકાંઠા અને પાટણ જિલ્લાી ૮૪ કિ.મી.નું અંતર પસાર કરી કચ્છ જિલ્લામાં આવેલ નાનારણના ૧૦ કિ.મી. ઓળંગીને ૯૪ કિ.મી.ની સાંકળ કેનાલ મારફત કચ્છ જિલ્લામાં પ્રવેશે છે. કાચબાના ઢાલ જેવી વિષમ ભૃપુષ્ઠ ધરાવતી કચ્છ ભૂમી પર નીરને પહોંચતા કરવા કચ્છ નહેરમાં ૩(ત્રણ) સ્ળોએ વોટરફોલ મુકવામાં આવેલ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઇન્દરવા ગામે ૧૧.૨૫ મીટર ઉંચાઇનો ધોધ, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કિલાણા ગામે ૮.૪૫ મીટર ઉંચો ધોધ તા સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે ૮.૮૨ મીટર ઉંચો
ધોધ મુકવામાં આવેલ છે. જયારે ક્ચ્છમાં પ્રવેશ્યા બાદ ૩ (ત્રણ) સ્ળોએ પમ્પીંગ સ્ટેશન મુકવામાં આવ્યા છે. જેમાં કચ્છના રાપર તાલુકામાં માંજુવાડા, નાની હમીરપુર તા ભચાઉ તાલુકાના ભચાઉ પાસે લોધેશ્વર ખાતે ઉદવહન માટે પમ્પીંગ સ્ટેશનો મુકવામાં આવેલ છે.
કચ્છ શાખા નહેર માંી કુલ ત્રણ પેટા શાખા નહેરો કાઢવામાં આવેલ છે. જેમાં ગાગોદર પેટા શાખાની લંબાઇ ૫૮ કિ.મી., વાંઢીયા પેટા શાખાની લબાઇ ૨૩ કિ.મી. તા દુધઇ પેટા શાખાની નહેર ૭૫ કિ.મી. ની છે.
કચ્છ જિલ્લાના કુલ ૧ લાખ ૧૨ હજાર અને ૭૭૮ હેકટર જમીનને નર્મદાના પાણીી નવપલ્લવિત કરવા કચ્છ શાખા નહેરની વહન ક્ષમતા ૧૨૦ ઘ.મી./સેક્ધડી વધારીને ૨૨૦ ધ.મી. /સેક્ધડ કરવામાં આવી છે. કચ્છ શાખા નહેરી જુદા જુદા વિસ્તારોએ પાણીની વહન ક્ષમતા જરૂરીયાત મુજબ જુદ. જુદી રાખેલ છે. આ મુજબ આ કચ્છ શાખા નહેર ી કચ્છના રાપર તાલુકાના ૪૭, ભચાઉ તાલુકાના ૩૩, ગાંધીધામ તાલુકાના ૮, અંજારના ૨૪, મુનદ્રાના૩૪, માંડવીના ૩૦ તા ભુજ તાલુકાના ૬ ગામની મળીને કુલ ૧,૧૨,૭૭૮ હેકટર જમીનને પીયતનો લાભ મળવા પામશે.
નહેર વડે કચ્છના તમામ ૯૪૮ ગામો અને ૧૦ નગરોને પીવાના પાણીનો લાભ મળનાર છે. કચ્છમાં કાયમી ઓછો વરસાદ તા રણ વિસ્તારને કારણે પીવાના પાણીની કાયમી મુશ્કેલીઓી ત્રસ્ત મહિલાઓમાં રાહતની અને અનેરા હર્ષની લાગણી ફેલાવા પામી છે. દાયકાઓી અહીંની મહિલાઓ પીવાના પાણી માટે કિલોમીટરો સુધી દુર જવું પડતું હતું આ મુશ્કેલી ભોગવનાર ભચાઉ તાલુકાના કરમરીયા ગામના જૈફ વયના માલીબેન રબારી નર્મદાના નીરના કચ્છમાં આગમન અંગે હર્ષની લાગણી વ્યકત કરતાં જણાવે છે કે ૨૨મીએ નર્મદાના નીર આવતાં આમારી વર્ષોી પાણીની મુશ્કેલી વેઠતી મહિલાઓને હવે રાહતનો અહેસાસ શે. કચ્છના લોકોને લીલાલહેરનો અનુભવ કરાવવા માટે આભારની લાગણી વ્યકત કરતાં તેઓ જણાવે છે કે નર્મદાના નીર આવતાં દિલમાં અનેરો હર્ષોલ્લાસ છવાયો છે. ગામે ગામે નર્મદાના નીરના વધામણા કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. તેઓએ પણ આ અનેરા ઓચ્છવને લાપસીના આંધણ મુકી વધાવ્યો છે.
આગામી દિવસોમાં કચ્છ શાખા નહેર સાંકળ વડે ગાગોદર પેટા શાખા નહેર માંી નિકળી વિશાખાઓ( ડીસ્ટ્રીબ્યુટરી, માઇનોર અને સબ માઇનોર શાખાઓ) વડે ફતેહગઢ, સાનગઢ, ઘેડી, દેશલપર, ાનપર, રાવ , રવેચી, ત્રામ્બો, જેશડા, સુઢાનવાંઢ, લાકડાવાંઢ, વનોઇ, સુવઇ, આડેસર જેવા કુલ ૩૭ ગામોને પાણી મળતું શે.
આમ વર્ષેાી પાણી માટે વલખા મારતા કચ્છમાં હવે દુષ્કાળ એ ભૂતકાળની બાબત બની જશે અને સમગ્ર કચ્છ પંક લીલી નાઘેર સમો બની રહેશે. નર્મદાના નીરના આગમની હવે કચ્છ જિલ્લો સમૃધ્ધી ી છલોછલ બનશે.
હવે તો ભાઇ વાગડ ચાલે આગળ….વર્ષોી કચ્છ એટલે વેરાન રણનો પ્રદેશ, પાણીની અછત અને ઘાંસચારાની અછત ભોગવતો પ્રદેશ અને તેમાંય વાગડ પંક કાયમી પાણી અછતના કારણે પછાત વિસ્તાર ગણાતો હતો. પહેલાના સમયમાં ચોમાસામાં વરસાદ પડે તો જ ખેડૂતો ખેતરે કામે જઇ શકતા હતા. અન્યા ખેતરો પાણી વગર સુકાયા પડયા રહેતા હતા. માલધારીઓ પણ અછતના સમયમાં માલઢોરોને સરકારી રાહતના ધાંસચારા પર નિભાવણી કરતા અવા અન્ય રાજયો તરફ સ્ળાંતર કરી જતા હતા.
આ કાયમી પાણીની અછત અને પછાતપણાનું મહેણું ભાંગતા નરેન્દ્રભાઇ મોદી દ્વારા વડા પ્રધાન બન્યા બાદ માત્ર ૧૭ દિવસમાંજ નવા દરવાજા મુકવાના ઐતિહાસિક નિર્ણય વડે મા નર્મદાના નીરને કચ્છની ધરા સુધી પહોંચતું કરવાના ભગીર કાર્ય અને હાલના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નર્મદા યોજનાને આગળ વધારવા બજેટમાં વિશેષ ફાળવણીને વધાવતાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કરે છે. વધુમાં તેઓ જણાવે છે કે હવે મા નર્મદાના નીર આવતાં આ પંક હવે લીલી નાધેર જેવો લીલોછમ બની જશે. આમ વાગડ એટલે પછાત વિસ્તાર નહીં હવે તો વાગડ ચાલે આગળ એમ અહીં સમૃધ્ધીની છોળો ઉડશે.
નર્મદાના નીરની કચ્છ શાખા નહેર દ્વારા ૬.૫ મેગા વોટના ત્રણ સ્મોલ હાઈડ્રો પાવર પ્રોજેકટ કી વિજ ઉત્પાદન કરાશે
કચ્છ શાખા નહેરની શરૂઆતની લંબાઇમાં આવતા વિસ્તારની ભૌગોલીક પરિસ્તિી અન્વયે કચ્છ સુધી પાણી પહોંચાડવા માટે કચ્છ શાખા નહેરમાં ત્રણ સ્ળોએ ધોધ(ફોલ) મુકવામાં આવ્યા છે.
જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઇન્દરવા ગામે ૧૧.૨૫ મીટર ઉંચાઇનો ધોધ, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કિલાણા ગામે ૮.૪૫ મીટર ઉંચો ધોધ તા સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે ૮.૮૨ મીટર ઉંચો ધોધ મુકવામાં આવેલ છે.
આ ધોધની જગ્યા પર ૬.૫ મેગા વોટ વિજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ત્રણ સ્મોલ હાઇડ્રો પાવર પ્રોજેકટ કી જળ વિદ્યૃતશક્તી ઉત્પાદન કરવાનું આયોજન પણ કરાયું છે. જે માટે માઇક્રો હાઇડલ પાવર પ્રાજેકટના ટેન્ડર પણ ઇશ્યુ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ કાર્યરત તાં જળશકતિનો વિજ ઉત્પાદન માટે પણ ઉ૫યોગ શકય બનશે.