જે બાળકો પરોક્ષ ધુમ્રપાનનો ભોગ બને છે તેઓને પણ શ્વસનમાર્ગના રોગો થવાની સંભાવના: ૨૦૧૮માં ૪.૩૦ લાખ લોકો ફેફસાના કેન્સરથી મૃત્યુ પામ્યા 

‘વર્લ્ડ નો ટોબેકો ડે’ના સંદર્ભમાં માં એમ.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ ઓન્કોસર્જન ડો. દિપેન પટેલે માહીતી આપતા જણાવેલ હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા તથા તેના સહભાગી દેશોએ નકકી કર્યા મુજબ દર વર્ષે ૩૧ મે ને ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિશેષ વિષય ‘તમાકુ અને ફેફસાનું સ્વાસ્થય’ છે. સરકાર દ્વારા જાહેરમાં ધુમ્રપાન ઉપરનો પ્રતિબંધ ઓકટોબર-૨૦૦૮ થી અમલમાં છે પરંતુ તેનું પાલન કેટલું થાય છે તે આપણે જાણીએ છીએ. ડો.દિપેન પટેલે વધુમાં જણાવેલ હતું કે તમાકુનું ધુમ્રપાન અને તેનું પરોક્ષ સેવન એ ઘણા રોગોને આમંત્રણ આપે છે. જેમ કે પ્રત્યક્ષ અને પરોક્ષ ધુમ્રપાન એ ફેફસાના સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર કરે છે.

Dr Dipen Patel

ફેફસાનું કેન્સર:- ધુમ્રપાન વિશ્વભરમાં લગભગ બે તૃતીયાંશ ફેફસાના કેન્સરથી થતા મૃત્યુ માટે જવાબદાર છે અને પરોક્ષ રીતે થતુ ધુમ્રપાન એ જ લોકો કયારેય ન પીતા હોય તેવા લોકોમાં પણ ફેફસાના કેન્સર થવાનું જોખમ વધારે છે. ફેફસાનું કેન્સર એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપીયન દેશોમાં કેન્સરથી થતા મૃત્યુમાનું એક મોટું જવાબદાર પરિબળછે. ૨૦૧૮માં આશરે ૪.૩૦ લાખ લોકો આ દેશોમાં ફેફસાના કેન્સરના લીધે મૃત્યુ પામ્યા હતા. અને પાંચ લાખ કરતા પણ વધારે કેસોનો ઉમેરો આ ગાળામાં જોવા મળ્યો છે. ધુમ્રપાન છોડવાથી ફેફસાના કેન્સરનું જોખમ ૧૦ વર્ષ પછી લગભગ અડધુ થઇ જાયછે.

શ્વવસન માર્ગના રોગો જેમકે સીઓપીડી, દમ વિગેરે: તમાકુનું ધુમ્રપાન એ ફેફસા અને શ્વસન માર્ગમાં થતા રોગોનું મુખ્ય કારણ છે. જેમાં દર્દીને દુખાવા સાથે ગયળા પડવા, ખાંસી થવી અને શ્વાસમાં તકલીફ વિગેરે થઇ શકે છે. તમાકુના ધુમ્રપાનથી દમની તકલીફમાં વધારો થાય છે. જેનાથી કાર્યક્ષમતા જોખમાય છે અને દર્દીની શારીરિક ખામીઓમાં પરિણમે છે.

માહીતી પ્રમાણે કુલ મૃત્યુઆંકમાંથી ૩.૬ ટકા મૃત્યુ યુરોપમાં વર્ષ ૨૦૧૭ માં સીઓપીડીના કારણે થયા હતા. જલ્દી ધુમ્રપાન છોડવાથી સીઓપીડી આગળ વધતો અટકે છે અને દમના લક્ષણોમાં પણ સુધારો જોવા મળે છે. જે બાળકો પરોક્ષ ધુમ્રપાનનો ભોગ બને છે. તેઓને શ્વસનમાગના રોગો થવાની શયકતા પણ સુધારો જોવા મળે છે. જે બાળકો પરોક્ષ ધુમ્રપાનનો ભોગ બને છે. તેઓને શ્વસનમાર્ગના રોગો થવાની શકયતા ઘણી વધી જાય છે અને દમ ન્યુમોનીયા ઇન્ફેકશન જેવા રોગોના પ્રમાણમાં વધારો જોવા મળે છે.

ફેફસાનું સ્વાસ્થય વધારવાનો હેતું વિશ્વમાં તમાકુના ધુમ્રપાનથી થતી આડઅસરો રોગો અને મૃત્યુ વિશે જાગૃતિ ફેલાવીને લોકોનું રોગમુકત સ્વાસ્થ્ય જાળવવું એ વર્લ્ડ નો ટોબેકો ડે નો મુખ્ય હેતું છે. તેમાં સરકાર અને પ્રજાતંત્ર તમાકુથી થતા રોગો અટકાવવા માટે કયા પગલા લઇ શકે છે અને ન્યુનતમ સ્ત્રોતોનો ઉપયોગ કરીને મહતમ સારવાર કઇ રીતે થઇ શકે છે તે જાગૃતિ ફેલાવવામાં આવે છે.

તમાકુ અને ધુમ્રપાનથી થતા કેન્સરના રોગોમાં મોં, જીભ, જડબા, તાળવાના કેન્સર, અન્નનળી, જઠર, ફેફસા, સ્વાદુપિંડ, સ્તન મૂત્રાશય, મૂત્રપીડ વિગેરેના કેન્સરનો સમાવેશ થાય છે. ૨૦૧૯ના વર્લ્ડ નો ટોબેકો ડે ના દિવસે વિશેષ ઘ્યાન તમાકુ અને તેનાથી ફેફસાના સ્વાસ્થ્ય પર પડતી અસરો પર કેન્દ્રીત કરવામાં આવનાર છે.

નાની ઉંમરે તમાકુની અસરો: જે બાળકોને ગર્ભમાં હોય ત્યારે માતાના પ્રત્યક્ષ કે પરોક્ષ ધુમ્રપાનથી થતા રસાયણોની અસર થાય છે તેઓમાં ફેફસાના વિકાસ અને કાર્યમાં ખામીઓ જોવા મળે છે. નાનીવયના બાળકોને આસપાસ થતા ધુમ્રપાનના લીધે દમ ન્યુમોનીયા, બ્રોન્કાઇટીસ, ઇન્ફેકશન, કફ વિગેરે થાય છે.

હવા પ્રદુષણ તમાકુ (ધુમ્રપાન) નો ઘુમાડો એ ઘણું જ જોખમકારક ઘરની અદરનું પ્રદુષણ છે. તેમાં ૭૦૦૦ રસાયણો રહેલા છે. જેમાં ૬૯ રસાયણો કેન્સરજન્ય હોય છે. ઘુમાડો એ અદ્રશ્ય અને દુગંધમુકત હોય છે પરંતુ તે હવામાં પાંચ કલાક સુધી રહી શકે છે અને રુમના વ્યકિતઓને ફેફસાના કેન્સર ચેપ અને દમના રોગ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.