નગરપાલિકાઓમાં અમલી વિકાસ યોજનાઓની સમિક્ષા બેઠક સંપન્ન

ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, મુખ્ય કારોબારી અધિકારી પટણી, પ્રા. કમિશનર, સ્તુતિ ચારણ સહિતના મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય

ગોંડલ નગરપાલિકા હસ્તકના નવીન મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે રાજય સરકારના ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ. બોર્ડ, ગાંધીનગરના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને તથા બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી બી.સી. પટણી અને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશ્નર સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં રાજકોટ ઝોન અંતર્ગત આવતા છ જિલ્લાઓ કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર,પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની ૨૯ નગરપાલીકાઓનાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિનાં ચેરમેન અને ચીફ ઓફીસરો સાથે બોર્ડ હસ્તકની નગરપાલીકાઓમાં અમલી વિવિધ વિકાસ યોજનાઓની સમીક્ષા બેઠક સોશ્યલ ડીસ્ટન્સીંગ અને કોવિડ ૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે મળી હતી. પ્રારંભના બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને મંચસ્થ મહાનુભાવો ભુપતભાઈ ડાભી ચેરમેન ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગોપાલભાઈ સિંગાળા ચેરમેન એ.પી.એમ.સી. ગોંડલ, બી.સી. પટણી મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ પ્રાદેશિક કમિશ્નર રાજકોટ ઝોન સ્તુતિ ચારણ અને અશોકભાઈ પીપળીયા, પ્રમુખ ગોંડલ નગરપાલીકા દ્વારા દિપ પ્રાગટટ અધિક કલેકટર એન.એફ. ચૌધરીએ કરીને ઝોનલ સમીક્ષા બેઠકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. મંચસ્થ મહાનુભાવોનું ગોંડલ નગરપાલીકાના વિવિધ સમિતિના ચેરમેનો દ્વારા પુષ્પગુચ્છ અને ગોંડલના મહારાજા ભગવતસિંહજીના સદગુણી કાર્યોનું આલેખન કરતા ભગવત ગુણભંડાર નામના પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.

ત્યારબાદ ગુજરાત મ્યુનિ. ફા. બોર્ડ. ગાંધીનગરના સચિવ નટુભાઈ દરજીએ ઉપસ્થિતોને પ્રસ્તુત સમીક્ષા બેઠકનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતુ કે રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ હસ્તકની નગરપાલીકાઓ, મહાનગરપાલીકાઓમાં અમલી વિવિધ વિકાસ યોજનાઓ જેવી કે મનોરંજન કર ગ્રાંટ, વ્યવસાય વેરા, ગ્રાંટ, જમીન મહેસુલ અને બીન ખેતી આકાર ગ્રાંટ , વોટર શેસ લોકલ ફંડ શેસ ગ્રાંટ અને ખાસ કરીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ નાણામંચની યોજનાઓ હેઠળ રાજયની નગરપાલીકાઓને ગુજરાત મ્યુનિ. ફા. બોર્ડ તરફથી શહેરની આંતર માળખાકીય સુવિધાઓનાં વિકાસ માટે પ્રતિવર્ષે કરોડો રૂપીયાની ગ્રાંટ પ્રાદેશિક કમિશ્નર મારફતે ફાળવવામાં આવે છે.આ ફાળવાયેલ ગ્રાંટની પ્રગતિનો ચેરમેન પોતે દર ૬ મહિને રાજયનાં ૬ પ્રાદેશિક કમિશ્નર કક્ષાએ ઝોનમાં જઈને સંબંધીત ઝોનની તમામ નગરપાલીકાઓનાં પદાધિકારીઓ, અધિકારીઓ સાથે પોતે વન ટુ વન રીવ્યુ કરે છે.

fdg

આ તબબકે પ્રાદેશિક કમિશ્નર સ્તુતિ ચારણ તરફથી સ્વાગત પ્રવચનમાં પ્રાદેશિક કમિશ્નર કક્ષાએથી હાથ ધરાયેલા પ્રયાસોની વિગતો રજૂ કરી હતી. ત્યારબાદ ગુજરતા મ્યુનિ. ફા. બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી બી.સી. પટણીએ નગરપાલીકાઓમાં યોજનાવાર વણવપરાયેલ ગ્રાંટનો ઝડપથી વપરાશ થાય તે માટે તાકીદે પરિણામલક્ષી કાર્યવાહી કરવા નગરપાલીકાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તબકકે નગરપાલીકાઓની પીવાના પાણીની યોજનાઓ, ભૂગર્ભ ગટર યોજનાઓ, સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી, પાણી શુધ્ધીકરણ પ્લાન્ટ ડબલ્યુટીપી, ટ્રીટેડ ચીફ ઓફીસર તીલક શાસ્ત્રી તરફથી પ્રાદેશિક કમિશ્નર કક્ષાએ હાથ ધરાયેલા પ્રયાસોનું પ્રેઝનટેશન રજૂ કર્યું હતુ.

વિકાસ યોજનાઓની સમીક્ષાના અંતે અ્ધ્યક્ષ સ્થાનેથી પ્રાસંગીક ઉદબોધન કરતા ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતુ કે ૨૦૦૯-૧૦માં ગુજરાત રાજયનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયની સુવર્ણ જયંતિ અવસરે રાજયની નગરપાલીકાઓની આંતરમાખાકીય સુવિધાઓ જેવી કે પીવાનું શુધ્ધ પાણી, ગંદાપાણીનોનિકાલ, આંતરીક રસ્તાઓ સ્ટ્રીટ લાઈટઈ વરસાદી પાણીનો નિકાલ અને શહેરની આગવી ઓળખ સ્થાપિત કરતા મોટા બજેટનાં વિકાસ કાર્યો હાથ ધરવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રાજયની તમામ નગરપાલીકાઓમાં અમલી બનાવીને તેનું સમગ્ર ફંડ સરકાર તરફથી પ્રતિ વર્ષ ગુજરાત મ્યુનિ. ફા. બોર્ડના હવાલે કરવામા આવે છે.

ખાસ કરીને જે નગરપાલીકાઓની ચૂંટણીઓ નવેમ્બર ૨૦૨૦ અને ફેબ્રુ. ૨૦૨૧ દરમ્યાન યોજાવાની છે. તેઓને ઝડપથી વણ વપરાયેલ ગ્રાંટ રકમોનું શહેરનાવિકાસ કામો માટે આયોજન કરવામાં આવ્યું હતુ. ઝોનલ સમીક્ષા બેઠકના સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ ઝોનના ચીફ ઓફીસર તીલક શાસ્ત્રીએ સંભાળ્યું હતુ જયારે આભાર વિધિ ગોંડલ નગરપાલીકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયો કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.