શહેરમાં કોરોના કાળો કહેર વરસાવી રહ્યો છે. જેના કારણે હવે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની અંતિમ સંસ્કાર માટે લાંબી કતારો લાગી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 70 જેટલા કોવિઘ્ન કારણે મૃત્યુ પામેલા દર્દીઓ અંતિમ સંસ્કાર માટે રાહ જોઈ રહ્યા છે.
જેના કારણે શહેરમાં જાણે સ્મશાન પર કોરોનાએ કબ્જો જમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક સાથે 70 જેટલા મૃતદેહો દયનિય રીતે રઝળપાટ ભોગવી રહ્યા છે.
રાજકોટમાં કોરોના દિવસેને દિવસે ભરડો લઈ રહ્યો છે . ત્યારે આજે ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ 70 જેટલા મૃતદેહો અંતિમ સંસ્કાર માટે રાહ જોઈ રહ્યા છે. મૃત્યુ પામતા દર્દીઓની સાથે રાહ જોઈ રહેલા તેમના પરિવારજનો પણ હોસ્પિટલના પ્રાંગણમાં રાહ જોઈ રહ્યા છે.
શહેરના સ્મશાનો પર જાણે કોરોનાએ કબ્જો જમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે હવે મૃતદેહોની દયનિય સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધતો જાય છે. આથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. 24 કલાકમાં રાજકોટમાં વધુ 42 દર્દીના મોત નીપજ્યા છે. બે દિવસમાં 87 દર્દીના રેકોર્ડબ્રેક મોત થયા છે. મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવાની જરૂર છે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.
કોરોનામાં મૃત્યુઆંક વધતા વધુ સ્મશાનો કરાયા કાર્યરત: મેયર
રાજકોટ શહેરમાં કોરોનાથી મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેથી સ્મશાનમાં પણ મૃતદેહને રાહ જોવી પડે છે. જેના પગલે મેયર પ્રદીપ ડવે મનપાના અધિકારીઓ અને કોઠારિયા, ઘંટેશ્વર, કણકોટ અને વાવડી ખાતે આવેલા સ્મશાનના સંચાલકોની બેઠક બોલાવી હતી. મેયરએ જણાવ્યું હતું કે, આ ચારે સ્મશાનમાં આજથી અંતિમસંસ્કાર શરૂ થશે તેમજ આ સ્મશાનમાં ખાટલાની સંખ્યા પણ વધારાશે સાથે જ મનપાએ રૂખડિયાપરા, નવાગામ, પોપટપરાના સ્મશાનમાં કોવિડના મૃતદેહને અંતિમસંસ્કારની મંજૂરી આપી હતી.