ભાડિયાના દરિયા કિનારે વીડિયો રેકર્ડ કરાયાનું અનુમાન
વિધર્મી યુવક દ્વારા જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસને ઠેસ પહોંચાડતા ઉશ્કેરણીજનક વાકયો બોલતા વાયરસ થયેલ વીડિયો અંગે પોલીસમાં ફરિયાદ થઇ છે. આ વીડિયોથી હિન્દુ સમાજમાં રોષથી લાગણી ફેલાઇ છે. મંદિરની સુરક્ષા પર પણ સવાલો ઉઠયા છે.
ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતાં જગવિખ્યાત સોમનાથ મંદિરની સુરક્ષામાં છીંડા સમાન ઘટનામાં સોશ્યિલ મીડિયામાં ત્રણ મિનિટ અને 24 સેક્ધડના વાયરલ થયેલ વીડિયામાં એક વિધર્મી યુવક દ્વારા ભડકા અને વિવાદીત નિવેદન કરીને મહમદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટયાની ઘટનાને બીરદાવી તેના સમુદાયના યુવાનોને ગૌરવ લેવા જણાવ્યું છે.
આ વીડિયોમાં સોમનાથ મંદિરની મુલાકાત લઇ આવ્યાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ યુવાન સાથે અન્ય એક યુવક પણ વિડિયોમાં નજરે પડે છે. વાયરલ થયેલી વીડિયોના કારણે હિન્દુ સમાજમાં રોષથી લાગણી ફેલાઇ છે.આ વીડિયો અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં ફરિયાદ કરીને વીડિયો બનાવનાર શખસ વગેરે સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવા માગણી કરી છે. આ ફરિયાદ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવ્યાનું પીઆઇ ડી.ડી. પરમારે જણાવ્યું હતું.
આ વીડિયો સોમનાથ મંદિરના પાછળના ભાગે અડધો કિલોમીટર દૂર મરીન પોલીસ ચોકી સામેનો દરિયા કિનારે ભીડિયા વિસ્તારમાં ઉતારવામાં આવ્યાનું અનુમાન કરાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ વીડિયોના પગલે સોમનાથ મંદિરની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે, સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે.
મંદિરના દરિયા કિનારે આ વિધર્મી યુવકે વીડિયો ઉતાર્યો તે કેમ સુરક્ષા વિભાગના ધ્યાને ન આવ્યુ? નજીકમાં જ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન આવેલ હોવાછતાં કઇ રીતે બેરોકટોક વીડિયો રેકર્ડ કરી શકયો? સુરક્ષા પર જેનુ મોનીટરીંગ હોય છે તેવા અધિકારી પર ફરજમાં બેદરકાર છે? તેવા અનેક સવાલો ભાવિકો અને હિન્દુ સમાજમાં ઉઠયા છે.
મંદિરમાં આસ્થાપૂર્વક દર્શનાર્થે આવતા દેશ-વિદેશના ભાવિકોનું કડક ચેકીંગ થાય છે. તો બીજી તરફ વીવીઆઇપીઓની આગતા સ્વાગતામાં સુરક્ષાના તમામ નિયમોનું છડેચોક ઉલ્લઘન થતુ જોઇને ભાવિકોમાં કચવાટ પણ વર્તાય છે.