ગામના આરોગ્ય, રોડ, રસ્તા, સિંચાઇ, પાણી, આંગણવાડી, પશુ દવાખાના, શાળા સંબંધી, ખેતીવાડી જેવા તમામ પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ લાવીને ગામનો સર્વાગી વિકાસ કરવાની નેમ: ભુપત બોદર
વડીલો તેમજ 45 થી વધુ ઉમરના લોકો જે બાકી છે તેઓની રસી મુકાવવા અપીલ પણ કરાય
રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે પંદર ગામોની આરોગ્ય, રોડ રસ્તા, સિંચાઇ, પાણી, આંગણવાડી, પશુ દવાખાના, શાળા સંબંધી, ખેતીવાડી (ગ્રામ સેવક) જેવા તમામ પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ લાવીને ગામનો સર્વાગી વિકાસ કરવા ના હેતુસર લોક દરબાર યોજાયો હતો. જેમાં લોધીડા, પાડાસણ, અણીયારા, લાખાપર, કસ્તુરબાધામ (ત્રંબા), વડાલી, કાળીપાટ, મહીકા, ગઢકા, રાજ સમઢીયાળા, ડેરોઇ, હડમતીયા, ગોલીડા, ફાળદંગ અને રફાળા સહીતના ગામોને આવરી લેવાયા હતા. આ મુલકાતનો હેતુ પ્રિ-મોન્સુન કામગીરી અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો તેમજ ગામના આરોગ્ય, રોડ, રસ્તા, સિંચાઇ, પાણી, આંગણવાડી, પશુ દવાખાના, શાળા સંબંધી, ખેતીવાડી (ગ્રામસેવક) જેવા તમામ પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ લાવીને ગામનો સર્વાગી વિકાસકરવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ભાજપ તાલુકા પ્રમુખ બાબુભાઇ નસીત સાથે રાજકોટ જીલ્લા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પી.સી. પરમાર, બાળવિકાસ યોજના અધિકારી મનીષાબેન મકવાણા, દરેક ગામના સરપંચ, ગામના તલાટી મંત્રી તેમજ ગ્રામ સેવક સ્થળ પર જ પ્રશ્ર્નોના નિકાલ માટે ખાસ હાજર રહેલ હતા. તમામ પ્રશ્ર્નો હલ કરવામાં માટે પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા જરુરી કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સરપંચ અને ગ્રામજનોની રજુઆતને ઘ્યાનમાં લઇને નવા કામોનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ બાદ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે સર્વે આગેવાનો અને અધિકારીઓનો આભાર માન્યો હતો અને આવી જ રીતે લોકસેવાના કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી.આ તકે અણીયારા ગામના સરપંચ સંજયભાઇ અજાણી, મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, લાખાપર ગામના સરપંચ કાનજીભાઇ કુમારખાણી, ઉપસરપંચ દીપકભાઇ ધાડવી, મંત્રી સાવતભાઇ સંતોકી કસ્તુરબા ધામ (ત્રંબા) ગામના સરપંચ નીતીનભાઇ રૈયાણી, ઉપસરપંચ મનસુખભાઇ નસીત, મંત્રી હેમાલીબેન યાજ્ઞીક, લોધીકા ગામના સરપંચ જગાભાઇ, મંત્રી સાવનભાઇ, પ્રિન્સીપાલ સંદીપભાઇ ભટ્ટ, પાડાસણ ગામના સરપંચ અશ્ર્વિનભાઇ હાપાલીયા, તલાટી સુનીતાબેન સાકરીયા, વડાળી ગામના સરપંચ રતિભાઇ મુછડીયા, ઉપસરપંચ ચઁદુભાઇ મુછડીયા, કાળીપાટના સરપંચ છગનભાઇ મેર, ઉપસરપંચ યુવરાજસિંહ જાડેજા, સમઢીયાળી ગામના રાઘવભાઇ ચનાભાઇ લીંબાસીયા, ડેરોઇ ગામના સરપંચ ધરમશીભાઇ સગપરીયા, ઉપસરપંચ મનજીભાઇ ચાવડા, બેડલા ગામના સરપંચ પીઠાભાઇ વાળા, ઉપસરપંચ ગોવિંદભાઇ કિહલા ગોલીડા ગામનાસરપંચ શાંતુભાઇ ખાચર, ઉપસરપંચ વીરાભાઇ ધીરુભાઇ ખાચર, હડમતીયા ગામના સરપંચ નિર્મળભાઇ, ઉપસરપંચ રમેશભાઇ હિરપરા રફાળા ગામના સરપંચ જયાબેન કિયાડા, ઉપસરપંચ છગનભાઇ સોજીત્રા સહીત ઉ5સ્થિત રહ્યા હતા.