કેન્દ્ર સરકાર અને ઈરડાને સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ ઈન્સ્યોરન્સ કંપનીઓ ઉપર દાખલ કરાઈ પીઆઈએલ
વૈશ્ર્વિક મહામારીથી જે લોકડાઉન જોવા મળ્યું છે તેનાથી લોકોની માનસિક શકિત ખુબ જ ઓછી થઈ ગઈ છે અને ઘણાખરા આત્મહત્યાનાં કેસો પણ સામે આવી રહ્યા છે. લોકો ડિપ્રેશનમાં આવી જતા તેઓ સ્યુસાઈટ કરતા નજરે પડયા હતા. હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બોલિવુડ એકટર સુશાંતસિંહ રાજપુતે આત્મહત્યા કરી છે હજુ સુધી તે અંગેનું કારણ બહાર આવ્યું નથી. આ તકે ઘણીખરી અટકળો પણ જોવા મળી રહી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા એ પ્રશ્ર્ન પુછવામાં આવ્યો છે કે લોકોને મેડિકલ ઈન્સ્યોરન્સ જે આપવામાં આવે છે તેમાં મેન્ટલ ઈલનેસ એટલે કે માનસિક બિમારીને શું કામ સ્થાન આપવામાં આવતું નથી.
હાલનાં સમયમાં લોકો માનસિક રીતે અત્યંત અસ્વસ્થ જોવા મળે છે ત્યારે સુપ્રીમ કોર્ટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (ઈરડા)ને પ્રશ્ર્ન પુછયો છે કે, ઈન્સ્યોરન્સ કંપનીઓ મેડિકલ ઈન્સ્યોરન્સ કવરમાં માનસિક બિમારીની તબીબી પ્રશિક્ષણ માટે શું કામ ખર્ચ નથી આપી શકતી. આ પ્રશ્ર્ન ત્યારે ઉદભવિત થયો જયારે એડવોકેટ ગૌરવકુમાર બંસલે જાહેર હિતની અરજી કરી હતી. આ પીઆઈએલને ધ્યાને લઈ જસ્ટીસ આર.એફ.નરીમન, નવીન સિન્હા અને બી.આર.ગવઈએ કેન્દ્ર સરકાર અને ઈરડાને નોટીસ મોકલેલી છે જેમાં મેડિકલ ઈન્સ્યોરન્સ કવરમાં માનસિક બિમારીને શું કામ સમાવવામાં નથી આવતો. એડવોકેટ ગૌરવકુમાર બંસલનાં જણાવ્યનાં મુજબ ઈન્સ્યોરન્સ કંપનીઓ સેકશન-૨૧ (૪) મેન્ટલ હેલ્થ કેર એકટ ૨૦૧૭ મુજબ તેઓએ મેન્ટલ ઈલનેસને લઈ ઈન્સ્યોરન્સ કવર આપવું ફરજીયાત છે પરંતુ હાલ આ કંપનીઓ તેનો ઉપયોગ યથાયોગ્ય કરતા નથી.
એડવોકેટ ગૌરવકુમાર બંસલે જણાવતા કહ્યું હતું કે, અનેકવિધ આરટીઆઈ એપ્લીકેશનો ઈરડા ઉપર કરવામાં આવી છે જેમાં ઈન્સ્યોરન્સ કંપનીઓએ જાહેર કર્યું છે કે, ઈન્સ્યોરન્સ કવરમાં માનસિક બિમારીનાં ટ્રીટમેન્ટનો સમાવેશ કરવામાં આવે છે. બીજી તરફ ઈન્સ્યોરન્સ કવરમાં માનસિક બિમારીનો ઈલાજ ન કરાતા હોસ્પિલમાં ભરતી થયેલા હજારો માનસિક અસ્વસ્થ લોકોને હોસ્પિટલમાં જ રહેવું પડે છે. કારણકે તેઓ તેમની બિમારીનો ઈલાજ કરી શકતા નથી. જેનું મુખ્ય કારણ એ છે કે, ઈન્સ્યોરન્સ કંપની આ અંગેનો ખર્ચ હજુ સુધી આપવામાં આવતો નથી. હાલની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરાતા એ વાત સ્પષ્ટ થઈ છે કે લોકડાઉનથી અત્યાર સુધીમાં ૯૦ ટકા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે પરંતુ લોકોને ખરાઅર્થમાં ડિપ્રેશન શું અને કેવી રીતે આવે છે તે અંગેની કોઈ માહિતી પ્રાપ્ત નથી. ઘણી વખત લોકો ડિપ્રેશનમાં આવીને ચાલ્યા જતા હોય છે પરંતુ તે પણ તેઓને ખ્યાલ હોતો નથી જો ઈન્સ્યોરન્સ કંપની મેડિકલ ઈન્સ્યોરન્સ કવરમાં લોકોને મેન્ટલ ઈલનેસ એટલે કે માનસિક બિમારીને પહોંચી વળવા ખર્ચ આપે તો ઘણાખરા પ્રશ્ર્નોનું નિવારણ ત્વરીત થઈ શકશે.