યુકેની કારલોક અને યુએઈની મુરારી લાલ જાલન જેટ એરવેઝના નવા માલિક

નિષ્ણાંતોના મતે, જેટને ફરી ગતિ આપવી અઘરું

આર્થિક સંકટ હેઠળ દબાયેલી જેટ એરવેઝની હાલત નાણા વગરના નાથિયા જેવી થઈ ગઈ છે. યુનાઈટેડ કિંગ્ડમની કાર્લરોક કેપિટલ અને સંયુકત અરબ અમીરાતની મુશરી લાલ જાલન ક્ધસોર્ટિયમ જેટ એરવેઝના નવા માલિક બન્યા છે. જેટ એરવેઝના આ ખરીદી કરારને ક્રેડિટર્સની કમિટીએ પણ બહાલી આપી દીધી છે તેમ છતાં જેટ એરવેઝ ઉડ્ડાન ભરી શકશે કે નહીં તે અંગે સો મણનો સવાલ ઉભો થયો છે.

વિમાની સેવા બજારના નિષ્ણાંતોનું આ અંગે માનવું છે કે, પડી ભાંગેલી જેટ એરવેઝને ફરી ઉભી કરવી ખુબ અઘરુ છે. નવા રોકાણકારોને જેટ એરવેઝને કર્જ દેનારી કમિટીએ પણ મંજુરી આપી દીધી છે પણ તેમ છતાં જેટ વિમાને ફરી ઉડાન આપવાનું આ કાર્ય સરળ રહેશે નહીં. વિમાન ઉધોગ પર અનુસંધાન અને પરામર્શ સેવાઓ દેનારી કંપની સીએપીએ ઈન્ડિયાના પ્રમુખ કપિલ કૌલે આ અંગે જણાવ્યું કે, જેટ એરવેઝનું પુન: સંચાલન કરવું અનિશ્ર્ચિત છે જેટના લેણદારોએ જે શરતો મંજુર કરી છે તે સીએપીએની સમજની બહાર છે જો કે, આ સમગ્ર યોજના હાલ એનસીએલટી સમક્ષ મુકવામાં આવી છે. જેટ એરવેઝ ફરી ઉડાન ભરી શકશે કે કેમ ? તે અંતિમ નિર્ણય એનસીએલટી જ કરશે.

ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝની નીલામી દરમિયાન તેને બે કંસોર્ટિયમ તરફથી બોલી મળી હતી. એક યુકેની કારલોક અને યુએઈની મુરારીલાલ જીલાન બીજી બોલી હરિયાણાની ફલાઈટ સિમુલેશન ટેકનીક સેન્ટર અને મુંબઈની બિગ ચાર્ટરની હતી. હાલ કોરોના મહામારીને કારણે પણ જેટનું પુન: સંચાલન અઘરુ પડે તેમ લાગી રહ્યું છે. જણાવી દઈએ કે નરેશ ગોયલની કંપની જેટ એરવેઝનો કારોબાર ગત વર્ષે એપ્રિલ માસથી બંધ થયો હતો. જેટ એરવેઝ પાસે ૧૨૦ વિમાનો હતો જે કારોબાર બંધ થવા સમયે માત્ર ૧૬ રહી ગયા હતા. માર્ચ ૨૦૧૯ના નાણાકિય વર્ષના અંતમાં જેટ એરવેઝને ૫૫૩૫.૭૫ કરોડનો ફટકો પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.