• સરકારી કર્મચારીઓની મારામારી ટોક ઓફ ધ ટાઉન બની
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ઓર્ડર લઇ જવા બાબતે ક્લાર્ક બાખડ્યા
  • જુનિયર ક્લાર્કના બહેન અને જીએસટી વિભાગના મહિલા ઇન્સ્પેક્ટર સહિત ચારને ઇજા
  • પ્રદ્યુમનનગર પોલીસે સામ-સામે એક મહિલા સહિત છ વિરુદ્ધ ગુનો નોંધ્યો

શહેરના બહુમાળી ભવનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેનો ઓર્ડર લઇ જવા બાબતે સરકારી કર્મચારીઓ વચ્ચે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે સિનિયર ક્લાર્ક, એક જુનિયર ક્લાર્ક અને જીએસટી વિભાગના મહિલા ટેક્સ ઇન્સ્પેક્ટરને ઇજા પહોંચતા તમામ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થયાં હતા. બનાવના પગલે પ્ર.નગર પોલીસે સામ-સામે છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર બહુમાળીમાં સિંચાઈ વિભાગ હેઠળની ઇરીગેશન કચેરી દાદાગીરીનું ઘર બની ગયું હોઈ તેમ ગત રોજના બનાવ ઉપરથી લાગી રહ્યું છે. કચેરીમાં ફરજ બજાવતા બે સિનિયર ક્લાર્ક ભાઈઓએ જુનિયર કર્મચારીને ગાળોભાંડી ટયુબલાઈટના હોલ્ડર વડે માર મારતા તેને છોડાવવા માટે વચ્ચે પડેલા અને જી.એસ.ટી. કચેરીમાં સેલ્સ ટેક્સ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા તેમના બહેનને પણ ઢીકાપાટુનો મારમારી ચશ્માં તોડી નાખી તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે સામાપક્ષે બે સિનિયર ક્લાર્ક ભાઈઓએ જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર અને જુનિયર ક્લાર્ક સહીત કુલ 4 કર્મચારીઓ વિરુદ્ધ ગાળો આપી, ઝપાઝપી કરી માર મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરકારી કચેરીમાં જ સરકારી કર્મચારીઓની મારામારીનો બનાવ બહુમાળી ભવનમાં ટોપ ઓફ ઘી ટાઉન બન્યો છે.

બનાવ અંગે શ્રોફ રોડ પર આવેલા સરકારી ક્વાર્ટરમાં રહેતા અને બહુમાળી ભવનમાં આવેલી જીએસટી ઓફિસમાં સેલ્સ ટેક્સ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નિરાલીબેન કિશોરભાઈ પાડલીયા (ઉ.વ.26)ના એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં બહુમાળી ભવનમાં આવેલી ઈરીગેશન વિભાગની કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ સિધ્ધરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, નાનો ભાઈ શિવમ (ઉ.વ.28) બહુમાળી ભવનમાં ઇરીગેશન વિભાગમાં નોકરી કરે છે. ગઈકાલે લંચ સમયે હું અને મારો ભાઈ શિવમ ઘરે જમતા હતા ત્યારે તેના ફોનમાં તેની ઓફિસમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક શિવરાજસિંહનો ફોન આવ્યો હતો અને ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપવા લાગતા મારો ભાઈ શિવમ તાત્કાલિક ઓફિસે પહોંચી ગયો હતો આથી કંઈક બન્યું હોવાનું લાગતા હું પણ પાછળ ઓફિસે પહોંચતા ત્યાં શિવરાજસિંહ અને બીજા માણસોનો ટોળું હતું અને શિવરાજસિંહ મારા ભાઈ શિવમને ધમકાવતા હતા આથી મેં ત્યાં જઈ શું વાત છે, શાંતિથી વાત કરો તેમ કહેતા ત્યાં જ સિનિયર ક્લર્ક તરીકે નોકરી કરતા શિવરાજસિંહના ભાઈ સિધ્ધરાજ પણ ત્યાં આવી બંને મારા ભાઈ સાથે ગેર વર્તન કરી હાથમાં રહેલા ટયુબલાઈટનું હોલ્ડર વડે મારાભાઈને મારમારવા લાગતા હું છોડાવવા વચ્ચે પડતા મને પણ ઢીકાપાટુનો મારમારી મારા ચશ્માં તોડી નાખ્યા હતા. અને ધમકી આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેમાં આંખ ઉપર મને મુક્કો લાગી જતા આંખના ઉપરના ભાગે ઇજા થઈ હતી. બનાવની જાણ મારા ભાઈ શિવમએ તેના ઉપરી કાર્યપાલક ઈજનેરને ફોન કરીને કરતા એન.વી.ચાવ ત્યાં આવી ગયા હતા અને મારા ભાઈના મિત્રો સહિતનાએ ઝગડામાંથી છોડાવ્યા હતા. મારામારીનો વિડીયો મારા ફોનમાં મેં રેકોર્ડ કર્યો હતો એ વિડીયો પણ શિવરાજસિંહ અને સિધ્ધરાજસિંહએ ડીલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે શિવમએ આક્ષેપો કર્યો હતો કે, અમારો ડિઝાસ્ટરનો ઓર્ડર થયો હોઈ એ લેવા મુખ્ય કચેરીમાં હું અને મારો મિત્ર લેવા ગયા હતા ત્યારે ફરજ પરના કર્મચારીએ સિનિયર ક્લર્ક શિવરાજસિંહ આવે પછી આપવાનું કહેતા મેં ઓર્ડર ઓફિસમાં મોકલી આપવા કહી અમે ગયા હતા જે બાદ હું ઘરે હતો ત્યારે મને શિવરાજસિંહનો અન્ય સ્ટાફના ફોનમાંથી ફોન આવ્યો હતો અને તને કાંઈ હવા આવી ગઈ છે ? કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. બનાવ અંગે પોલીસે શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ સિધ્ધરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા સામે આઇપીસી 323,504, 506(2),114 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિનિયર ક્લાર્ક શિવરાજસિંહ જાડેજાની વળતી ફરિયાદ

ઘટનામાં સિંચાઈ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 26 જૂનના રોજ શિવમ પાડલીયા અમે અભિષેક ટાંકને તેમની કચેરી માટે આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતનો ઓર્ડર આવેલ હોય તે લઇ જણાવેલ હતું. તેઓ ઓર્ડર લેવા આવશે તેથી ફરિયાદીએ રાહ જોયા બાદ તેઓ આવ્યા ન હતા. જે બાદ બપોરના અઢી વાગ્યાં આસપાસ તેમના આસિસ્ટન્ટએ જણાવેલ કે શિવમ પાડલીયાએ એવુ જણાવેલ છે કે, શિવરાજસિંહને કહેજો કે મારો ઓર્ડર મારી ઓફિસના મોકલી આપે. જે બાદ ફરિયાદીએ અંકિત જોબનપુત્રાના ફોનમાંથી ફોન કરી શિવમ પાડલીયાને ઓર્ડર રૂબરૂ લઇ જવા અથવા કોઈને મોકલી મંગાવી લેવા જણાવતા તેમણે ફોન કાપી નાખેલ હતો. જે બાદ શિવરાજસિંહ જાડેજા પોતે ઓર્ડર લસીને શિવમ પાડલીયાની સિંચાઈ વિભાગમાં આવેલી ઓફિસ ખાતે ગયાં હતા અને ઓર્ડર રૂબરૂ લેવા આવવા બાબતે સમજાવવા હતા શિવમ પાડલીયા અને જીએસટી વિભાગમાં સેલ્સ વિભાગના ટેક્સ ઇન્સ્પેક્ટર નિરાલી પાડલીયાએ ઝઘડો શરૂ કરી દીધો હતો. દરમિયાન ફરિયાદીના ભાઈ સિદ્ધરાજસિંહ કે જે સિંચાઈ વિભાગમાં જ સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારે શિવમ અને નિરાલી પાડલીયાએ ઝપાઝપી કરતા શિવરાજસિંહને માથા, ચહેરા અને છાતીના ભાગે ઇજા પહોંચી હતી જયારે સિદ્ધરાજસિંહને ચહેરા અને જમણા હાથે ઇજા પહોંચતા બંને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોચ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.