સભા-સરઘસ ન યોજવા અને ધાર્મિક સ્થળોએ હાજર રહેવા સામે મનાઇ ફરમાવતું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પ્રસિધ્ધ કરાયું જાહેરનામું
સમગ્ર વિશ્ર્વ કોરોના ચેપી વાયરસની મહામારી બીમારીથી ફફડી રહ્યા છે ત્યારે કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા સામે તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગ રૂપે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કોરોના અસરગ્રસ્તના સંપર્કમાં આવનારને કોરેન્ટાઇન છોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. સભા-સરઘસ ન યોજવા તેમજ ધાર્મિક સ્થળોએ હાજરી આપવા સામે પણ મનાઇ ફરમાવવામાં આવી છે.
પોલીસ કમિશનર વિસ્તારમાં જાહેર સ્થળોએ સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરી વિના સભ-સરઘસ, સમેલન, ધાર્મિક, સાંસ્કૃતિક સમેલન, મેળાવળા કે લોકમેળો અથવા તો વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તે પ્રકારના કોઇ પણ આયોજન કરવા સામે જાહેરનામા દ્વારા મનાઇ ફરમાવવામાં આવી છે.
કોરોના પોઝિટીવ કે શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવેલી વ્યક્તિને ઓબર્ઝવેશન હેઠળ રાખવા માટે જુદા જુદા સ્થળે ચાર જેટલા કોરેન્ટાઇન ઉભા કરવામાં આવ્યા છે. તેઓએ ત્યાથી છુટા કરવામાં ન આવે ત્યાં સુધી ત્યાંથી બહાર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કોરોના વાયરસ અંગે સોશ્યલ મિડીયામાં ખોટી અફવા ફેલાવનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સ્વીમિંગ પુલ, ડાન્સ કલાસિસ, ગેમ્સ ઝોન, કલબ હાઉસ કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય તે સ્થળોને બંધ રાખવાનું જાહેરનામાં દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.
શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્ષ સિનેમા, નાટય ગૃહ, શૈક્ષણિક સંસ ટયુશન કલાસિસ, તમામ હોટલ, રેસ્ટોરન્ટ, વ્યવસાય એકમો, ખાણી-પીણીના સ્થળો, ભોજનાલય જેવા સ્થળોએ કે જયાં લોકોની ભીડ થતી હોય તે સ્થળના સંચાલકોએ કોરોના વાયરસ ફેલવતો અટકાવવા સ્વછતા જાળવવા અને ગ્રાહકો હેન્ડ વોસ માટે સેનેટાઇઝર રાખવુ જાહેરનામા દ્વારા ફરજીયાત બનાવવામાં આવ્યું છે. અને કોઇ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં બે ટેબલ વચ્ચે ફરજીયાત પણ એક મિટરનું અંતર રાખવા ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
છેલ્લા ૧૪ દિવસના સમય દરમિયાન કોઇ વિદેશથી આવ્યું હોય તેની જાણ તંત્રને કરવાની ફરજીયાત બનાવવામાં આવી છે. તેમ છતાં કોઇ નિયમનું ઉલંઘન કરવામાં આવશે કે જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામા દ્વારા જણાવ્યું છે.