સુરેન્દ્રનગર જુની હાઉસીંગ બોર્ડમાં આવેલ પાગલબાપુની દરગાહની પાછળ બંધ હાલતમાં પડેલ સરકારી સંડાસમાં માંથી પ્રોહી રેઇડ દરમ્યાન ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવની વિદેશી દારૂની બોટલો નંગ-55 કી..16500/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને બુટલેગર ફરાર થતા તેની શોધખોળ હાથ ધરી છે.
જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાની જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવાની સુચના આધારે તેમજ ના.પો.અધિ. એચ.પી.દોશી સાહેબ સુરેન્દ્રનગર ડીવી નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સી.પી.આઇ. સુ.નગર ની સુચનાથી પો.સ.ઇ. એસ.બી.સોલંકી તથા એ.એસ.આઇ સરદારસિંહ ધનશ્યામસિંહ ગોહીલ તથા પો.હેડ કોન્સ અજીતસિંહ નાગજીભાઇ સોલંકી તથા પો.હેડ કોન્સ મહિપતસિંહ હેમુભા જાદવ તથા પો.કોન્સ કિશનભાઇ ભવાનભાઇ લકુમ વિગેરે સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. સરદારસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે સમીર અનવરખાન કડીયા (મુ.માન) રહેસુ.નગર જુની હાઉસીગ બોર્ડ વાળાઓ સુ.નગર જુની હાઉસીંગ બોર્ડમાં આવેલ પાગલબાપુની દરગાહની પાછળ બંધ હાલતમાં પડેલ સરકારી સંડાસમાં ગે.કા. પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવની વિદેશી દારૂ ઓલ સેસન્સ ગોલ્કેન કલેકશન રીઝર્વ વહીસ્કી ફોર સેલ ઇન હરીયાણા લખેલ 750 મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-55 કી.રૂ.16500/- નો રાખી રેઇડ દરમ્યાન સમીર અનવરખાન કડીયા (મુ.માન) રહે-સુ.નગર જુની હાઉસીંગ બોર્ડ વાળો હાજર નહીં મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ 65એઇ,116બી, મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ છે. અને આગળની તપાસ પો.હેડ કોન્સ. અજીતસિંહ એન.સોલંકી નાઓ ચલાવી રહ્યા છે.