ઢેબર રોડ પર નાગરિક બેન્ક પાસે પાઇપલાઇન લિકેજ સ્થળ પર હાજર રહીને તાત્કાલિક રીપેર કરાવી
રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર ઉદીત અગ્રવાલે આજે તારીખ: ૧૪-૦૯-૨૦૧૯ ના રોજ સવારથી જ ત્રણેય ઝોનના વિવિધ એરિયાની ઘબરૂ મુલાકાત લીધી હતી, તેમજ ક્ષતિગ્રસ્ત માર્ગોનું મિશન મોડમાં મરામત કાર્ય શરૂ કરવામાં આવેલ છે.
આજ રોજ કમિશ્નરએ ઇસ્ટ ઝોન સેન્ટ્રલ ઝોન તથા વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારો જેવા કે, કુવાડવા રોડ, ગ્રીનલેંડ ચોકડી, ભાવનગર રોડ, આજીડેમ ચોકડી તથા કોઠારીયા મેન રોડ તેમજ ભક્તિનગર સર્કલ, ટાગોર રોડ, રૈયારોડ, આઈ લવ ડ્રીમ સિટી પ્રોજેક્ટ તથા સમરસ હોસ્ટેલ એપ્રોચ રોડની મુલાકાત લેવામાં આવેલ.
મ્યુનિ.કમિશનર દ્વારા રસ્તાના મેટલ મોરમના પેચ વર્ક તથા પેવિંગ બ્લોકથી કરવામાં આવેલ કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત આઇલવ મયિફળ ભશિું તથા સોપાન વયશલવનિંથી મુલાકાત લીધેલ સદરહુ હાઈરાઈઝનો એપ્રોચ રોડ બિલ્ડર દ્વારા થયેલ હોય તેમજ તેના મેન્ટેનન્સની જવાબદારી બિલ્ડરની હોય લોકોને વાકેફ કરવામાં આવેલ તેમજ આ બાબત હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય કોર્પોરેશન દ્વારા બેઝિક ફેસેલીટી આપવા માટે કામગીરી કરવા સંમતિ આપી આવશ્યક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.
ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ઢેબર રોડ પર નાગરિક બેન્ક ચોકમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતા તુર્ત જ કમિશનરે સ્થળ પર ઉપસ્થિત રહી તાત્કાલિક પાઇપલાઇનનું રિપેરિંગ કામકાજ પૂર્ણ કરાવેલ હતું.