ખાદ્ય સ્ટોલો પર વેટ અને ડ્રાય ડસ્ટબીન ઉપલબ્ધ કરાવવા વગેેરે સફાઇ કાર્યો પર પણ ધ્યાન આપવામાં આવ્યું
રાજકોટ રેલ મંડળ દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધી ‘સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત રેલ પરિસરોને સજાવવા સ્વચ્છતા સંબંધી વિવિધ ગતિવિધઓ લગાતાર કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા સ્વચ્છ નીર દિવસ અનુસંધાને વિવિધ સ્ટેશનો પર લગાવાયેલા વોટર પ્લાન્ટ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીના અન્ય સ્ત્રોતોની આસપાસ સાફ સફાઇ કરવવામાં આવી હતી. સ્ટેશન પરિસરમાં લગાવાયેલા વોટરહટ, વોટર કુલર,વગેરેની સાફ સફાઇ કરાવવામાં આવી હતી. તથા યાત્રિકો માટે પીવાલાયક શુધ્ધ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવા માટે વિભાગ દ્વારા વિવિધ સ્ટેશનોમાંથી પાણીના નમૂનાઓ લઇને તેની ગુણવતાની પરખ કરવામાં આવી હતી. આ સાથે જ સ્વચ્છ કેન્ટીન દિવસ પર ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર સ્થિત કેટરીંગ સ્ટોલ પર સાફ સફાઇ કરવામાં આવી હતી. તેમજ ખાદ્ય સ્ટોલો પર વેટ અને ડ્રાગ ડસ્ટબીનની ઉપલબ્ધતા પર પણ ધ્યાન આપવામાં આવ્યુ હતુ.