સાંસદ રામભાઈ 1976માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,RSS ,VHPતેમજ 1978થી જનસંઘ સમયથી ભાજપમાં સતત સેવારત
રાજકારણના “દાદા” રામભાઇ મોકરિયાની પૌત્ર સાથે મોજ સામાજીક જવાબદારી સાથે પારિવારિક ફરજ પણ ચૂકતા નથી, પરિવારથી મોટી કોઇ મૂડી નથી તેવું રામભાઇનું સ્પષ્ટ પણે માનવું છે
રાજ્યસભાના સાંસદ અને શ્રી મારૂતી કુરીયર સર્વિસના ફાઉન્ડર રામભાઇ મોકરીયાનો આજે જન્મદિવસ છે. રામભાઈ 1976 માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, 1978 થી જનસંઘના સમય થી ભાજપ સાથે સક્રિય રીતે ભાજપમાં સેવારત છે. બ્રહ્મસમાજ અગ્રણી તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજમાં 30 વર્ષ થી સક્રિય રીતે સેવા આપી રહ્યા છે.
રામભાઈ મોકરીયા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(RSS)અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) માં સામેલ થઈ જાહેર ક્ષેત્રમાં કાર્ય કરવાની ધગશ હોવાના કારણે પોરબંદર નગરપાલિકામાં ભાજપ ના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે 1989 માં ચૂંટાયા હતા. રામભાઈ મોકરીયા ગુજરાત ભાજપના સક્રીય અગ્રણી તરીકે અનેક જવાબદારી ઓ સંભાળી ચુક્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારી ના સદસ્ય તરીકે જવાબદારી નીભાવી ચુક્યા છે.
હાલમાં રાજ્યસભાના સાંસદ તરીકે જનસેવા અને રાષ્ટ્રસેવા માં યોગદાન આપી રહ્યા છે.
પોરબંદર વિસ્તારના બ્રહ્મસમાજમાં રોજગારીની અછત અને બિઝનેસ માટે જજ તકો વચ્ચે રામભાઈ મોકરીયાએ 1985થી સેંકડો યુવાનોનું હીર પારખી, તેમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી આર્થિક રોકાણ કે જોખમ વગર કુરિયર ક્ષેત્રે બ્રાન્ડેડ બિઝનેસની એક સુવર્ણ તક આપી છે.
સુપ્રસિદ્ધ કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ સાથે રામભાઈએ અનેક પ્રગતિઓ કરી છે. સાંસદ રામભાઈ મોકરિયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી , કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, રાજનાથસિંહ, પિયુષ ગોયલ સહીત ના મંત્રીઓ નેતાઓ સાથે અતૂટ સબંધ ધરાવે છે.શ્રી મારૂતિ કુરિયર ના તમામ કાર્યક્રમોમાં ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અચૂક ઉપસ્થિત રહેતા.રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના સરળ વ્યક્તિને કારણે રાજ્ય અનેક ઉન્નતિ તરફ આગળધપી રહ્યું છે.રામભાઈ મોકરિયાના ઉમદા સ્વભાવ ને કારણે તેઓ અનેક નેતાઓ સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવે છે.
આ યુવાનોને શ્રી મારૂતી સાથે જોડી તેમને બિઝનેસની પ્રોફેશનલ ટ્રેનીંગ આપી ભારતના મેટ્રો સિટીમાં બિઝનેસમેનનું સ્ટેટસ અપાવ્યું છે. આજે તેમના સંતાનો વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.આજે દિવસભર સમાજસેવક તરીકે જ રામભાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી સૌ કોઈને પ્રેરણારૂપ બન્યા છે
83 ના પૂરમાં ઘરવખરી સહિતનો સામાન તણાય જતા નાનપણથી જ જાત મહેનતે આગળ વધ્યા
રામભાઈ નાનપણથી જ પોતાના ખર્ચ જાતે ઉઠાવવામાં માનતા રામભાઈને રાતોરાત સફળતા મળી નથી. કોલેજમાં ફીના પૈસા ન હોવાથી અભ્યાસ છોડ્યો, 1983માં પોરબંદરમાં આવેલા પૂરમાં ઘરવખરી તમામ વખરી તણાઈ ગઈ, છતાં હિંમત હાર્યા વિના આગળ વધેલા રામભાઈની નાની એવી કુરિયર સર્વિસ આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે. માત્ર પોતાની સફળતા જ નહીં પણ મારૂતી કુરિયર કંપનીમાં કામ કરી તેમના સમાજના લોકોનું જીવનધોરણ અને બાળકોમાં અભ્યાસની ગુણવત્તા પણ સુધરી હોવાનો તે ગર્વ અનુભવે છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.
શ્રી મારુતી કુરીયર સર્વિસ પ્રા. લિમિટેડ તરફથી કંપનીના ફાઉન્ડર ,સાંસદ રામભાઈ મોકરિયાને વિશેષ શુભેચ્છાઓ
મૂળ પોરબંદરના વતની અને શ્રી મારૂતી કુરીયર સર્વિસ ના માધ્યમ થી સમગ્ર ગુજરાત ને કર્મભૂમિ બનાવનાર, સ્વબળે આગળ આવનાર,અને આશરે 20;000 થી વધુ કર્મચારીઓ ને રોજગારી આપનાર શ્રી મારૂતી કુરીયર સર્વિસ ના ફાઉન્ડર રામભાઈ મોકરીયા નો આજે 66મો જન્મદિવસ છે. સમગ્ર ગુજરાતમાં અનેક સામાજિક; શૈક્ષણિક; ધાર્મિક; સેવાકીય સંસ્થાઓ સાથે તન;મન;અને ધન થી સંકળાયેલા એવા રામભાઈ મોકરીયા એ પોરબંદર ની માધવાની કોલેજ માં બી.કોમ. અને લો કોલેજમાં એલ.એલ.બી.અભ્યાસ પૂર્ણ કરતાની સાથે સાથે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં સામેલ થઈ જાહેર જીવન ની શરૂઆત કરેલ હતી .અને સાથે સાથે આર્થિક ઉપાર્જન માટે શ્રી મારુતી કુરીયર સર્વિસ ની સ્થાપના કરેલ.આજે શ્રી મારૂતી કુરીયર સમગ્ર ગુજરાતમાં મોટાભાગના તાલુકા મથક ઉપર અને સમગ્ર ભારત ના 27 રાજ્યોમાં મારુતી કુરીયર ની સેવાઓ તેની 2300 શાખાઓ અને 10;000 કર્મચારીઓ ના માધ્યમથી થી કાર્યરત છે.
કોરોનાકાળમાં રાશન સહિતની વસ્તુઓ પુરી પાડી સતત પ્રજા વચ્ચે રહયા
સાંસદ રામભાઈ મોકરિયાએ કોરોનાકાળ દરમ્યાન તેઓ રાજ્ય તથા કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં રહી લોકો વચ્ચે રહ્યા હતા.કોરોનાની બીજી લહેરમાં લાખો રાશનકીટ ,અનેક લોકોને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા , જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજનના બાટલા સહિતની અનેક મદદ તેઓએ કરેલ.સતત લોક પ્રશ્નોને સાંભળી તાત્કાલીક નિરાકરણ લાવતા રામભાઈ સાચા લોક સેવક બન્યા છે અને અપાર લોક ચાહના મેળવી છે.પરપ્રાંતીય લોકો માટે તેમના વતન જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં પણ તેઓનો મહત્વનો ફાળો રહ્યો છે
જૂન 2021થી શ્રી મારૂતિ કુરિયરના MD તરીકે અજય મોકરિયા અને ચેરમેન તરીકે મૌલિક મોકરિયાની ઉત્કૃષ્ટ કામગીરી
રામભાઈ મે-2021 સુધી શ્રી મારૂતી કુરિયર સર્વિસઝ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરપદે હતા. હવે તેમના આ ઉજ્જવળ વ્યવસાયિક વારસો બંને પુત્રો અજય મોકરીયા (MD) અને મૌલિક મોકરીયા (ચેરમેન) એ જાળવી લીધો છે. રામભાઈએ મારૂતિના 20000 થી વધુ કર્મચારી પરિવારને જીવનમાં કર્મ ના સિદ્ધાંતમાંથી પ્રેરણા આપી છે. યુવાવસ્થા દરમ્યાન ખુબ જ સંઘર્ષ કરીને સફળતા મેળવનાર રામભાઈ મોકરીયા હંમેશા જરૂરીયાતમંદ માણસો ની પડખે રહ્યા છે અને વિવિધ રીતે સામાજીક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે તન-મન-ધન થી સેવા આપી રહ્યા છે. રામભાઈની પ્રેરણાથી શ્રી મારૂતી દ્વારા ભૂતકાળમાં દેશને આર્થિક અને સેવાકીય યોગદાન પૂરું પાડેલ છે. કપરા સમયમાં દેશની જનતાની પડખે રહીને પોતાની ફરજ નિભાવેલ છે.પુત્ર અજય મોકરિયા અને મૌલિક મોકરિયા પણ પિતા રામભાઈએ કરેલી અથાગ મહેનત અને પરિશ્રમની પ્રેરણા દ્વારા વધુ ને વધુ બિઝનેસમાં પ્રગતિ કરી રહ્યા છે.
જીવનમાં અનેક ઉતાર-ચઢાવ સાથે 20,000 લોકોને રોજગારી આપી
કુરિયરનું નામ પડે એટલે ગુજરાત સહિત ભારતભરના મોટાભાગના વિસ્તારમાં એક જ નામ આવે શ્રી મારૂતી કુરિયર’. આજે ‘કુરિયર’નો પર્યાય બનેલી શ્રી મારૂતી કુરિયર સર્વિસની સફળતા પાછળ તેમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની તનતોડ મહેનત અને અડગ મનોબળ છે. ભારતના છેવાડાના ગામ સુધી પોતાની સર્વિસ પૂરી પાડતી મારૂતી કુરિયરના ફાઉન્ડર રામભાઈ મોકરીયાની સફળતાની જર્ની પણ ઘણું બધુ શીખવી જાય તેમ છે. પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. જો કે દરેક મુશ્કેલીનો સામનો કરી આગળ વધેલા રામભાઈની મારૂતી કુરિયર કંપની આજે ભારત સહિત વિદેશમાં પણ સર્વિસ પૂરી પાડે છે. એટલું જ નહીં 20,000 લોકોને રોજગારીની સાથે કારોડોનું ટર્નઓવર પણ કરે છે.
સૌરાષ્ટ્રને વંદે ભારત એક્સપ્રેસ મળે તે માટે રેલવે મંત્રીને કરી રજૂઆત
રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે મંત્રીને સૌરાષ્ટ્રને વંદે ભારત એક્સપ્રેસ મળે તે અંગે રજૂઆત કરી હતી અગાઉ પણ તેમણે આ અંગે રજૂઆત કરી હતી પરંતુ હવે રૂબરૂ મુલાકાત કરીને સૌરાષ્ટ્રને વધુમાં વધુ ટ્રેન મળે કે જેથી રોડ માર્ગે જવાનું ભારણ ઘટે તે અંગે રજૂઆત કરી હતી. આ સાથે તેમણે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોને પણ રેલવે માર્ગથી જોડવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી.મહત્વનું છે રાજ્યમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી કરવામાં આવી છે તે રીતે સૌરાષ્ટ્રવાસીઓને પણ લાભ મળે તેવી ઈચ્છા સાંસદ રામભાઈ મોકરિયા કરી રહ્યા છે. દેશમાં ઠેર-ઠેર વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાની શરુઆત કરવામાં આવી છે કે જેથી મુસાફરો એક સ્થળથી બીજા સ્થળની ઝડપી મુસાફરી કરી શકે છે.