જીવનનો આધારસ્તંભ શિક્ષણ, શું ખરેખર ભણવું જરૂરી છે? તેના વગર માનવ પશુ સમાન છે: ભણતર જ માનવીને દેશ ઉપયોગી સાથે ચારિત્ર્યવાન બનાવે: યુવા શકિતનું નિયમન કેળવણી જ કરી શકે
શિક્ષણ ગરીબોની સંપતિ અને શ્રીમંતનું આભૂષણ ગણાય: આપણા ઉપનિષદોમાં પણ તેનું મહત્વ સમજાવ્યું છે: દેશના શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર પણ શિક્ષણ જ કરે છે: શિક્ષણ એ ત્રીજી આંખ સમાન સાથે દેશના વિકાસ માટે પણ અતિ મહત્વની બાબત: આજના યુગમાં જીવન મૂલ્ય શિક્ષણનો અભાવ
આજની ર1મી સદીમાં જ્ઞાન જ પૈસો ગણાય છે. આજે ભણતર વગરનો માનવી ગમાર લાગે છે. અત્યારે તો ભણતરની વેણ્યું છે. ઘણીવાર આપણને પ્રશ્નય થાય કે શું ખરેખર જાણવું જરુરી છે, થોડું અક્ષરજ્ઞાન લઇ લઇએ તો ન ચાલે, આ પ્રશ્નનો જવાબ એક જ લાઇનમાં આવે છે ‘શિક્ષણ જીવનનો આધાર સ્તંભ છે’ આદીાળથી શિક્ષણની પરંપરા ચાલી આવી છે. શિક્ષણ વગર માનવ પશુ સમાન છે. દરેક માણસનું વ્યકિતત્વનું પ્રગટીકરણ શિક્ષણ થકી જ શકય બને છે. વિદ્યા, કેળવણી, શિક્ષણ, જ્ઞાન વિગેરે શિક્ષણના જ શબ્દો છે. શિક્ષણ થકી માનવી તેના દેશને ઉપયોગી થાય છે અને પોતે ચારિત્ર્યવાન બને છે. આપણા દેશમાં વિશ્ર્વભરમાં સૌથી વધુ યુવા લોકો છે તે અત્યારે ભણી રહ્યા છે. આવનારા ત્રણ-ચાર વર્ષોમાં તે શિક્ષણ મેળવી લેશે ત્યારે આપણને શિક્ષણ સમજ પડશે. યુવાનો ને એટલે યુવાધન સંબોધન કરીએ છીએ. યુવા વર્ગ જ આપણી સંપતિ છે.
ઉપનિષદોમાં શિક્ષણના મહત્વને સમજાવંતા કહ્યું છે કે કેળવણી જ અમૃતતત્વ અને અમરતા બક્ષે છે. શિક્ષણ ગરીબોની મૂડી છે અને શ્રીમંતોનું આભુષણ છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે અમુક અભણ લોકો પણ મોટો બિઝનેશ ચલાવીને ઘણા સફળ થયા હોય છે. ત્યારે પ્રશ્ન થાય કે શું ખરેખર ભણવું જોઇએ? આનો જવાબ સો વાર ‘હા’ માં આપવો જ પડે છે. આાજે તો ડગલે ને પગલે શિક્ષણ કે જ્ઞાનની જરુર પડે છે. માતૃભાષા સાથે હિન્દી, અંગ્રેજી જેવી વિવિધ સર્પોટીંગ ભાષા પણ શીખવી પડે છે તેના વગર પણ સંંપૂર્ણ વિકાસ થઇ ના શકે, એટલા માટે આપણે યુગોથી શિક્ષણના મહત્વને સ્વીકારીએ છીએ.
શિક્ષણ કે કેળવણી માટે એક શબ્દ ‘વિદ્યા’ વપરાય છે, જે સંસ્કૃત શબ્દ ‘વિદ્દ’ માંથી આવ્યો છે, વિદ્દ એટલે જાણવું તેથી વધુ જાણકારને આપણે વિદ્વાન કહીએ છીએ. ટુંકમાં વિદ્યા એટલે જ્ઞાનની પ્રાપ્તી એવો અર્થ કહી શકાય શિક્ષણ શબ્દ સંસ્કૃત ‘શસ’ માંથી આવ્યો છે. જેનો અર્થ અનુશાસન કે શિસ્તમાં રહેવું તેવો થાય છે. શિક્ષણ માનસીક વિકાસ સંતુલન કે મનને શિસ્ત બઘ્ધ બનાવે છે.
શિક્ષણ આજે જ્ઞાનની સદીમાં ખુબ જ જરુરી છે. મા-બાપો પેટે પાટા બાંધી કે લોન લઇને પણ સંતાનોને ભણાવે છે. પ્રશિક્ષણ, પથદર્શન અને સંવર્ધન શિક્ષણ થકી જ મળી શકે છે. આ પૃથ્વી પર માનવ સાથે પશુ-પક્ષી – જીવ સૃષ્ટિ પણ રહે છે. પણ માનવે અપાર પ્રગતિ કરીને તેનો વિકાસ કાર્યો હોવાથી તે એક સામાજીક પ્રાણી છે. વિકાસ વગરના હજી આદિકાળથી એ જ જીવન જીવી રહ્યા છે. વિદ્યા જ પ્રાકૃત માણસને સુસંસ્કૃત બનાવે છે. શિક્ષણ મેળવવાથી માનવી તેના આસપાસના જીવન અને જગત પરત્વે સભાન થાય છે. શાળા છોડયા બાદ પણ માનવી રોજબરોજના જીવનમાં શીખતો જ હોય છે. પોતાના પરિવારની સુખાકારી અને આજીવિકાસ માટે પણ મેળવેલ વિદ્યા મદદરુપ થાય છે, માટે ભણવું જરુરી છે. ભણતર ની સાથે ગણતર ભળે ત્યારે જ માનવીની વિકાસ યાત્રા આગળ ધપે છે.
આજના કે જાુના મા-બાપો શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન સમજે છે. પણ આ વાત અધુરી છે. માનવીને શ્રેષ્ઠ નાગરીક ઘડતર સાથે તેના વિચારો સમજમાં થયેલા ફેરફારો તેને મજબૂત બનાવે છે. ગમે તે યુગની પ્રથમ જરુરીયાત એટલે શિક્ષણ, સાવના સમજ કે ગમાર માણસને પણ શિક્ષણ શ્રેષ્ઠત્તમ ઘડતર ઘડે છે. આજનો શિક્ષક માને છે કે તે બાળકને ભણાવી રહ્યો છે પણ કોઇપણ બાળકને કોઇ શિક્ષક ભણાવી શકતો નથી, તે માત્ર તેને ભણતો કરે છે. જીવન ઘડતરના પાયામાં શિક્ષણ રહેલું છે., માટે તે સૌએ લેવાની ફરજીયાત જરુર છે. છોકરો કે છોકરી તેવા ભેદભાવ ન રાખીને દરેક મા-બાપે સંતાનોને ભણાવવા ફરજીયાત છે. દરેકના જીવનમાં સફળતા પાછળ તેનું શિક્ષણ અગત્યનો ભાગ ભજવે છે.
શિક્ષણ શાળા પુરતુ સીમિત નથી તે અનંત ચાલતી જીવનભરની પ્રક્રિયા છે. શાળા પૂર્ણ બાદ સમાજ જીવનમાં પણ તે મેળવતું જ રહેવું પડે છે. જે શિક્ષિત થઇ શકે તે જ વિકસીત થઇ શકે છે. માનવીનો સાચો વિકાસ શિક્ષણ થકી જ થાય છે. કોઇપણ સમાજ સંસ્કૃતિ કે રાષ્ટ્રનું પછાત પણું તેના શિક્ષણ ને કારણે જ છે. આજના ઘણા મા-બાપો તેના મહત્વનો સમજતા નથી ને પોતાના સંતાનોને ભણાવતા નથી. માણસનું પતન તેની શિક્ષણ પ્રત્યેની બે દરકારીનું જ એક માત્ર કારણ છે. સાક્ષરતાનું મહત્વ સૌએ સમજવાની જરુર છે.
જો કોઇ વ્યકિત પાસે ઉચ્ચસ્તરનું શિક્ષણ હોય તો તે વિવિધ માહીતી, સંશાધનનો ઉપયોગ કરીને કુશળતા અને જ્ઞાન સાથે તેની ક્ષમતાઓ વ્યવહારમાં જોડીને સરળતાથી વિકાસ કરે છે. આજે પણ ઘણા લોકો માને છે કે રોજીંદા જીવનમાં શિક્ષણથી કયાં કોઇ ફેર પડે છે. શિક્ષણ એ સમગ્ર દેશના જીવનમાં, આર્થિક સુધારામાં અને તેના ટકાઉ વિકાસમાં અગત્યનું છે. 18મી સદીમાં વૈશ્ર્વિક સ્તરે શિક્ષણની મહત્તા સાથે વ્યકિત અને સમાજ બદલાયો, 100 પહેલા તો શિક્ષણએ દરેક બાળકને અધિકાર એવું નકકી કરાયું હતું. છેલ્લા પાંચ દાયકામાં જ આપણે શિક્ષણ થકી કેટલો બધો વિકાસ કર્યો તે આપણે સૌ જાણીએ છીએ. શિક્ષણએ ત્રીજી આંખ સમાન છે.
રૂટીંગ શિક્ષણ સાથે શારીરીક, માનસીક અને સામાજીક શિક્ષણ પણ મેળવવું પડે છે. માનસિક વિકાસ અને જીવન કૌશલ્યોના વિકાસથી જીવનમાં આવતી સમસ્યાના ઉકેલ શિક્ષિત માનવી જ કાઢી શકે છે. નવું નવું જાણતા રહેવાની ટેવ સાથે વાંચન – લેખનથી વિચારોમાં બદલાવ આવે છે. જે સમજદારીમાં વધારો થવાથી સ્વવિકાસ કરીને માનવી વિકાસ કરી શકે છે. બધા માટે આ તક છે પણ શરત એટલી કે તેને પ્રથમ ભણવું પડે છે. અધુરુ શિક્ષણ પણ વિકાસમાં બાધારુપ હોવાથી પૂર્ણ કક્ષાનું શિક્ષણ મેળવવું, લાઇફ સ્કીલ ડેવલપ કરીને દરેક છાત્રોએ કે યુવાનોએ પોતાનો વિકાનસ કરવો જરુરી છે. દરેક દેશની સંસ્કૃતિ, શિક્ષણ અને જીવનનો અનુબંધ છે. માનવીએ જીવનની ગુણવતા સુધારવા વિવિધ શોધ સંશોધન કરીને મહત્વનો ફાળો આપેલ છે.
અપણા ઋષિ મુનિઓ પણ જ્ઞાનના મહત્વને સ્વીકાર્યુ છે. આપણી નાલંદા કે તક્ષશીલા જેવા વિદ્યાપીઠો વૈશ્ર્વિક લેવલે જાણીતી બની હતી. આજે તો ગણિત, વિજ્ઞાન ના ઉચ્ચ અભ્યાસે વિકાસના દ્વાર ખોલ્યા હોવાથી સાથે વિવિધ કલા હસ્તગત કરીને સૌ વિકાસની વિપુલ તકો મળી રહી છે. આપણને જે અત્યાર ના બાળકોને શિક્ષણ મહત્તા સમજાવવીએ છીએ છતાં તેઓ ભણતા નથી તો તેમને જેમાં રસ પડે તેમાં કે તેની ક્ષમતા મુજબ શિક્ષણ અપાવવું જ જોઇએ. આજના સ્કીલ ડેવલપ યુગમાં બધા બાળકોમાં પડેલી સુસુપ્ત શકિતને ઓળખીને તેને પ્રોત્સાહીત કરીને તેનો વિકાસ કરવો જરુરી છે.
“સૌ ભણો…. સૌ આગળ વધો”