શિક્ષકોને ૪૨૦૦નો ગ્રેડ પે આપો: ધારાસભ્ય ચુડાસમા

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પ્રાથમિક શિક્ષકોને રૂપિયા, ૪૨૦૦ નો ગ્રેડ-પે આપવા અને એક તરફી જિલ્લા ફેર બદલીનો કેમ્પ આપવામાં આવે તેવી ગુજરાત સરકાર માં રજૂઆત કરવામાં આવેલ છે.

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરેલ કે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૦ પછી શિક્ષકો ની ભરતી કરવામાં આવેલ તેમાં ખ.અ / ખ.જઈ. / ઇ.ઊઉ  જેવી ઉચ્ચ લાઇકાત ધરાવે છે, ગુજરાત સરકારના નાણાં વિભાગના વિવાદિત ઠરાવના અમલ થી ૯ વર્ષ નોકરી પૂર્ણ કરી હોવા છતાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ જે વર્ષો થી રૂપિયા, ૪૨૦૦ ગ્રેડ-પે આપવામાં આવતો હતો આ વિવાદિત ઠરાવ થી રૂપિયા ૨૮૦૦ ગ્રેડ-પે કરી દીધેલ છે, આ તમામ શિક્ષકો સમાજ ના નિર્માણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે, અને ડિગ્રીઓ ધરાવતા શિક્ષકો ને આવા પગારની અસમાનતા થી મૂંજવણમાં મુકાઈ જાઈ છે, અને તેઓ માનસિક તણાવ અનુભવે  છે, આવા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ-પે વિના શરતે આપવામાં આવે તો પગારની અસમાનતા દૂર થાય, આ શિક્ષકો ધણા સમયથી એક તરફી જિલ્લા ફેર બદલી અંગે વર્ષ ૨૦૧૨ ના ઠરાવ મુજબ દર વર્ષે બદલી કેમ્પ કરવાનો હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી આનો અમલ કરવામાં આવતો નથી જેથી ધણા શિક્ષકોએ ૮ ( આઠ ) વર્ષ પૂર્ણ કરેલ હોવા છતાં આ શિક્ષકો ને પોતાના વતન નો લાભ થી વંચિત રહે છે, જેથી જિલ્લા ફેર બદલી કેમ્પ વહેલી તકે જાહેર કરવામાં આવે.

આ તમામ બાબતોને ધ્યાને લય સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ રજૂઆત અર્થે જણાવેલ કે પસંદગી પામેલા શિક્ષકોને ૪૨૦૦ નો  ગ્રેડ-પે આપવામાં આવે અને એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પ આપવામાં આવે અને શિક્ષક સમાજના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત ધારાસભ્યશ્રી દ્વારા ગુજરાત સરકારમાં કરવામાં આવેલ, તેવું એક અખબાર યાદી માં જણાવવા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.