થોડા જ દિવસોમાં તમામ ભારતીયોનો મનપસંદ તહેવાર મકરસંક્રાંતિ આવી રહ્યો છે જેને લઈને હાલ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. શહેરીઓમાં એ કાયપો છે…. એ લપેટ લપેટ એવા અવાજો સંક્રાંત આવ્યા પહેલા જ સંભળાવા લાગશે. લોકો એક બીજાની પતંગ કાપે છે જેમાં તેઓ થોડાક ક્ષણનો આનંદ મેળવે છે. આપણે બાળકો સાથે જઈને બજારમાં પતંગ અને દોરાની ખરીદી કરીએ. ભારતમાં આજે પણ ઘણી જગ્યાએ ચાયનીઝ દોરો વહેંચવામાં આવે છે અને લોકો ખરીદે પણ છે પરંતુ શું તમે જાણો છો કે ચાયનીઝ દોરો કેટલો ખતરનાક છે. ચાલો જાણીએ વિગતવાર

કેવી રીતે બને છે ચાઈનીઝ દોરી ??

ચાઈનીઝ માંજા અન્ય માંજાની જેમ કપાસના દોરાથી બનેલ નથી. તે નાયલોન અને મેટાલિક પાવડરના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. તે પ્લાસ્ટિક જેવું લાગે છે અને સ્ટ્રેચેબલ છે. જ્યારે તેને ખેંચવામાં આવે છે, ત્યારે તે તૂટવાને બદલે ખેંચાય છે. તેને કાપવો ખૂબ મુશ્કેલ છે. નાયલોન જેવા દોરા પર કાચ કે લોખંડના કાટથી પણ તેની ધારદાર આવે છે, જેના કારણે આ માંજા વધુ જીવલેણ બની જાય છે.

Screenshot 3 1

લોકોમાં એક માનસિકતા હોય છે કે ચાઈનીઝ નામ આવ્યું એટલે તે વસ્તુ ચીનથી આવતી હશે અથવા તો ચીનના લોકો ભારતમાં આવીને વેચતા હશે આવી જ માન્યતા ઉતરાયણ પર્વ પર વપરાતા ચાઈનીઝ દોરાની છે. પરંતુ લોકોનો આશ્રમ ખોટો છે ઉત્તર ભારતના રાજ્યોમાં ચાઈનીઝ દોરી બનાવવાના કારખાના અને કુટીર ઉદ્યોગો વર્ષ દરમિયાન ધમધમતા હોય છે તેથી દિલ્હીની આસપાસ નો વિસ્તાર ઉત્તર પ્રદેશ મેરીટ ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં ચાઈનીઝ દોરી બનાવવામાં આવે છે નહીં કે ચીનથી આયાત કરવામાં આવે છે.

ચાઈનીઝ દોરી બની વધુ ઘાતક

લોકો પતંગ ચગાવવાના ઉત્સાહમાં અને કેવી રીતે બીજાની પતંગ કાપી શકે તે બાબતે ઉત્સાહમાં આવીને ચાઈનીઝ દોરી ખરીદી લેતા હોય છે ત્યારે આ દોરી ગુજરાતના લોકો માટે ઘાતક બની છે. પક્ષીઓથી લઈને માણસો દર વર્ષે ચાઈનીઝ દોરી ના કારણે મોતને ભેટે છે. છેલ્લા 20 દિવસમાં ચાઈનીઝ દોરીને કારણે રાજ્યમાં આઠથી વધુ મૃત્યુ પામ્યા હતા.

છેલ્લા 15 વર્ષમાં ભારતમાં ચાઈનીઝ દોરી નું વેચાણ વધ્યું

છેલ્લા 15 વર્ષમાં ભારતમાં ચાઈનીઝ દોરી નું વેચાણ વધ્યું છે. ચાઈનીઝ દોરીના વેપારી આ માનજા નું વેચાણ કરીને કરોડો રૂપિયા કમાય છે ભારતમાં ઘણી જગ્યાએ આ દોરીને નાયલોન માંજો, મોનો કાઇટ માનજો તરીકે ઓળખવામાં આવે છે. ભારત બહારના દેશો એટલે કે પાકિસ્તાન બાંગ્લાદેશમાં પણ આ માનજાને વહેંચવામાં આવે છે અને તે કેમિકલ ડોર ના નામથી ઓળખાય છે.

Screenshot 2 1

દર વર્ષે ચાઈનીઝ દોરી ના કારણે અને લોકો પોતાના જીવ ગુમાવે છે. ઘણા લોકોના ગળા કપાય જતા હોય છે તો ઘણા પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે ત્યારે 15 ઓગસ્ટ 2016 ના રોજ દિલ્હીમાં બે અલગ અલગ ઘટનાઓમાં ચાઈનીઝ દોરી ના કારણે બે બાળકો મૃત્યુ પામ્યા હતા ત્યારે વર્ષ 2017 ના એક કેસમાં સુપ્રીમ કોર્ટે અરજદારોને નેશનલ ગ્રીન ટર્મિનલ સમક્ષ જવા માટે કહ્યું અને ત્યારબાદ NGTએ ચાઈનીઝ માં જુઓ નાયલોન અથવા તો કોઈપણ કૃત્રિમ સામગ્રીમાંથી બનેલા માંજા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.

ઉતરાયણને લઈને રાજ્ય પોલીસ એકશનમાં

ઉતરાયણને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય પોલીસ એકશનમાં આવીને ચાઈનીઝ માંજા વેંચતા લોકોને પકડી રહી છે ત્યારે વડોદરામાં ઉતરાયણને લઇ પોલીસ કમિશ્નરનું જાહેરનામુ બહાર પાડ્યું છે જેમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ અને ફૂટપાથ/જાહેર માર્ગ પર ઘાસ વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત પોલીસ પણ ચાઈનીઝ દોરી સામે એક્શનમાં આવી છે. ઉધના માંથી 30, સાલબતપૂરા માંથી 23, સરથાણા ખાતે 10 ચાઈનીઝ દોરીની રીલ ઝડપી, અલગ અલગ ત્રણ ગુના નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.