આતંકવાદને સહયોગ અને સમર્થન મુદે આરબ દેશો દ્વારા કતાર સાથેના સંબંધો તોડી નાખવામાં આવ્યા છે. જેના પરિણામે કતારમાં કટોકટીથી પરિસ્થિતિ ઉભી થઈ છે. કતારથી આતંકવાદી દળોને નાણાકીય સહાય અને આશ્રય મળતો હોવાના આક્ષેપો બાદ તમામ રાજકીય અને વ્યવસાયીક સંબંધોક કરવામાં આવ્યા હતા. કતારને આ વિવાદનું નિરાકરણ કરવા માટે આરબ દેશો દ્વારા હવે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં કતાર સમક્ષ અલ ઝઝીરા ટીવી ચેનલ બંધ કરવી, ઈરાન સાથેના કરારો તોડવા, તુર્કીમાં બનાવેલી સૈન્ય છાવણી નષ્ટ કરવી, સહિતની કુલ ૧૩ શરતો મૂકવામાં આવી છે.
આરબ દેશો અને કતાર વચ્ચેના વિવાદમાં કુવૈત મધ્યસ્થી બન્યું છે. આ ૧૩ શરતો પણ કતાર સુધી કુવૈતના માધ્યમથી જ પહોચાડવામાં આવી હતી જોકે આ શરતો સ્વીકારવા યોગ્ય ન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આતંકવાદ સમિતિ લડાઈમાં ૧૩માંથી એક પણ નિર્ણય ઉપયોગ નથી. કતારના માનવ અધિકાર સંધે કહ્યું હતુ કે, આરબ દેશોએ મુકેલી શરતોથી માનવાધિકારનો ભંગ થાય છે. કતાર આરબ દેશોની માંગ સ્વીકારે તેવી શકયતા ઓછી છે. આ માટે કતાર પાસે ૧૦ દિવસનો
સમય છે.
કતારમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરતા હોવાથી ભારતની પણ નજર કતાર અને આરબ દેશો વચ્ચેના સંબંધો ઉપર છે. જો આગામી દિવસોમાં પણ આ વિવાદનો ઉકેલ નહી આવે તો પરિસ્થિતિ વધુ તંગ બનવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.