સાત અજાયબીમાંના એક ગીઝાના પિરામિડમાં વૈજ્ઞાનિકોએ 9 મીટર લાંબી સુરંગ શોધી !!!
ઇજિપ્તના કેયરો ખાતે અનેક પિરામિડ આવેલા છે જે પિરામિડ એક પછી એક રહસ્ય ખોલી રહ્યા છે. દુનિયાની સાત અજાયબીમાંના એક ગિઝાના પિરામિડમાં વૈજ્ઞાનિકોએ 9 મીટર લાંબી છે જે સાત વર્ષના આંતરરાષ્ટ્રીય રિસર્ચ પ્રોજેક્ટનો એક ભાગ છે. જ નહીં જે સુરંગ શોધવામાં આવી છે તે 9 મીટર એટલે કે 30 ફૂટ લાંબી અને બે મીટર પહોળી છે જે ઇજિપ્તના ટુરીઝમ મંત્રી અહેમદ પીસાએ જણાવ્યું હતું.
ઇજિપ્તના ટુરીઝમ મિનિસ્ટર એમાં દિશાએ કહ્યું કે ગીઝા પિરામિડ ખુફૂ અને ચીપોસ પિરામિડ તરીકે પણ ઓળખાય છે. ટ્રાયંગ્યુલર છત જોવા મળી છે. જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે ‘સ્કેનપિરામિડ’ પ્રોજેક્ટ અંતર્ગત આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યો છે જેની શરૂઆત વર્ષ 2015 થી શરૂ થઈ હતી. રિસર્ચ પ્રોગ્રામમાં ફ્રાન્સ, જર્મની, કેનેડા, જાપાનની વિવિધ યુનિવર્સિટી સાથે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને એજિપ્તના તજજ્ઞો પણ આ રિસર્ચ કાર્યમાં જોડાયા છે.
હાલ તજજ્ઞો દ્વારા પિરામિડની અંદર શું છે તે માટે અધ્યતન ટેકનોલોજી નો ઉપયોગ કરી રહ્યા છે જેમાં ઇન્ફ્રારેડ થર્મોગ્રાફી, રેડિયોગ્રાફી અને થ્રીડી રીકન્સ્ટ્રક્શનનો ઉપયોગ થયો છે જેથી કોઈપણ પ્રકાર ની ક્ષતિ પિરામિડને ન પહોંચે અને યોગ્ય માહિતી પણ મળતી રહે. હાલ જે પિરામિડ માં સુરેગ શોધવામાં આવી તે ગીઝાનું સૌથી મોટું પિરામિડ છે અને સાત અજાયબી માનું એક છે. હાલ જે પિરામિડમાં સુરંગ છે તે 4500 વર્ષ જૂનું હોવાનું તજજ્ઞોનું માનવું છે.