મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રની નામાંકિત સેવાભાવી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જ્ઞાનપ્રબોધની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત શહેરના આર્થિક રીતે નબળા અને ભણવામાં હોશિયાર તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આગામી શનિવારના રોજ શહેરના પેડક રોડ પર આવેલા અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ ખાતે બપોરે ૪:૩૦ કલાકે દિક્ષા ગ્રહણ સમારોહ યોજાશે.
શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જ્ઞાનપ્રબોધની પ્રોજેકટ અંતર્ગત શનિવારે યોજાનારા દિક્ષા ગ્રહણ સમારોહના અધ્યક્ષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી અને શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી અને ઉદઘાટક તરીકે ગુજરાત ભાજપના પ્રભારી, રાજયસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે. છેલ્લા ૧૯ વર્ષથી શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ભણવામાં તેજસ્વી પરંતુ ઝુંપડપટ્ટીમાં રહેતા જરૂરીયાતમંદ બાળકો માટે જ્ઞાનપ્રબોધની પ્રોજેકટ ચલાવવામાં આવે છે. કોર્પોરેશનની શાળા કે ખાનગી શાળાઓમાં ધો.૭માં ૮૫ ટકા કે તેથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની આ પ્રોજેકટ માટે પસંદગી કરવામાં આવે છે. દર વર્ષે ૪૫૦ થી ૫૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે જેમાંથી ૧૫ થી ૨૦ બાળકોને પસંદ કરવામાં આવે છે. ધો.૮ થી ૧૨ સુધી તેઓની શૈક્ષણિક તથા મેડિકલની જવાબદારી ટ્રસ્ટ ઉઠાવે છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને રાજકોટને શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ અપાવી રોજ ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત વિષયનું પર્સનલ કોચીંગ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓને અભ્યાસનો ખર્ચ પણ ટ્રસ્ટ ઉઠાવે છે. પ્રોજેકટના તમામ બાળકોનો મેડિકલ ખર્ચ પણ ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવે છે. ધો.૧૨ પછી મેડિકલ એન્જીનીયરીંગ, સીએ, સીએસ વગેરેમાં પ્રવેશ મેળવવા માટે ટ્રસ્ટ મદદરૂપ થાય છે.
પુજીત રૂપાણી ભવન ખાતે શનિવારે કેન્સર અવેરનેસ અને નિદાન પ્રોગ્રામ
શહેરના જરુરીયાતમંદ નાગરીકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ર૦ વર્ષથી કાર્યરત પુજીત રુપાણી મેમો. ટ્રસ્ટ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એસોશિયેટસ હેલ્થકેર ગ્લોબલ ના સંયુકત ઉ૫ક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનીવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. પુજીત રુપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્રૅ સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે.
જે અંતગત પુજીત રુપાણી મેમો. ટ્રસ્ટ કિલ્લોલ ૧ મયુરનગર રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે ભાવનગર રોડ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૯ થી ૧૧ સુધીનો રહેશે રજીસ્ટ્રેશન રુબર અથવા ફોનથી (નં. ૨૭૦૪૫૪૫) પણ કરાવી શકાશે.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો. દુષ્યંતભાઇ માંડલીયા અને ડો. રશ્મિબેન જૈન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મો, ગળુ, જડબુ સહીત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે આ અંગેનું તેના ચિહ્મો ઓળખી તાત્કાલીક નિદાન કરી શકાય છે.
આરોગ્યક્ષેત્રે જરુરીયાત મંદ પ્રજાજનોની સેવાઓ માટે પુજીત રુપાણી ટ્રસ્ટના મુખ્ય બીલ્ડીંગમાં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર પાંચ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે. તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી એકસ-રે તથા ફીઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવીણભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, રંજનબેન રુપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રુપાણી, રાજેશભાઇ રુપાણી, અમિનેશભાઇ રુપાણી સહીતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ અંજલીબેન રુપાણી મહેશભાઇ ભટ્ટ, ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્છરાજાની દિવ્યેશભાઇ પટેલ તથા બીપીનભાઇ વસા કાર્યરત છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેશભાઇ ભટ્ટનો રુબરુ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.