36 વર્ષની નાનકડી જિંદગી પ્રેમની શોધમાં ભટકતી નિરાશા-હતાશાની વેરાન ભૂમિ તેનું જીવન હતું: તેમનું સાચુ નામ મુમતાઝ હતું: 1942માં ફિલ્મ ‘બસંત’માં બાળ કલાકાર તરીકે ફિલ્મ યાત્રા શરૂ કરીને 1950-60નાં દશકાની સૌથી સફળ અભિનેત્રી બની, તેને 73થી વધુ ફિલ્મોમાં મુખ્ય નાયિકાનો રોલ કર્યો: મુગલ-એ-આઝમ ફિલ્મ બાદ તે નંબર વન અભિનેત્રી બની હતી
મુમતાજ જહાન બેગમ દહલવી જેને આપણે મધુબાલા તરીકે ઓળખીયે છીએ. તેમનો જન્મ 14 ફેબ્રુઆરી 1933ને મૃત્યું 23 ફેબ્રુઆરી 1969 એટલે માત્ર 36 વર્ષની જ તેમની જીંદગી હતી. હિન્દી ફિલ્મ જગતની સૌથી રૂપકડી અભિનેત્રી મધુબાલાના રૂપ પાછળ ફિલ્મ કલાકારો સાથે સમગ્ર દેશનું એ જમાનાનું યુવાધન પાગલ હતું.
તેમને પોતાના ફિલ્મ જીવનની શરૂઆત 1942માં આવેલી ‘બસંત’ ફિલ્મમાં બાલ કલાકારથી કરી. માત્ર પાંચ વર્ષ બાદ 1947 ‘નીલ કમલ’ ફિલ્મમાં હિરોઇન તરીકે ચમકી હતી. 1949માં આવેલી ‘મહલ’ ફિલ્મથી તે બોલીવુડની નંબર વન હિરોઇન બની ગઇ.
તેમણે અંગ્રેજી ફિલ્મનો બહુ શોખ હતો. હોલીવુડ તરફથી ઓફર પણ આવી પણ પિતાની મનાઇથી તે ફિલ્મ ન કરી. એ જમાનામાં ‘દુનિયા કા સબસે બડા સિતારા’ આવા શિર્ષકો મેગેજીનમાં આવતા. તેમની સફળ ફિલ્મોમાં મુગલ-એ-આઝમ, બરસાત કી રાત, ચલતી કા નામ ગાડી, હાવરા-બ્રીજ, મીસ્ટર એન્ડ મીસીસ 55, અમર, જુમરૂ, પાસપોર્ટ, હાફ ટીકીટ સાથે કાલાપાની જેવી ફિલ્મોની ગણના થાય છે.
તેમના જીવનની છેલ્લી ફિલ્મ ‘જવાલા’ 1971માં તેના મૃત્યુ બાદ રીલીઝ થઇ હતી. તેમના અને દિલીપ કુમાર વચ્ચે લાંબો સંબંધ રહ્યો હતો. તેમની સુંદરતાની તુલના હોલીવુડ અભિનેત્રી મેરલીન મુનરો સાથે કરાતી હતી. સંયોગવશ બન્ને અભિનેત્રી 36 વર્ષની વયે જ દુનિયા છોડી ચાલી ગઇ હતી. તેને ઉર્દુ, હિન્દી સાથે મૂળ ભાષા પશ્તો અને અંગ્રેજી ઉપર સારૂ પ્રભુત્વ હતું. 1942 થી 1947 સુધી તે વિવિધ ફિલ્મોમાં બાળ કલાકારી તરીકે અભિનય કર્યો હતો. બસંત ફિલ્મ પ્રથમ જ સફળ થતાં તે વર્ષે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની હતી. મધુબાલાએ જમાનાની અભિનેત્રી મિનાકુમારીથી બહુ જ પ્રભાવિત હતી. બાળ કલાકાર તરીકે તેનું નામ બેબી મુમતાઝ હતું.
રાજકપૂર સાથે નિલકમલ ફિલ્મ ખૂબ જ હિટ નીવડી હતી. 1949માં આવેલી ‘મહલ’ ફિલ્મથી તે રાતોરાત સુપરસ્ટાર થઇ ગઇ હતી. આ ફિલ્મ પુનર્જન્મ થ્રીલર આધારિત ભારતની પ્રથમ ફિલ્મ હતી. 1950ના દશકામાં આવેલી લગભગ ફિલ્મોમાં મધુબાલા લગભગ દરેક પ્રકારના રોલ સાથે અભિનય કરતી જોવા મળી હતી. 1950માં આવેલી દેશની પ્રથમ પુખ્ત વયના માટેની ફિલ્મ ‘હસતે આંસુ’માં શ્રેષ્ઠ અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. વિદેશી મેગેજીનોમાં 1950માં તેની ફૂલ પેઇજ તસ્વીર છપાય હતી જે એક બોલીવુડ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે. 1952 થી 1955ના ત્રણ વર્ષ તેમની ફિલ્મો આવી પણ બહુ સફળતા મળી હતી. 1954માં આવેલી ફિલ્મ ‘બહુત દીન હુએ’ના શુટીંગ દરમ્યાન ખબર પડી કે મધુબાલાને જન્મજાત હૃદ્યની બીમારી છે.
1955 થી 60 મધુબાલાના ફિલ્મી જીવનનાં સૌથી સફળ વર્ષો રહ્યા જેમાં ગુરૂદત્ત સાથે મીસ્ટર એન્ડ મીસીસ-55, પ્રદિપ કુમાર સાથે ફિલ્મ શીરીન ફરહાદ અને રાજહઠ ફિલ્મ અને 1957માં ગેટવે ઓફ ઇન્ડિયા જેવી સફળ ફિલ્મો કરી હતી. તેમની જોડી કિશોરકુમાર સાથે પણ બહુ જામી હતી. મધુબાલાએ સુનિલ દત્ત, દેવાનંદ, અશોકકુમાર, ભારત ભૂષણ, પ્રદિપકુમાર, ગુરૂદત્ત, દિલીપકુમાર, રાજકપૂર જેવા વિવિધ કલાકારો સાથે ફિલ્મ કરીને ખૂબ જ વાહવાહ મેળવી હતી.
1960માં આવેલી ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મે બોલીવુડના તમામ રેકોર્ડ તોડી નાખ્યાને સતત 15 વર્ષ સુધી હિટ ફિલ્મ રહી બાદમાં 1974માં ‘શોલે’ આવતા આ રેકોર્ડ તૂટ્યો હતો. આ ફિલ્મની સફળતા બાદ જુમરૂ(1961), હાફ ટીકીટ (1962)ને શરાબી (1964) જેવી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. એ જમાનાની મશહુર અભિનેત્રી નુતન, નરગિસ, વહિદા રહેમાન અને મીનાકુમારી સાથે તેમનું નામ પણ લેવાતું હતું. નરગિસ બાદ તે બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. 2008માં તેમની યાદમાં ટપાલ ટિકીટ જાહેર કરી હતી. લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મધુબાલાની પ્રતિમા મુકવામાં આવી છે. ફેશન આઇકોનસમાં મધુબાલાને 1961માં શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ મુગલ-એ-આઝમ માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.
1964માં તેમના મૃત્યુ પહેલા રિલીઝ થનારી ફિલ્મ ‘શરાબી’ હતી. 1958માં આવેલી ‘હાવરા બ્રીજ’ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. તેમનું ગીત ‘આઇએ મહેરબાન’ આજે પણ સાંભળવું ગમે છે. તેમનું બચપણ ખૂબ જ ગરીબાઇમાં વ્યતીત થયું હતું. 1944માં આવેલી દિલિપકુમાર સાથેની ‘જવારભાટા’ ફિલ્મ બાદ 1947માં નિલકમલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મધુબાલા અને રાજકપૂર બન્નેની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મ ‘મહલ’નું ગીત ‘આયેગા આને વાલા’ આજે પણ મોબાઇલ રીંગટોનમાં સંભળાય છે. બોમ્બે ટોકીઝની તે સ્થાયી કલાકાર બની ગઇ હતી.
કમાલ અમરોહીએ સુરૈયા સાથે થયેલ કોન્ટ્રાક્ટ છતાં મધુબાલાને ફિલ્મ મહલમાં તક આપી ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. મધુબાલા કમાલ અમરોહીના પ્રેમમાં પણ પડી હતી. તે તેના અભિનય સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી હતી. 1950માં તે સૌથી મોંઘી અભિનેત્રી હતી. મધુબાલાના પિતાની ઇચ્છા મુજબ મધુબાલાના લગ્ન દિલિપકુમાર સાથે થાય પણ એ શક્ય ના બન્યું. તેમણે કિશોરકુમાર સાથે લગ્ન કર્યા પણ લાંબુ ન ચાલ્યું.
જન્મથી હૃદ્યમાં કાળુ હોય તેને પુરવાએ જમાનામાં કોઇ હાર્ટ સર્જરી ન હતી તેથી મધુબાલા મૃત્યું પામી જો કે તેના મૃત્યું બાદ થોડા વર્ષોમાં ડો.વોલ્ટે આ પધ્ધતીની શોધ કરી હતી. જો આ ટેકનિક મધુબાલાને મળી હતો તો તે જીવી ગઇ હોત.
આ ગીતો સાંભળતા જ મધુબાલા યાદ આવે
- આઇયે મેહરબાન….હાવરાબ્રીજ
- અચ્છા જીમેં હાશી….. કાલાપાની
- ચાંદસા મુખડા ક્યું શરમાયે….ઇન્સાન જાગ ઉઠા
- ગુજરા હુઆ જમાના…..શિરી ફરહાદ
- એક પરદેસી મેરા દિલ લે ગયા…..ફાગુન
- દો ઘડી વો જો પાસ આ બૈઠે….ગેટ વે ઓફ ઇન્ડિયા
- હાલ કૈસા હે જનાબકા….ચલતી કા નામ ગાડી
- પ્યાર કિયા તો ડરના ક્યા……મુગલએ આઝમ
- જીંદગીભર નહીં ભૂલેંગે…….બરસાત કી રાત
- યે વાદા કરો ચાંદ કે સામને…..રાજહઠ
- સબકુછ લુટાકે હોશમેં આયે તો…..એકસાલ
- મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે……મુગલએ આઝમ
- સીને મેં સુલગતે હૈ અરમાન…..તરાના