અંગ્રેજીમાં ૮૯ માર્કસ હતા તે પેપર ખોલાવ્યા બાદ ૯૫ થતાં ડેડાણીયા યશે ૯૯.૯૯ પી.આર. સાથે સ્કૂલ પરિવારનું ગૌરવ વધારતા વિઘાર્થી અબતકના આંગણે
માર્ચ-૨૦૧૯ માં લેવાયેલ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા અંદાજીત ૧૧,૫૦,૦૦૦ ઉપરાંત વિઘાર્થીઓએ આપી હતી. તેનું પરિણામ મે માસના અંતમાં જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ધણા બધા વિઘાર્થીઓએ બોર્ડ ટોપ ટેનમાં તથા ૯૯.૯૯ પી.આર. મેળવી પોતાના પરિવાર તથા સ્કુલનું ગૌરવ વધારેલ હતું. પરંતુ અમુક વિઘાર્થીઓને પોતાના આવેલા માર્કસ અને પરિણામથી સંતોષ થયેલ ન હતો. તેવા વિઘાર્થીઓએ સંતોષકારક પરિણામો મેળવવા ઓછા માર્કસવાળા વિષયમાં પેપર ખોલાવ્યા હતા.
આ તકે યશે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી ને આવા જ એક મોદી સ્કુલના વિઘાર્થી ડેડાણીયા યશ પરેશભાઇને અંગ્રેજી સિવાય બાકીનાં વિષયમાં સારા માર્કસ મેળવ્યા હતા. પરંતુ, અંગ્રેજી વિષયમાં તેમને ધાર્યા કરતા ઓછા માર્કસ આવ્યા હતા. તેથી તેમણે અંગ્રેજી વિષયનું પેપર ખોલાવવા માટે કાર્યવાહી કરેલ. તાજેતરમાં જ વિષય સુધારણાનું પરિણામ જાહેર થયું. તેમાં ડેડાણીયા યશને અંગ્રેજી વિષયમાં ૮૯ માર્કસ હતા તેમાંથી સુધારો થઇને ૯૫ માર્કસ થયાં. આ વિઘાર્થીને પહેલા ૬ વિષયના માર્કસનો કુલ ૬૦૦ માંથી ૫૭૬ અને ૯૯.૯૮ પી.આર. હતા. સુધારા બાદ યશને ૬ વિષયનાં માર્કસનો કુલ ૬૦૦ માંથી ૫૮૨ અને ૯૯.૯૯ પી.આર. થયાં હતાં.
આમ, બોર્ડના હકારાત્મક અભિગમથી મોદી સ્કુલના ૯૯.૯૯ પી.આર. મેળવનાર ત્રણ વિઘાર્થીઓ (૧) નંદાણી ખુશાલી (ર) પરમાર આંચલ (૩) બોરડ આસ્થા સાથે ચોથા વિઘાર્થી યશ ડેડાણીયાનો ઉમેરો થતાં મોદી સ્કુલના ચાર વિઘાર્થીઓએ ૯૯.૯૯ પી.આર. મેળવી સ્કુલતેમજ પરિવારનું ગૌરવ વધારેલ છે.
મોદી સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટ ડો. રશ્મિકાંતભાઇ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ હમેશા હકારાત્મક અભિગમ સાથે વિઘાર્થીઓનું હિત વિચારતું હોય છે. તેમણે જણાવ્યું હતું કે બોર્ડ માર્કસ સુધારી વિઘાર્થીને ન્યાય અપાવ્યો તે અભિનંદનીય પગલું છે. યશ ડેડાણીયાના વાલી પરેશભાઇ ડેડાણીયા તથા મોદી સ્કુલના પ્રિન્સીપાલ નિલેશભાઇ સેજલીયાએ પણ બોર્ડની ખેલદીલીની પ્રસંસા કરી વિઘાર્થીને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર સ્કુલ પરિવારમાં પણ આનંદની લાગણી છવાઇ ગઇ હતી.