સિંધુની આ સતત ત્રીજી જીત : ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સાથે થઈ શકે છે

પી.વી સિંધુ પણ આજની ગેમમાં જીતી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે અને તેણે હજુ સુધી એક પણ ગેમ હારી નથી. સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી જ્યારે બીજી ગેમ તેણે 21-13થી જીત છે. આ સાથે સિંધુ મેડલની વધુ નજીક આવી છે. પીવી સિંધુએ મુકાબલામાં મિયા બ્લિચફેલ્ટની વિરુદ્ધ સારી શરૂઆત કરી.

પહેલી ગેમમાં તે એક સમયે 11-6થી આગળ હતી. ત્યારબાદ સ્કોર 13-11 થઈ ગયો. બાદમાં 16-12 સ્કોર પર ડેનમાર્કની મિયા બ્લિચફેલટે વાપસી કરી અને સ્કોર 16-15 થઈ ગયો. જોકે ત્યારબાદ સિંધુએ વાપસી કરી અને પહેલી ગેમ 21-15થી જીતી લીધી. આ ગેમ 22 મિનિટ સુધી ચાલી. આ ગેમની સરેરાશ રૈલી 14 શોટની રહી. સિંધુને ઓલમ્પિકમાં છઠ્ઠો રેન્ક મળી ગયો છે.

પીવી સિંધુની આ સતત ત્રીજી જીત છે. સિંધુનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સાથે થઈ શકે છે. છેલ્લા બે ઓલમ્પિકની વાત કરીએ તો બેડમિન્ટનમાં ભારતને મેડલ મળ્યા છે. 2012માં સાઇના નેહવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે બેડમિન્ટનના ઈતિહાસમાં ઓલમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની હતી. ટોક્યો ઓલમ્પિકની વાત કરીએ તો ભારતને અત્યાર સુધી માત્ર એક મેડલ મળ્યો છે. મહિલા વેટલિફ્ટર મીરાબાઇ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.