બાર વર્ષે બાવો બોલ્યો
2010માં સાઈના નેહવાલે અને 2017માં સાઈ પ્રણીતે ખિતાબ જીત્યો હતો
ભારતીય શટલર પીવી સિંધુએ પોતાના શાનદાર પર્દશનને આગળ રાખી રવિવારે સિંગાપુર ઓપન મહિલા સિંગલ્સ ફાઇનલમાં ચીનની હરીફ વાંગ ઝી યીનેને હરાવીને ખિતાબ પર કબ્જો મેળવ્યો છે. બાર વર્ષે બાવો બોલ્યો તેમ 2010માં સાઈના નેહવાલે અને 2017માં સાઈ પ્રણીતે ખિતાબ જીત્યો હતો. બે વાર ઓલમ્પિક મેડલ વિજેતા સિંધુનું આ વર્ષે આ ત્રીજું ટાઇટલ છે.
એશિયન ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડાલિસ્ટ 22 વર્ષીય વાંગની સામેના મુકાબલામાં અમુક મુખ્ય ક્ષણોમાં સિંધુ આગળ રહી હતી. અને અંતે 21-9, 11-21, 21-15 સાથે સિંધુએ ચીની ખેલાડી વાંગને ધૂળ ચટાડી શાનદાર જીત મેળવી હતી. હૈદરાબાદની 27 વર્ષીય સિંધુએ શરૂઆતથી જ વાંગ સામે 1-0ની લીડ હાંસલ કરી દીધી હતી. આ વર્ષે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં વાંગ સાથે ટક્કર થયા બાદ મુકાબામાં સિંધુએ તેને માત આપી ઈતિહાસ રચી દીધો હતો.સિઝનમાં ત્રીજું વર્લ્ડ ટૂર ટાઈટલ જીતીને સિંધુએ આખી દુનિયાને પોતાનો દમ દેખાડી દીધો છે. હોલમાં ડ્રિફ્ટ સાથે શટલર્સ માટે આજનો હોલ ખુબ જ પડકારજનક હતો, તેવામાં ટોસે સૌથી મોટી મુખ્ય ભૂમિકા ભજવી હતી. વાંગે પોતાની સાઈડ પસંદ કરવાનો નિર્ણય કરતાં તે ખુબ જ એડવાન્સ પોઝિશનમાં આવી ગઈ હતી અને અંતમાં તે ડ્રિફ્ટ સામે ખુબ જ આક્રમક ખેલ દેખાડી શકતી હતી. જો કે, સિંધુએ આજની મેચોમાં પોતાની ભૂલોને સીમિત રાખી હતી અને અંતે એક શાનદાર વિજેતા તરીકે ઉભરી આવી હતી.
પ્રથમ બે પોઈન્ટ હાર્યા બાદ, સિંધુએ શટલ સુધી જલ્દી પહોંચવાનો પ્રયાસ કર્યો, અમુક સુપર એંગલ રિટર્ન્સ રમ્યા, અને ઓપનિંગ ગેમમાં એક બાદ એક પોઈન્ટ પોતાના નામે કરતી ગઈ હતી. ડ્રિફ્ટની વિરુદ્ધમાં રમતાં સિંધુને તેના શોટ્સ રમવામાં સમક્ષ બનાવી હતી, ભલે વાંહ વાઈડ અને લોંગ શોટ રમી રહી હતી. મિડ ગેમ ઈન્ટરવલમાં સિંધુએ 11-2 સાથે સતત 11 પોઈન્ટમાં જીત હાંસલ કરી હતી. ઈન્ટરવલ બાદ સિંધુએ પોતાની ગ્રીપ પર પકડ વધારે મજબૂત બનાવી દીધી હતી અને ઓપનિંગ ગેમમાં જીત હાંસલ કરી ચીની ખેલાડીને ધૂળ ચટાડી હતી.