- 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજોમાં ત્રુટી બહાર આવી
- સ્ટાફ સહીતની અનેક સુવિધાઓના અભાવને પગલે લેવાયો નિર્ણય
ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી વિજિલન્સ ટીમ દ્વારા 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજોમાં ત્રુટી બહાર આવી છે. જેમાં મહીસાગર જિલ્લાની કોયડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી વિજિલન્સ ટીમ દ્વારા 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજોમાં ત્રુટી બહાર આવી હોવાનું જણાવાયું છે . જેને લઈને કોયડમ આયુર્વેદિક કોલેજની માન્યતા જ રદ કરવામાં આવી છે. કોલેજ માં સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓનો અભાવને લઈ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે. તેમજ પેનલ્ટી પણ વસુલવામાં આવી છે.
આયુર્વેદિકનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે કોયડ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. કોલેજ સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓના અભાવને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર હવે કોયડમ આયુર્વેદિક કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે
આ અંગે આયુર્વેદિક કોલેજ કોયડમના સિનિયર પ્રોફેસર જીગ્નેશ કટારાએ કહ્યું કે, ”મહિસાગરના વિરપુરમાં આવેલી કોયડમ ધનવંતરી આયુર્વેદિક કોલેજની માન્યતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવી છે. અમારી કોલેજની કેટલીક ક્ષતિઓ હતી જેના કારણે માન્યતા રદ કરવામાં આવી છે તેમજ સમય આપવામાં આવ્યો છે તે સમયમાં જે ક્ષતિઓ દૂર કરવામાં આવશે તો ફરી માન્યતા આપવામાં આવશે”
અહેવાલ: અમીન કોઠારી