રાષ્ટ્રકથા શિબિરના ચોથા દિવસે જનરલ રણધીરકુમાર મહેતા, બ્રિગેડીયર સંજીવકુમાર મહેતા, પ્રો.જે. એસ. રાજપુતએ આપ્યા પ્રેરક પ્રવચનો
સ્વામી ધર્મબંધુજી દ્વારા પ્રાંસલા મુકામે આરંભાયેલી રાષ્ટ્ર કથાના ચોથા દિવસના પ્રવચન સત્રમાં સ્વામી ધર્મબંધુજી ઉપરાંત નિવૃત જનરલ રણધીરકુમાર મહેતા, એનપીઇઆરટીના પૂર્વ નિર્દેશક પ્રો. જે.એસ. રાજપુત, એન.સી.સી.ના બ્રિગેડીયર સંજીવકુમાર દત્તા, કલકતાથી યોગાચાર્ય ઓમપ્રકાશ મસકરાના પ્રેરક પ્રવચનો યોજાઇ હતા.સ્વામી ધર્મબંધુજીસએ આજે શીબીરાર્થીઓને ભારતની વિશ્ર્વમાં કેટલીક વિશેષતાઓ છે જેમ કે જ્ઞાન સર્જન, શિક્ષા, ભાષા, સંશોધન, ચારિત્ર્ય, દાન, સ્વીકૃતિ, યોગ, ઉત્સવ પ્રિયતા અને ચિંતનની આઝાદી વિશે મનનીય વાતો કરી હતી.
જ્ઞાન સર્જન વિશે તેમણે જણાવ્યું હતું કે વિશ્ર્વના પ્રાચીનતમ ગ્રંથોનું સર્જન અહીંના ઋષિ મહિષઓ એ કર્યા છે. જ્ઞાનથી વિશેષ કાંઇ પવિત્ર નથી. જ્ઞાન દુશ્મન પાસે હોય તો તેની પાસેથી પણ મેળવવું જોઇએ.માત્ર માહિતીએ જ્ઞાન નથી. જ્ઞાન વિચાર સમૃઘ્ધ, બુઘ્ધિ સમૃઘ્ધ વિવેક સમૃઘ્ધ, અનુભવ સમુઘ્ધ અને સંસ્કારિતા સમૃઘ્ધ હોવું જોઇએ.
જ્ઞાન પ્રાપ્તિ પછી તેને આચરણમાં મૂકવું જોઇએ અન્યથા તેનું કોઇ મહતવ નથી. સતત જ્ઞાન પ્રાપ્ત કરો તેને સંવર્ધિત કરો અને તેનું વિતરણ કરો.ભારતની બીજી વિશેષતા છે શિક્ષા ભારતમાં સદીઓ પૂર્વે નાલંદા તક્ષશિલા શિક્ષાની વિઘાપીઠ હતી. જયાં વિશ્ર્વભરમાંથી વિઘાર્થીઓ શિક્ષા પામવા આવતા હતા.
વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ ભાષા સંસ્કૃતએ ભારતની દેન છે. ચોથી વિશેષતા છે સંશોધન અહીંના ગ્રંથો પાન કે કાપડ પર લખાયેલા હતા. પરંતુ ઇસ્લામિક હકુમત દરમિયાન ઇ.સ. ૧૪૫૦ માં ગુપ્ન બર્ગ દ્વારા પ્રિન્ટીંગ પ્રેસને અઢીસો વર્ષ સુધી અહીયા પ્રતિબંધિત રખાતા અહી થયેલા સંશોધનોનો વ્યાપ સીમીત રહ્યો. આયુર્વેદ, ધર્નુર વિઘા, સંગીત નૃત્યુ વિગેરે અહીંના સંશોધનો છે.પાંચમી વિશેષતા ચારિત્ર્ય છે. જેને ભારતમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. છઠ્ઠી વિશેષતા દાન જેને વિશ્ર્વમાં ચેરીટી કહેવામાં આવે છે. તેને ભારતમાં શરીગ કહેવાય છે. અર્થાત આપની પાસે રહેલ વધારાનું જ્ઞાન, સંપતિ અન્ય જરુરીયાત મંદને આપો.
છઠ્ઠી વિશેષતા લગ્ન સંસ્થાઓમાં અન્ય દેશો સહન શકિતથી લગ્ન સંબંધો જાળવવા કે તોડવાનો નિર્ણય કરે છે. જે અહીંયા સદૈવની સ્વીકૃતિ સ્વરુપ લેવામાં આવે છે. સાતમી વિશેષતા શારીરિક ચુસ્તતા માટે વિશ્ર્વના દેશોમાં હિંસા ફેલાવતી માર્શલ આર્ટનો ઉપયોગ કરે છે. જયારે અહીંયા શાંતિની અનુભૂતિ અને ર્સ્ફુતિ આપતા યોગાભ્યાસ કરાવવામાં આવે છે. નવમી વિશેષતા વિશ્ર્વમાં માતમનો મહિમા છે. જયારે અહીંયા ઉત્સવ પ્રિયતા છે જેમ કે રામ-કૃષ્ણના જન્મ દિવસ વધાવવામાં આવે છે. તેના મૃત્યુ વિશે કોઇ જાણતું નથી. અને છેલ્લી વિશેષતા ચિતનની આઝાદી અહીયા સંત કબીર, ચાવાર્ડ વિગેરેના અલગ મતને પણ ઉદારતા જ એટલા માટે સ્વીકારીએ છીઅ કે સહુને ચિંતનની આઝાદી છે. બીજા સત્રમાં સ્વામીજીએ શિબીરાર્થીઓને સારા નાગરીક બનવા માટે જે ભણીએ છીએ તેની ઉપયોગીતા વિશે ચિંતન કરવા, ક્ષમતા પેદા કરવા અને પ્રતિબઘ્ધતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. જનરલ રણધીરકુમાર મહેતાએ ભારતને પુન: મહાન બનાવવા માટે અહીંયાથી વિદેશોમાં સ્થળાંતર થઇ જતા બૌઘ્ધિકોને રાષ્ટ્રમાં જ રહી શકે તેવી સ્થિતિ નિર્માણ કરવાની આવશ્યકતા દર્શાવી હતી. વધુમાં રાષ્ટ્રના તમામ નાગરીકો સાથે જોડાઇ રહેવા માટે સંવિધાનના આદર્શોને અમલમાં મુકવા અને જીવનમાં ‘રાષ્ટ્રીયતા’ને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. કારગીલ યુઘ્ધમાં ભાગ લેનાર એનસીસીના બ્રિગેડીયર સંજીવકુમાર દત્તાએ પ્રત્યેક વિઘાર્થીને એન.સી.સી. માં જોડાવા અનુરોધ કરતાં જણાવેલ કે એનસીસીએ વિશ્ર્વનું સૌથી મોટું સ્વૈચ્છીક સંગઠન છે. અને તે સારા નાગરીક નિર્માણ કરી રહેલ છે. શિબીરાર્થીઓને તેમણે સફળ બનવાનો મંત્ર આપતા જણાવેલ કે પૂર્વ આયોજન અનુસાર ખંતપૂર્વક મહેનત કરો હકારાત્મક અભિગમ રાખો. આજે વૈજ્ઞાનિક પ્રો. કિરણકુમાર (ઇસરોના પૂર્વ ચેરમેન), જસ્ટીસ ચંદ્રમૌલી કુમાર (ચેરમેન, પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા), એચ.પી.સિંધ પરિહાર (ચેરમેન, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા), તથા વિક્રમસિંઘ (પૂર્વ ડી.જી. ઉત્તર પ્રદેશ) ઉ૫સ્થિત રહી ઉદબોધન કરશે.