ચીનના માર્ગે પુતિન સરમુખત્યાર શાહી થવાની પેરવીમાં
ચીનના જીન પિંગ હવે આજીવન સત્તા પર રહી શકશે. ચીને સરમુખત્યારશાહી અપનાવ્યા બાદ હવે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન પણ સરમુખત્યાર થવાની પેરવીમાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વ્બાદિમીર પુતિન ફરી રાષ્ટ્રપતિ પદે ફરી ચુંટાયા છે. તેમને પ્રશ્ર્ન પુછાયો છે. તેઓ હાલ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા છે અને જયારે આ કાર્યકાળ પુરો થઇ જશે તો તેઓ શું કરશે?
અનિશ્ર્ચીતપણે વ્લાદિમીર પુતિન પણ ચીનના જિન પિંગની જેમ આજીવન સત્તા ધરાવવા ઇચ્છે છે.
રશિયામાં રાષ્ટ્રપતિની ચુંટણીમાં પુતિનની જીત થઇ છે. તેમાં કોઇ સંદેહ નથી. કારણ કે જંગી લીડથી વ્લાદિમીર પુતીન જીત્યા છે. પુતિન છેલ્લા ૧૮ વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે.
રશિયાના સંવિધાનમાં રાષ્ટ્રપતિને બે સતત ટર્મ માટે સીમીત કરાયા છે. રાષ્ટ્રપતિ તરીકેનો વ્લાદિમીર પુતિનનો કાર્યકાળ વર્ષ ૨૦૨૪માં પુર્ણ થશે. પણ પ્રશ્ર્ન એ છે કે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ વ્લાદિમીર પુતિન શું કરવા ઇચ્છે છે ? શું તેઓ પણ ચીનની જેમ સરમુખત્યારશાહી બની આજીવન સત્તા ભોગવવા ઇચ્છે છે?
ક્રેમલિનના પૂર્વ સલાહકાર ગ્લેબ પાવલોસ્કી કે જે હાલ રશિયાના નેતૃત્વ માટે મહત્વનો ફાળો ભજવે છે. તેમણે કહ્યું કે, રશિયન રાજનીતી એક નવા તબકકામાં પ્રવેશ કરી રહી છે. ચર્ચા એ છે અને એ બાબત તરફ ઘ્યાન દોરાવું જોઇએ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પછી શું થશે?
નહિ કે પુતિનનું રાષ્ટ્રપતિ બાદ શું થશે? યુરોપની લીયુઆનીયા કૌનાસ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના ડાયરેકટર ઉસેકસે કહ્યું કે, આ પ્રકારની પ્રણાલી જોખમરુપ છે.
વ્લાદીમીર પુતિન પાસે ત્રણ વિકલ્પો છે. પ્રથમ કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ સી. જિનપિંગની વિચારસરણી અને સરમુખત્યારશાહી ની જેમ અવધિની અવધિને સમાપ્ત કરી નાખે. અથવા તો કોઇ નિશ્ર્ચિત સમય માટે પદ બીનાને સોંપી દે અને ત્યારબાદ પુન: પોતાનું પદ સંભાળે અથવા ટર્મ પુરી થયા બાદ કોઇ ઉત્તરાધિકારીને નીમે અને સાર્વજનીક જીવનમાંથી બહાર નીકળે.
ઉલ્લેખનીય છે કે, તાજતેરમાં જ સી.જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ તરીકે આજીવન સત્તા સંભાળશે તેમ સંવિધાનમાં સુધારા કરી માન્ય ગણાયું છે. એટલે કે, જિનપિંગ ઇચ્છે ત્યાં સુધી ચીનમાં સત્તા ભોગવી શકશે.