13 મહિલા સહિત 21ની ધરપકડ: ભોજરે વિસ્તારમાંથી ચંદનના ઝાડ કાપ્યાની કબુલાત

જુનાગઢ વન વિભાગ એ સાસણ ગીર વિસ્તારમાં ચંદન ચોરી કરવા આવેલ ચંદન ચોર ગેંગ ને ઝડપી લીધી છે. તે સાથે ચંદનના કપાયેલા ઝાડ તથા અન્ય મુદ્દામાલ કબજે કરી, 13 મહિલા સહિત કુલ 21 ચંદન ચોર ગેંગના ઈશામોની ધરપકડ કરી છે. જુનાગઢ જિલ્લાના વન વિસ્તારમાં અતિ કીમતી અને અતિ અલભ્ય એવા ચંદનના વૃક્ષો વિપુલ પ્રમાણમાં છે. અને આ ચંદનના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે જો જુનાગઢ વન વિભાગની વાત કરીએ તો, ચંદન ચોરી અને વન્ય પ્રાણીઓની પજવણી અટકાવવા માટે વન વિભાગ દ્વારા 1 મોબાઈલ વાન,3 રેસ્ક્યુ ટીમ, 1 ટાસ્ક ફોર્સ ડિવિઝનની રચના કરવામાં આવી છે.

કુલ 275 વન્ય અધિકારીઓ – કર્મીઓ સાથેની આ ટીમો હાલમાં  સાસણ, જામવાળા અને જસાધાર રેન્જમાં કાર્યરત છે. તથા ટ્રાસ્ક ફોર્સમાં પોલીસ અને વન વિભાગ સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યું છે.આ અગાઉ સને 2021 ના ઓગસ્ટ માસમાં દાતારના જંગલમાં ઉપલા દાતારના 300 પગથિયા નજીક ચંદનના અમુક વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું હતું. અને આ ચંદન ચોરીમાં જુનાગઢ વન વિભાગે ઔરંગાબાદના 3 શખ્સોને ચંદનના લાકડા અને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પછી બે માસમાં જ ભવનાથના લાલ ઢોરી વિસ્તારમાં 12 જેટલા વૃક્ષોનું કટીંગ થઈ ગયું હતું. અને આ કેસમાં જુનાગઢ વિભાગે પરપ્રાંતીય ગેંગને ઝડપી લીધી હતી.

દરમિયાન આ વખતે ચંદન ચોર ટોળકી એ જુનાગઢ અને આસપાસનો વન વિભાગ છોડી, સાસણ તરફ પોતાના તરકટ અજમાવવાની સાજીસ કરી હતી અને સાસણ ગીરના ભોજદે નજીક ચંદનના વૃક્ષો કાપવાનું નક્કી કર્યું હતું. તે દરમિયાન જ સોમવારની રાત્રે ગીર પશ્ચિમ વન વિભાગનો સ્ટાફ ભોજદે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે ચંદનના વૃક્ષોમાં કાપા મરાયેલા હોવાનું વન વિભાગની ટીમના ધ્યાનમાં આવ્યું હતું. રાત્રિના વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવી ટ્રેપ પણ ગોઠવી હતી.

તે દરમિયાન વન વિભાગની જાળમાં એક અપરપ્રાંતીય શખ્સ સપડાયો હતો, જ્યારે અન્ય શખસો નાસી ગયા હતા.પકડાયેલા પરપ્રાંતીય શખ્સની પૂછપરછ હાથ ધરી હતી. અને બીજી બાજુ વન વિભાગે અલગ અલગ ટીમો બનાવી વેરાવળ, તાલાળા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને એક જ રાતમાં કુલ 21 પરપ્રાંતીઓને ઝડપી લીધા હતા. જેમાં 13 મહિલાઓ સહિત કુલ 21 શખ્સોનો  સમાવેશ થાય છે. તથા આ તમામ ચંદન ચોર ટોળકીના સભ્યો મધ્યપ્રદેશના હોવાનું ખુલવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.