મેયર-કમિશનરની જાહેરાત :પુષ્કરધામ પ્લોટમાં બનનાર હોકર્સ ઝોન રાજકોટ આઈ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા નેટવર્કની દેખરેખમાં આવેલ સૌથી પહેલો હોકર્સ ઝોન
રાજકોટ શહેરમાં લોકોની સગવડતા સચવાઈ રહે અને નવી કોઈ અગવડતાનો તેઓએ સામનો ના કરવો પડે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના કેટલાક હોકર્સ ઝોનનું અન્ય સ્ળોએ પર્યાપ્ત જગ્યા તા પાર્કિંગ સ્પેસની ઉપલબ્ધિ અનુસાર ક્રમશ: સ્થળાતર કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી જગ્યાએ કુલ ૧૦૩ હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. આ પૈકી અમુક હોકર્સ ઝોન સાંકડા રસ્તા પર કાર્યરત હોઈ ટ્રાફિકના પ્રશ્નો થાય છે અને હોકર્સ ઝોનને કારણે સનિક નાગરિકોને પણ કેટલીક અગવડતાઓનો સામનો કરવો પડી રહયો હોવાનું ધ્યાને આવતા કેટલાક હિકાર્સ ઝોનનું સ્ળાંતર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
હાલ બે હોકર્સ ઝોનનું અન્યત્ર સ્થળાતર કરવામાં આવનાર છે; જેમાં ક્રિસ્ટલ મોલ પાસેનો હોકર્સ ઝોન ન્યારી ફિલ્ટર પ્લાન્ટ સામેના મહાનગરપાલિકાના પ્લોટમાં અને યુનિવર્સીટી રોડ ભગતસિંહ હોકર્સ ઝોન પુષ્કરધામમાં મહાનગરપાલિકાના પ્લોટમાં સ્ળાંતર કરવામાં આવશે, તેમ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થળાતર કરવામાં આવનાર આ બંને હોકર્સ ઝોનમાં તમામ પ્રામિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ પાર્કિંગની પણ સરળ વ્યવસ કરવામાં આવશે. આ બંને હોકર્સ ઝોન મોર્ડન બનાવવાનું આયોજન છે.
પુષ્કરધામ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં બનનાર હોકર્સ ઝોન રાજકોટનો સૌથી પહેલો એવો હોકર્સ ઝોન હશે જે સંપૂર્ણરીતે “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે. લોકોને તમામ સામગ્રી એકજ સ્થળેથી મળી રહે અને તેમજ તેઓને હોકર્સ ઝોનને કારણે કોઇ પણ નવી પરેશાની સામનો કરવો પા પડે તે પ્રકારનું આયોજન