પરીક્ષાનો સમય અઢી કલાકથી ઘટાડી બે કલાકનો રાખવામાં આવે: કુલપતિ-ઉપકુલપતિને આવેદન
કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશ જજુમી રહ્યો છે ત્યારે રાજય સરકારે યુજીનાં છેલ્લા સેમ અને પીજીનાં તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે જેને લઈ વિદ્યાર્થી જગતમાં વિરોધની સાથે રોષ ફાટી નિકળ્યો છે. તેમજ આગામી ૨૫મી જુનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ લેવાનાર છે ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા છેવાડાના ગામડાનાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં અને પીજીમાં રહીને અભ્યાસ કરતા હોય ત્યારે આ લોકડાઉન વચ્ચે તેઓને રહેવા-જમવાની મુશ્કેલીઓ સાથે કોરોના સંક્રમણનાં ભયથી વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષા દેવા જવા સંમત નથી ત્યારે યુનિવર્સિટી દ્વારા લેવાનારી પરીક્ષાઓ પાછળ ઠેલાવવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે અને આજરોજ કુલપતિ અને ઉપકુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે, યુનિવર્સિટી દ્વારા લેવાનારી તમામ પરીક્ષાઓ રદ કરી અન્ય સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓની જેમ મેરીટ બેજ પ્રોગેશન આપવામાં આવે અથવા તો ઓનલાઈન ઓપન બુક કે મોક ટેસ્ટ સિસ્ટમથી પરીક્ષા લેવામાં આવે અથવા જો યુનિવર્સિટી પરીક્ષા લેવા માંગતી હોય તો આ પરીક્ષાઓ ઓગસ્ટ મહિના સુધી પોસ્ટ પોન કરી આપે જેથી ત્યાં કોરોના સંક્રમણની સંભાવના ઓછી થઈ જાય. આ ઉપરાંત રાજય સરકારનાં શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ લેવાનાર પરીક્ષાનો સમય બે કલાક રાખવામાં આવ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો સમય ૨:૩૦ કલાક રાખવામાં આવ્યો છે તે તદન ખોટું છે. તે તાત્કાલિક ફેરવિચારણા કરી નિયમ મુજબ પરીક્ષાનો સમય રાખવામાં આવે.